એપલ દ્વારા તેના આ સ્ટોર એપલ હેબલનું ઉદઘાટન મંગળવાર 2 સપ્ટેમ્બરે બપોરે 1 વાગે કરશે.
Photo Credit: Apple
એપલે જણાવ્યું હતું કે હેબ્બલ સ્ટોર માટેનો અવરોધ ગુરુવારે સવારે જાહેર થયો હતો
એપલે બેંગ્લોરમાં તેનો પહેલો રિટેલ સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સ્ટોર 2 સપ્ટેમ્બરે ચાલુ કરાશે. આ સ્ટોર શરૂ થતાં ભારતનો આ એપલનો ત્રીજો રિટેલ સ્ટોર બનશે. આ અગાઉ કુપરટીનો, અમેરિકા સ્થિત એપલ દ્વારા મુંબઈના બીકેસી અને નવી દિલ્હીના સાકેત વિસ્તારમાં તેના સ્ટોર શરૂ કર્યા હતા. એપલ દ્વારા તેના આ સ્ટોર એપલ હેબ્બલનું ઉદઘાટન મંગળવાર 2 સપ્ટેમ્બરે બપોરે 1 વાગે કરશે. અત્રે એ નોંધવું જરૂરી છે કે, એપલ તેના આઇફોન 17 સિરીઝના ફોન પણ સપ્ટેમ્બરમાં કરવા જઈ રહી છે.
એપલ દ્વારા ભારતમાં તેના રિટેલ ક્ષેત્રને વિકસાવાઈ રહ્યું છે અને તેના ભાજગરૂપે કંપની આ સ્ટોર શરૂ કરવા જઇ રહી છે. આ સ્ટોર ખુલતા ત્યાંના સ્થાનિકો જાતે સ્થળ પર જઈ આવશ્યક સેવા લઈ શકશે. આ સ્ટોર બેંગલુરુના ફિનિક્સ મોલમાં શરૂ થશે અને તેને બુધવારે બહારની બાજુથી જોઈ શકાય તે રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ અંગે એપલ દ્વારા જણાવાયું કે, તેને ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરથી પ્રેરિત મોરના પીંછાઓની ડિઝાઇન દ્વારા તેને શણગારવામાં આવ્યું છે અને આ કલાકૃતિ દ્વારા એપલ તેના ત્રીજા સ્ટોરના ખુલવાની ઉજવણી કરે છે.
એપલ કંપનીએ તેના ગ્રાહકોની સેવામાં કોઈ કમી ના રહે તે માટે અન્ય સ્ટોરની જેમ આ એપલ હેબ્બલ સ્ટોરમાં પણ એપલના નિષ્ણાત, પ્રતિભાશાળી અને રચનાત્મક સ્ટાફ તેમજ સમર્પિત બિઝનેસ ટીમ રહેશે.
એપલ દ્વારા તેનો પહેલો સ્ટોર મુંબઈના બીકેસીમાં એપ્રિલ ૨૦૨૩માં શરૂ કરાયો હતો. આ સ્ટોર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના જિઓ વર્લ્ડ ડ્રાઇવમાં આવેલો છે. બે માલની આ બિલ્ડિંગના સ્ટોરમાં તેની છતમાં લાકડાની હાથકલાકારી જોઈ શકાય છે. એપલના દિલ્હી સ્ટીટ બીજા સ્ટોરમાં પણ આ સ્ટોર જેવી જ ઉમદા સેવા આપવામાં આવી રહી છે. આ સ્ટોર દિલ્હીના સિલેક્ટ સિટીવોક મોલમાં આવેલો છે.
એપલના રિટેલ સ્ટોરમાં તેના ગ્રાહકો માટે એપલના તમામ ઉત્પાદનની શ્રેણી ઉપલબ્ધ હોય છે. જેમાં, આઇફોન્સ, એપલ વોચ, મેક લેપટોપ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં ગ્રાહકને ટેકનિકલ સપોર્ટ પણ આપવામાં આવે છે. આ સ્ટોરમાં ગ્રાહક તેઓ ખરીદવા ઇચ્છતા હોય તે ડિવાઇઝ સારીરીતે જોઈ અને તેને લેવા અંગે નિર્ણય કરી શકે છે. સ્ટોરમાં તેમના ડિવાઈઝના સેટઅપ માટે પણ સહાય કરવામાં આવે છે. આ સાથે જ ગ્રાહક પાસે જૂના ફોન હોય તો તેની વેલ્યૂ નક્કી કરી તે પ્રમાણે ડિસ્કાઉન્ટ આપવા અંગે પણ કામગીરી કરવામાં આવે છે.
એપલના આ હેબ્બલ સ્ટોર પર “ટુ ડે એટ એપલ' સેશન્સ પણ યોજવામાં આવશે જેમાં નોંધણી કરી હોય તે ગ્રાહકો સાથે આઇપીએલના નિષ્ણાત વાતચીત કરશે અને આ સેસન એપલના ડિવાઇઝ ધારકોને તેમના ડિવાઇઝ સાથે કેવીરીતે શરૂઆત કરવી તેમાં મદદ કરી શકે. આ ઉપરાંત એપલ ક્રિએટિવ્ઝ દ્વારા વાર્તા કહેવી, કોડિંગ અને ઉત્પાદકતા જેવા વિષયો પન આવરી લેવાશે.
જાહેરાત
જાહેરાત