એમેઝોન અગ્રણી બ્રાન્ડ્સના અદ્યતન ડિસ્પ્લે, પ્રોસેસર અને વધુ કનેક્ટિવિટી વિકલ્પ ધરાવતા સ્માર્ટ ટીવીની રેન્જમાં ડિસ્કાઉન્ટ આપી રહી છે.
Photo Credit: Amazon
એમેઝોન સેલ 2025: તમે પસંદગીના બેંક કાર્ડ્સ સાથે વધારાના ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025ની શરૂઆત થઈ ગઈ છે. તેના પ્રાઇમ મેમ્બર માટે તેને એક દિવસ અગાઉ જ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સેલમાં દશેરા અને દિવાળી પહેલા સેમસંગ અને એલજી સહિતની બ્રાન્ડના સ્માર્ટ ટીવી પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. ભાવમાં ઘટાડા ઉપરાંત ગ્રાહકને બેંક ઑફર્સ, કૂપન ડિસ્કાઉન્ટ અને નો-કોસ્ટ EMI વિકલ્પની સુવધા પણ અપાશે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઈ ગ્રાહક વધુ ભાવ ઘટાડો મેળવી શકે છે.અગ્રણી બ્રાન્ડ્સ અદ્યતન ડિસ્પ્લે, પ્રોસેસર અને વધુ કનેક્ટિવિટી વિકલ્પ ધરાવતા સ્માર્ટ ટીવીની રેન્જમાં ડિસ્કાઉન્ટ આપી રહી છે. હાલમાં સેલ હેઠળ Xiaomi નું 55 ઇંચનું X સિરીઝ 4K LED સ્માર્ટ ગુગલ ટીવી હાલમાં રૂ. 34,399 માં મળી રહ્યું છે, તેની મૂળ કિંમત રૂ. 48,999 છે. તે જ પ્રમાણે Hisense 65 ઇંચનું E7Q PRO સિરીઝ 4K અલ્ટ્રા HD સ્માર્ટ QLED ટીવી રૂ. 49,999માં મળશે. જેની મૂળ કિંમત રૂ. 98,999 છે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025માં ભારતમાં ડિસ્કાઉન્ટ સાથે રૂ. 50,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહેલા સ્માર્ટ ટીવીની એક યાદી પણ અહીં આપવામાં આવી છે.
Xiaomi 55 ઇંચ X સિરીઝ 4K LED Google TV L55MA-AIN જેની મૂળ કિંમત રૂ. 48,999 છે તે સેલ હેઠળ રૂ. 34,399માં મળશે.
Hisense 65 ઇંચ E7Q Pro સિરીઝ 4K અલ્ટ્રા HD QLED ટીવી રૂ. 98,9999 ને સ્થાને રૂ. 49,999 માં, TCL 55 ઇંચ 4K UHD smart QD- mini LED Google TV 55Q6C રૂ. 1,19,990 ને સ્થાને રૂ. 43,990 માં, Samsung 55 ઇંચ Vision AI 4K Ultra HD QLED ટીવી QA55QEF1AULXL રૂ. 75,500 ને સ્થાને રૂ. 43,990 માં, Acerpure 55 inch Swift Series UHD LED Smart Google TV AP55UG51ASFTD રૂ. 64,490 ને સ્થાને રૂ. 27,999માં મળશે.
LG 43-inch UA82 Series 4K Ultra HD Smart webOS LED TV 43UA82006LA જેની મૂળ કિંમત રૂ. 48,690 છે એ હાલમાં રૂ. 26,490 માં તેમજ Sony 43-inch Bravia 2M2 Series 4K Ultra HD Smart LED Google TV K-43S22BM2-2 રૂ. 59,900 ને સ્થાને ડિસ્કાઉન્ટ હેઠળ રૂ. 36,990માં મળશે. જેને સ્માર્ટ ટીવી ખરીદવું હોય તેને માટે આ એક સારી તક છે.
SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકોને વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ, Amazon Pay ,UPI દ્વારા કરવામાં આવતી ચુકવણી પર ડિસ્કાઉન્ટ તેમજ એક્સચેન્જ ઓફર અને નો-કોસ્ટ EMI ચુકવણીની ઓફર તો છે જ. આ સાથે Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર પણ વધારાનું 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
જાહેરાત
જાહેરાત