રોજ વધતી જતી ડેટાની માંગ નો ઉકેલ Vi એ લૉન્ચ કર્યો નવો પ્લાન 'નોનસ્ટોપ હીરો’.
Photo Credit: Vi
Vi તેના નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન સાથે આખા દિવસ માટે અમર્યાદિત ડેટા ઓફર કરે છે
Vi દ્વારા નવો રિચાર્જ માટેનો પ્લાન જાહેર કરવામાં આવ્યા છે જે મંગળવારથી લાગુ કરવામાં આવ્યો છે જે પ્રીપેડ સબસ્ક્રાઈબર માટે ઉપયોગી નીવડશે. 'નોનસ્ટોપ હીરો' ના નામથી લોન્ચ થયેલ આ પ્લાન અમર્યાદિત ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ અને અન્ય લાભો પ્રદાન કરે છે એ સાથે આ બધાનો સમાવેશ એક જ પેકેજમાં કરવામાં આવ્યો છે. ટેલિકોમ ઓપરેટર એ અનેક બેનીફીટ તેમજ આ પ્લાન સાથેના ઘણાં પ્રકારો પણ આપ્યા છે જેમાં 28 દિવસથી લઈને 84 દિવસ સુધીના પ્લાનનો સમાવેશ થાય છે.જાણીએ પ્લાનની કિંમત અને તેના લાભ વિશે,Vi નો આ નોન સ્ટોપ પ્લાનની કિંમત જોવા જઈએ તો તે 398થી શરૂ થાય છે જેમાં અમર્યાદિત ડેટા, કોલ્સ તેમજ એસ એમ એસ આપવામાં આવે છે જે 28 દિવસ સુધીની માન્યતા સાથે લોન્ચ કરાયો છે તેમાં જ બીજા પ્લાન જોવા જઈએ તો 56 દિવસ માટેના પ્લાન માટે કિંમત રૂ. 698 તેમજ 84 દિવસનો પ્લાન માટે ની કિંમત રૂ. 1,048 ની છે જેમાં અનેક લાભો પણ જોવા મળે છે અને એ સાથે તેનો સમયગાળો પણ લંબાવ્યો છે જેનાથી વપરાશકર્તા ચિંતા વિના લાંબા સમય સુધી તે પેકનો લાભ લઇ શકે છે.
આ પ્લાન હાલ તો કોલકત્તા, મહારાષ્ટ્ર તેમજ ગોવામાં લોન્ચ કરાયો છે એ સાથે જોવા જઈએ તો નોન સ્ટોપ હીરો વાળું પેકેજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, આસામ, ઉત્તર - પૂર્વ બાજુ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક હિમાચલ પ્રદેશ તેમજ જમ્મુ- કાશ્મીરમાં પણ ઉપલબ્ધ છે.
તાજેતરમાં મુકાયેલ સેન્ટર ફોર ડિજિટલ ઇકોનોમી એન્ડ પોલિસી રિસર્ચના અહેવાલ પરથી Vi જણાવે છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં ડેટાના વપરાશમાં 288 ઘણો વધારો જોવા મળ્યો છે એ સાથે બીજો અહેવાલ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ તેના અહેવાલમાં જણાવે છે કે ભારતમાં ઈન્ટરનેટ સબ્સ્ક્રાઇબરસ ની સંખ્યામાં પણ અનેક ઘણો વધારે થયો છે જે જોવા જઈએ તો 2023ના વર્ષ દરમિયાન 88.1 કરોડ સબ્સ્ક્રાઇબર હતા જે વધીને માર્ચ 2024ના વર્ષ દરમિયાન 95.4 કરોડ થઈ ગયા એટલે ડેટા ના વપરાશ માટે જોઈએ તો તેની સરેરાશ માસિક વપરાશ જોવા જઈએ તો તે હાલ 20.27GB સુધી પહોંચી ગયો છે.
ટેલિકોમ કંપનીઓ તેના નવા નોન સ્ટોપ હીરો પેક ને લોન્ચ કરી ડેટાની રોજ વધતી જતી માંગ તેમજ તેના કારણે ઊભી થતી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરે છે એ સાથે તેઓ અમર્યાદિત ડેટા, વોઇસ કોલ્સ અને SMS લાભો તેના પ્રીપેડ પેકમાં આપે છે જેના કારણે વપરાશકર્તા ચિંતામુક્ત થઈને આ પેકનો ભરપૂર લાભ લઈ શકે છે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket