Photo Credit: PhonePe
ફોનપે NPCI ની પોતાની BHIM એપમાં જોડાયું છે જે UPI સર્કલ સુવિધાને પણ સપોર્ટ કરે છે
મંગળવારે ભારતમાં PhonePe UPI સર્કલ લોન્ચ કરવામાં આવ્યું હતું. જે તમામ વપરાશકર્તાઓને પોતાના બેંક ખાતા વિના ચુકવણી કરવાની સુવિધા આપવામાં આવી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસિત UPI સર્કલને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ના ઉપયોગને વધારવા માટે બનાવવામાં આવ્યું છે. PhonePeના હરીફ Google Payએ ઓગસ્ટ 2024માં UPI સર્કલ માટે સમર્થનની જાહેરાત કરી હતી પરંતુ આ સુવિધા હજુ સુધી સમગ્ર દેશમાં વપરાશકર્તાઓ માટે વિકસાવવાની બાકી છે.PhonePe UPI સર્કલની વિશેષતાઓ, લાભો,Walmartની માલિકીના પેમેન્ટ પ્લેટફોર્મ અનુસાર નવી UPI સર્કલ સુવિધા દેશમાં PhonePeના વપરાશકર્તાઓ સુધી પહોંચી છે. જેને લઈને PhonePeનું નેટવર્ક વિકસીત થશે સાથે કુટુંબીજન અને મિત્રો વિશ્વાસપાત્ર UPI ID જનરેટ કરી શકશે પછી ભલે તેમની પાસે બેંક ખાતું ન હોય.એકવાર UPI સર્કલ દરેક વપરાશકર્તાઓ બનાવી શકે છે. વપરાશકર્તાo pase તેમના પોતાના UPI ID હશે જે ઓનલાઈન ખરીદી અથવા બિલ ચૂકવવા માટે તે કરી શકે છે. જે તમામ વ્યવહારો પ્રાથમિક વપરાશકર્તાના બેંક ખાતા દ્વારા થાય છે.
PhonePe પર ઉપયોગ કરતા UPI સર્કલને પ્રાઇમરી યુઝર્સ બે રીતે નિયંત્રિત કરી શકે છે. જ્યારે પાર્શિયલ ડેલિગેશન મોડ પસંદ કરવામાં આવે ત્યારે પ્રાઇમરી યુઝરને એક પ્રોમ્પ્ટ પ્રાપ્ત થશે જે અન્ય યુઝર દ્વારા દરેક વ્યવહારોને ઓથોરાઇઝેશન કરી શકે છે.
બીજી બાજુ, ફૂલ ડેલિગેશન મેળવેલ વપરાશકર્તા અન્ય વપરાશકર્તાઓ માટે મહત્તમ માસિક ખર્ચની મર્યાદા પણ સેટ કરી શકે છે. ખાસ બાબત એ છે કે આ વ્યવહારોને મેન્યુઅલી મંજૂર કરવાની પણ જરૂર નથી. જ્યારે પ્રાથમિક વપરાશકર્તાઓ કોઈ પણ મર્યાદા સેટ કરી શકે છે.
પ્રાથમિક વપરાશકર્તા ગૌણ વપરાશકર્તાઓ દ્વારા કારવાંમ આવતા તમામ વ્યવહારો પર નજર રાખી શકે છે તથા કોઈઓ પણ સમયે તેમેન આપેલું એક્સેસ રદ કરી શકે છે.
UPI સર્કલમાં પ્રાથમિક વપરાશકર્તા પાંચ ગૌણ વપરાશકર્તાઓને મંજૂરી આપે છે, પરંતુ ગૌણ વપરાશકર્તા એક સમયે એક જ પ્રાથમિક વપરાશકર્તા સાથે જોડાઈ શકશે. જેના દરેક વ્યવહાર પછી પ્રાથમિક વપરાશકર્તાને સૂચિત કરવામાં આવશે.
ગૂગલ પે દ્વારા ઓગસ્ટ 2024માં UPI સર્કલ માટેના પૂર્ણ સમર્થનની જાહેરાત કરી હતી, પરંતુ પ્લેટફોર્મે દેશના તમામ વપરાશકર્તાઓ માટે આ સુવિધાને શરૂ કરવા માટે બાકી છે. હાલ ભારતીય વપરાશકર્તાઓ BHIM એપ્લિકેસશનની UPI સર્કલની સુવિધાને અજમાવી શકે છે.
જાહેરાત
જાહેરાત