WhatsApp એન્ડ્રોઇડ યુઝર માટે નવું સ્ટેટ્સ ક્વેશ્ચન ફિચર લાવી રહ્યું છે. જેમાં, વપરાશકર્તા પોતાના સ્ટેટ્સ અપડેટમાં સવાલ પૂછી શકે છે.
Photo Credit: Unsplash/ Grant Davies
WhatsApp આગામી અઠવાડિયામાં વધુ વપરાશકર્તાઓ માટે સ્ટેટસ પ્રશ્નો રજૂ કરવાનું શરૂ કરી શકે છે
WhatsApp એન્ડ્રોઇડ યુઝર માટે નવું સ્ટેટ્સ ક્વેશ્ચન ફિચર લાવી રહ્યું છે. જેમાં, વપરાશકર્તા પોતાના સ્ટેટ્સ અપડેટમાં સવાલ પૂછી શકે છે. આ ફીચર ઇન્સ્ટાગ્રામનાં ક્વેશ્ચન સ્ટીકર જેવુ છે. આ ફિચરમાં વપરાશકાર સ્ટેટ્સમાં સવાલ કરી શકે છે અને બીજો વપરાશકાર જવાબ આપી શકે છે. આ ફીચર હાલમાં કેટલાંક બીટા ટેસ્ટર માટે ઉપલબ્ધ છે. જે નજીકના ભવિષ્યમાં તમામ લોકો માટે રીલીઝ કરાશે. તેમાંના જવાબ ખાનગી રહેશે અને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડથી સુરક્ષિત રહેશે. આગામી અઠવાડિયામાં વધુ વપરાશકર્તાઓ માટે રોલઆઉટ થવાની અપેક્ષા છે.WhatsApp નું સ્ટેટસ પ્રશ્ન ફીચર કેવી રીતે કામ કરે છે,WhatsApp એન્ડ્રોઇડ માટે WhatsApp બીટા 2.25.29.12 અપડેટ સાથે બીટા ટેસ્ટર્સના ડીવાઇસ માટે એક નવું સ્ટેટસ પ્રશ્ન ફીચર રજૂ કરી રહ્યું છે. આ ફીચર ક્રમશઃ રજૂ કરાશે. તેથી કેટલાક વપરાશકર્તાઓ આ બીટા રિલીઝ ઇન્સ્ટોલ કર્યા પછી પણ નવી સુવિધા જોઈ શકશે નહીં. આગામી અઠવાડિયામાં WhatsApp આ સુવિધા વધુ વપરાશકર્તાઓ માટે રજૂ કરે તેવી અપેક્ષા છે. આનાથી કંપની બગ્સ અને અન્ય સમસ્યાઓને સુધારી શકશે અને આવી રહેલા તેમના નવા ફીચર અંગે પ્રતિભાવો પણ મેળવી શકશે.
ઇન્સ્ટાગ્રામ પર પણ આવું જ ફીચર છે જેમાં, પ્રશ્ન સ્ટીકર ઉપલબ્ધ છે, જ્યાં વપરાશકર્તાઓ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોતી વખતે પ્રશ્નો પૂછીને અને જવાબ આપીને તેમના ફોલોઅર્સ અને અન્ય જોનારા સાથે વાતચીત કરી શકે છે.
આ અપડેટ સાથે, WhatsApp વપરાશકર્તાઓને તેમના સ્ટેટસ અપડેટમાં ફોટા અને વિડીયો સાથે એક નવો પ્રશ્ન બોક્સ દાખલ કરીને અન્ય વપરાશકર્તાઓ સાથે જોડશે. સામે જોનાર વ્યક્તિ તેનાં ફોનમાં પ્રશ્ન સ્ટીકર પર ટેપ કરીને અને તેમનો જવાબ લખીને પ્રશ્નનો જવાબ આપી શકશે.
ફીચર ટ્રેકર દ્વારા શેર કરાયેલા સ્ક્રીનશોટ મુજબ, એક વપરાશકર્તાને એક પ્રશ્નના એકથી વધુ જવાબો મળી શકે છે, જે વ્યૂઅર્સ લિસ્ટમાં દેખાશે.
રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે જો વપરાશકર્તાના સંપર્કોમાંથી કોઈ પાસે આ સગવડ હજુ ના હોય તો WhatsApp એક પ્રોમ્પ્ટ પ્રદર્શિત કરશે જે કહેશે કે, આ ફીચર હજુ સુધી તેઓ જે એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે તેને સમર્થન નથી કરતું. જેણે સ્ટેટ્સ પોસ્ટ કર્યું છે તેને જવાબો ખાનગીમાં જ મળશે. સ્ટેટ્સ અપડેટ કરનારને દરવખતે આવતા પ્રશ્નનું નોટિફિકેશન મળશે અને તેને તેઓ સ્ટેટ્સ અપડેટમાં મોકલી શકશે પણ મોકલનારનું નામ ખાનગી જ રહેશે.
ફીચર ટ્રેકરનાં જણાવ્યાં પ્રમાણે મુજબ, પ્રાઈવસી અને સુરક્ષા જાળવવા માટે જવાબમાં આવતા પ્રતિભાવો માત્ર મોકલનાર અને મેળવનાર જ જોઈ શકશે.
જાહેરાત
જાહેરાત