Samsung Galaxy XR Headset લાવે છે નવા યુગનો AR અનુભવ — હેન્ડ ટ્રેકિંગ, Snapdragon XR2+ Gen 2, Micro-OLED ડિસ્પ્લે, Gemini AI Assistant અને ઈમર્સિવ ઓડિયો સાથે. હવે ઉપલબ્ધ સિલ્વર શેડો કલરમાં, EMI વિકલ્પ સાથે.
Photo Credit: Samsung
સેમસંગ ગેલેક્સી XR હેડસેટ એન્ડ્રોઇડ XR પ્લેટફોર્મ પર બનેલ છે
Samsung તેના ઓક્ટોબર 2025 ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ દરમિયાન નવા યુગની શરૂઆત કરી છે. Samsung Galaxy XR Headset હવે સત્તાવાર રીતે લોન્ચ થઈ ગયું છે. દક્ષિણ કોરિયન ટેક જાયન્ટનો આ પ્રથમ એક્સટેન્ડેડ રિયાલિટી (XR) હેડસેટ છે, જે ઓગમેન્ટેડ રિયાલિટી (AR) ને વાસ્તવિક દુનિયા સાથે એકીકૃત કરે છે. અંદરના બે લેન્સ મારફતે તે રિયલ-ટાઈમમાં ડિજિટલ તત્વોને તમારા આસપાસના વાતાવરણ સાથે મિક્સ કરે છે.હેડસેટમાં અદ્યતન હેન્ડ ટ્રેકિંગ ટેકનોલોજી છે, જે વપરાશકર્તાને ફક્ત હાથના હાવભાવથી એપ્લિકેશનો અને વિજેટ્સને કંટ્રોલ કરવાની મંજૂરી આપે છે. નીચેના સેન્સર આ સુવિધાને શક્તિ આપે છે એટલે કે હવે કોઈ કન્ટ્રોલર નહીં, ફક્ત તમારી હથેળીથી વર્ચ્યુઅલ દુનિયાને ચલાવો!
આ હેડસેટ Qualcomm Snapdragon XR2+ Gen 2 SoC દ્વારા સંચાલિત છે અને એ છે પ્રથમ ડિવાઇસ જે Android XR પ્લેટફોર્મ પર ડાયરેક્ટ ચાલે છે. તેમાં 16GB RAM અને 256GB સ્ટોરેજનો સપોર્ટ છે, જે સ્મૂથ અને રીઅલિસ્ટિક XR અનુભવ આપે છે.
જો તમે એકસાથે ચૂકવણી નથી કરવા માંગતા, તો Samsung દર મહિને $149 (લગભગ ₹13,000)ની EMI યોજના પણ આપે છે.
હાલમાં હેડસેટ ફક્ત યુએસ અને દક્ષિણ કોરિયામાં Samsungના ઓનલાઈન સ્ટોર પર ઉપલબ્ધ છે, અને તે આકર્ષક સિલ્વર શેડો કલરવેમાં આવે છે.
ડિસ્પ્લે અને વિઝ્યુઅલ માટે Galaxy XR Headsetમાં છે Micro-OLED ડિસ્પ્લે, જે આપે છે 27 મિલિયન પિક્સેલ્સ, 3,552×3,840 રિઝોલ્યુશન, 90Hz રિફ્રેશ રેટ, 95% DCI-P3 કલર ગેમટ, 109° હોરિઝોન્ટલ અને 100° વર્ટિકલ વ્યૂ એન્ગલ તે Google ના Gemini AI Assistant સાથે ઇન્ટિગ્રેટેડ છે, જે વોઈસ અને કમાન્ડ બંને રીતે ઉપયોગમાં લઈ શકાય છે.
કેમેરા અને ટ્રેકિંગ સિસ્ટમ માટે હેડસેટમાં મલ્ટી-કેમેરા સેટઅપ છે, જે 6.5 મેગાપિક્સેલ રિઝોલ્યુશનમાં 3D ફોટો અને વિડિયો કેપ્ચર કરી શકે છે. તેમાં છે 6 વર્લ્ડ-ફેસિંગ કેમેરા, 4 આઈ-ટ્રેકિંગ કેમેરા, ડેપ્થ અને ફ્લિકર સેન્સર, 5 ઇનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ્સ આવેલ છે.
આ હેડસેટ ટુ-વે સ્પીકર સેટઅપ (વૂફર + ટ્વિટર) સાથે આવે છે, અને છ-માઇક્રોફોન એરે ધરાવે છે જે બીમફોર્મિંગ ટેકનોલોજીથી સ્પષ્ટ અવાજ આપે છે.
કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi 7 અને Bluetooth 5.4 સપોર્ટ છે. Samsungનો દાવો છે કે Galaxy XR Headset એક ચાર્જ પર 2 કલાકની સામાન્ય બેટરી લાઈફ અને 2.5 કલાક સુધીના વિડિયો પ્લેબેક આપે છે.
તે બાહ્ય બેટરી પેક સાથે આવે છે, જે હેડસેટને વધારાની શક્તિ આપે છે.
હેડસેટનું વજન આશરે 545 ગ્રામ છે, જ્યારે બેટરી પેકનું વજન 302 ગ્રામ છે. એ સાથે કપાળ કુશન ડિઝાઇન લાંબા સમય સુધી પહેરવા માટે આરામદાયક છે.
જાહેરાત
જાહેરાત
Google Says Its Willow Chip Hit Major Quantum Computing Milestone, Solves Algorithm 13,000X Faster
Garmin Venu X1 With 2-Inch AMOLED Display, Up to Eight Days of Battery Life Launched in India