Photo Credit: VI
Vi 299 રૂપિયાથી શરૂ થતા પ્લાન પર અમર્યાદિત 5G ડેટા ઓફર કરી રહ્યું છે
વોડાફોન આઈડિયા Vi કંપનીએ જાહેરાત કરી હતી કે, તેઓ દેશનાં વધુ 23 શહેરોમાં 5G સેવાઓનું વિસ્તરણ કરશે. તાજેતરમાં જ કંપનીએ બેંગલુરુમાં તેની 5G નેટવર્ક સેવાઓની શરૂઆત કરી હતી. Vodafone Idea (Vi) દ્વારા અગાઉથી જ તેની 5G નેટવર્ક સેવાઓ દિલ્હી, મુંબઈ, પટના અને ચંદીગઢમાં આપવાની શરૂઆત કરાઈ હતી. હાલમાં કરાઈ રહેલું વિસ્તરણ દેશનાં પ્રાથમિકતા ધરાવતા સર્કલોમાં કરશે. તબક્કાવાર કરાઈ રહેલા આ વિસ્તરણ હેઠળ Vodafone Idea (Vi) રૂ. 299ના રિચાર્જ પ્લાન હેઠળ અમર્યાદિત 5G નેટવર્ક આપશે. કંપની દ્વારા તેના 5G નેટવર્કની સેવાઓ દિલ્હી - એનસીઆરમાં મેં મહિનામાં જ લોન્ચ કરાઈ છે. કંપની ઓગસ્ટના અંત સુધીમાં તેની સેવાઓ 17 સર્કલમાં વિસ્તારવા માંગે છે.
Vi દ્વારા તબક્કાવાર શરુ કરાઈ રહેલી તેની 5G નેટવર્ક સેવાઓનો લાભ જે શહેરોને મળશે તેમાં, અમદાવાદ, આગ્રા, ઔરંગાબાદ, કોઝીકોડ, કોચીન, દેહરાદૂન, ઈન્દોર, જયપુર, કોલકાતા, લખનૌ, મદુરાઈ, મલપ્પુરમ, મેરઠ, નાગપુર, નાસિક, પૂના, રાજકોટ, સોનેપત, સુરત, સિલીગુડી, ત્રિવેન્દ્રમ, વડોદરા અને વિઝાગનો સમાવેશ થાય છે. ભારતમાં સેવા હેઠળ આવરી લેનારા આ 23 શહેરોમાં 17 પ્રાથમિકતા ધરાવતા સર્કલનો પણ સમાવેશ થાય છે. આ શહેરોમાં તબક્કાવાર 5G નેટવર્ક કાર્યરત થઈ જાય પછી વપરાશકાર તેમના 5G સપોર્ટ કરતા ફોન સાથે પણ આ નેટવર્ક કનેક્ટ કરી શકશે.
વોડાફોન આઈડિયાનાં અનલિમિટેડ 5G પ્રિપેઇડ ડેટા પ્લાનની શરૂઆત રૂ. 299થી થાય છે. જેની માન્યતા 28 દિવસની રહેશે. કંપની દ્વારા અન્ય પ્રિપેઇડ પ્લાન રૂ. 349, રૂ. 365, રૂ. 579, રૂ. 649, રૂ. 859, રૂ. 979 અને રૂ. 3599 નાં રાખવામાં આવ્યા છે. જયારે પોસ્ટપેઈડ પ્લાન રૂ. 451 થી લઈને રૂ. 1201 સુધીના રાખવામાં આવ્યા છે.
Vi અનુસાર, ઓછી એનર્જીના વપરાશ સાથે તેના નેટવર્કમાં સુધારા માટે કંપનીએ AI આધારિત Self-Organising Networks (SON) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. નેટવર્ક સરળતાથી અસરકારકરીતે કાર્ય કરે તે માટે કંપનીએ નોકિયા, એરિક્સનઅને સેમસંગ જેવી કંપ્નીઓપ્પ સાથે પણ જોડાણ કર્યું છે, જે Vi ને 4G અને 5G નેટવર્કને સરળતાથી જોડાણમાં મદદ કરે છે.
અગાઉ Vi દ્વારા તમામ 17 પ્રાથમિકતા ધરાવતા સર્કલમાં તેની 5G સેવાઓ ઓગસ્ટ સુધીમાં જ શરુ કરી દેવાશે તેમ જણાવવામાં આવ્યું હતું.
જાહેરાત
જાહેરાત