આ ફીચર ચેનલ્સમાં ઇન્ટરેક્ટિવ એંગેજમેન્ટ વધારશે અને સભ્યો વચ્ચે જ્ઞાન આધારિત મૈત્રીપૂર્ણ સ્પર્ધાનું કરશે સર્જન.
Photo Credit: Pexels/Anton
વોટ્સએપનું ચેનલ ક્વિઝ ફીચર એટેચમેન્ટ મેનૂમાં દેખાઈ શકે છે
ફીચર ટ્રેકર અનુસાર, WhatsApp હવે ચેનલ એડમિન્સ માટે નવી “ક્વિઝ” સુવિધા વિકસાવી રહ્યું છે, જે ચેનલના સભ્યો અને ફોલોઅર્સ સાથેની ઇન્ટરેક્ટિવ વાતચીતને વધુ રસપ્રદ બનાવશે. આ ફીચર “મૈત્રીપૂર્ણ સ્પર્ધા” દ્વારા જોડાણ વધારવાનો ઉદ્દેશ ધરાવે છે, જે ચેનલ્સને વધુ જીવંત અને ઇંગેજિંગ બનાવશે. હાલમાં કંપનીએ આ સુવિધા અંગે સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પરંતુ તે કેવી રીતે કાર્ય કરશે તેની પ્રથમ ઝલક પહેલેથી જ મળી ગઈ છે. Android માટેના WhatsApp Beta 2.25.30.5 અપડેટમાં આ ક્વિઝ ફીચર પરીક્ષણ હેઠળ જોવા મળ્યું છે, જ્યાં બીટા ટેસ્ટર્સ તેને અજમાવી રહ્યા છે. આ ફીચર ચેનલ એડમિનને સભ્યો સાથે ઇન્ટરેક્ટિવ રીતે જોડાવાની તક આપશે. હવે માત્ર મતદાન જ નહીં, પણ જ્ઞાનની મજા પણ આવશે!
WhatsApp ટૂંક સમયમાં ચેનલ એડમિન્સ માટે આ રસપ્રદ અને નવીન “ક્વિઝ ફીચર” આની સુવિધા સામાન્ય પોલ્સથી એકદમ અલગ હશે, કારણ કે એ માત્ર મતદાન માટે નહીં, પરંતુ ચેનલના સભ્યોના જ્ઞાનની કસોટી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. એટલે કે, હવે ચેનલ્સમાં માત્ર મત આપવો નહીં, પણ “કેટલું ખબર છે?” તે બતાવવાનો મોકો મળશે! ઉદાહરણ તરીકે, જો કોઈ વપરાશકર્તા ઓટોમોબાઈલ વિષયક ચેનલ ચલાવે છે, તો તે સભ્યોને પૂછે શકે છે “પહેલી પેટ્રોલ કારનું નામ શું હતું?” અથવા “ભારતમાં પહેલી ઇલેક્ટ્રિક કાર કઈ કંપનીએ લોન્ચ કરી હતી?” આ રીતે ચેનલમાં શીખવા અને મજા બંનેનો અનુભવ મળશે.
WABetaInfo દ્વારા શેર કરાયેલા તાજેતરના સ્ક્રીનશોટ્સ દર્શાવે છે કે આ નવી સુવિધા ચેટ વિન્ડોમાં “એટેચ” મેનૂ હેઠળ ઉપલબ્ધ થશે. એડમિન જ્યારે “Create Quiz” વિકલ્પ પસંદ કરશે, ત્યારે તે પ્રશ્ન સાથે અનેક જવાબ વિકલ્પો દાખલ કરી શકશે. હાલ વિકલ્પોની મર્યાદા અંગે સ્પષ્ટતા નથી, પરંતુ સ્ક્રીનશોટ મુજબ પાંચ સુધીના જવાબ ઉમેરવાની છૂટ મળશે. ખાસ વાત એ છે કે WhatsApp એડમિન્સને ટેક્સ્ટ સિવાય ઇમેજ આધારિત જવાબ વિકલ્પો ઉમેરવાની મંજૂરી પણ આપશે, જે ક્વિઝને વધુ ઇન્ટરેક્ટિવ અને વિઝ્યુઅલી આકર્ષક બનાવશે. આવનારા સમયમાં WhatsApp ચેનલ્સ માત્ર માહિતી આપવાનો માધ્યમ નહીં, પણ શૈક્ષણિક અને મનોરંજક કન્ટેન્ટ માટેનું નવું માધ્યમ બની શકે છે.
ક્વિઝ તૈયાર થયા પછી, તે ચેનલમાં સંદેશ તરીકે પોસ્ટ થશે, અને સભ્યો પસંદ કરેલા વિકલ્પની બાજુમાં “ચેક માર્ક” ક્લિક કરીને જવાબ આપી શકશે. રસપ્રદ વાત એ છે કે માત્ર ચેનલ સભ્યો જ નહીં, પણ ચેનલ વિઝિટર્સ પણ આ ક્વિઝમાં ભાગ લઈ શકશે.
વપરાશકર્તા એક વિકલ્પ પસંદ કરતાં જ, ક્વિઝ કાર્ડ તરત જ સાચો જવાબ દર્શાવશે. હાલ આ ફીચર બીટા સ્ટેજમાં પરીક્ષણ હેઠળ છે, અને સફળ પરીક્ષણ બાદ WhatsApp તેને આગામી અપડેટમાં રોલઆઉટ કરવાની સંભાવના છે.
જાહેરાત
જાહેરાત