આ ફીચર ઇન્સ્ટાગ્રામ અને Edits એપ બંનેમાં લાઇવ છે. પરંતુ માત્ર 29 ઑક્ટોબર સુધી જ
Photo Credit: Instagram
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને એડિટ્સ એપ પર ફોટા અને વિડિઓઝ માટે નવા વિઝ્યુઅલ ઇફેક્ટ્સ છે
દિવાળીના ઉત્સવને વધુ રંગીન અને ઉજ્જવળ બનાવવા, ઇન્સ્ટાગ્રામે ભારત સહિતના પસંદગીના બજારોમાં નવી દિવાળી-થીમ આધારિત મેટા AI ઇફેક્ટ્સ લોન્ચ કર્યા છે. આ લિમિટેડ-એડિશન ઇફેક્ટ્સ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને તેની એડિટ્સ એપ બંનેમાં ઉપલબ્ધ છે. જ્યાં વપરાશકર્તાઓ પોતાના ફોટા અને વિડિઓઝને “પ્રકાશના ઉત્સવ”ની ઝલક આપી શકે છે.ઇન્સ્ટાગ્રામના જણાવ્યા મુજબ, આ નવી ફેસ્ટિવ ફિલ્ટર્સમાં ‘ફટાકડા', ‘દિવડા' અને ‘રંગોલી' જેવા ઇફેક્ટ્સ ફોટા અને સ્ટોરીઝ માટે ઉપલબ્ધ છે, જ્યારે ‘લેન્ટર્ન', ‘મેરીગોલ્ડ' અને ‘રંગોલી' ખાસ વિડિઓઝ માટે ઉમેરાયા છે. વપરાશકર્તાઓએ આ ઇફેક્ટ્સ રિસ્ટાઇલ (Restyle) વિકલ્પ મારફતે અજમાવી શકે છે, જે હવે ઇન્સ્ટાગ્રામ અને એડિટ્સ એપ બંનેમાં લાઇવ છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફેસ્ટિવ ઇફેક્ટ્સ માત્ર 29 ઓક્ટોબર સુધી જ ઉપલબ્ધ રહેશે! એટલે કે, તમારી દિવાળી પોસ્ટ્સને નવી ચમક આપવાની તક ચૂકશો નહીં.
● Instagram ખોલો અને તમારા પ્રોફાઇલ ફોટો પર + ટૅપ કરો અથવા ડાબી તરફ સ્વાઇપ કરીને Stories વિભાગમાં જાઓ.
● તમારી ગેલેરીમાંથી ફોટો અથવા વિડિઓ પસંદ કરો, જેને તમે સ્ટોરીમાં ઉમેરવા માંગો છો.
● સ્ક્રીનના ટોચે દેખાતું Restyle (પેઇન્ટબ્રશ) આઇકોન ટૅપ કરો.
● હવે Effects Browser માં જાઓ અને દિવાળી-થીમ આધારિત ઇફેક્ટ્સ(ફટાકડા, દિયા, રંગોલી) પસંદ કરો.
● Meta AI તરત જ તમારી તસવીર પર તે ઇફેક્ટ્સ લાગુ કરશે.
● જો પરિણામ ગમે તો “Done” પસંદ કરો. જરૂર હોય તો ટેક્સ્ટ પ્રોમ્પ્ટ્સ વડે ફાઇન-ટ્યુન પણ કરી શકો.
● હવે “Your Story” પર ટેપ કરીને તમારી દિવાળી પોસ્ટ શેર કરો.
જાણો Edits એપમાં દિવાળી ઇફેક્ટ્સ કેવી રીતે ઉમેરશો:
● Edits એપ ખોલો અને “+” પર ટેપ કરીને નવો પ્રોજેક્ટ બનાવો.
● તમારી ગેલેરીમાંથી વિડિઓ પસંદ કરો અથવા કેમેરાથી નવો વિડિઓ શૂટ કરો.
● નીચેની બાર પરથી Restyle વિકલ્પ પસંદ કરો.
● હવે “Diwali” હેડર પસંદ કરીને નીચેના ફેસ્ટિવ ઇફેક્ટ્સમાંથી પસંદ કરો
લેન્ટર્ન,મેરીગોલ્ડ, રંગોલી
● Meta AI ઈફેક્ટ્સ લાગુ કર્યા પછી, તમારી જરૂર મુજબ રંગ, ફ્રેમ રેટ, અથવા રિઝોલ્યુશન એડજસ્ટ કરો.
● તૈયાર વિડિઓને Export કરો અને સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટને વધુ આકર્ષક બનાવો.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket