Photo Credit: Xiaomi
રેડમી વોચ મૂવ બ્લુ બ્લેઝ, બ્લેક ડ્રિફ્ટ, ગોલ્ડ રશ અને સિલ્વર સ્પ્રિન્ટ શેડ્સમાં આવે છે
ગયા સોમવારે Xiaomi કંપની દ્વારા Redmi Watch Move સ્માવોચને ભારતમાં લોન્ચ કરવામાં આવ હતી. આ સ્માર્ટવોચમાં તમને એમોલ્ડ ડિસ્પ્લે જોવા મળશે. તેની સાથે જ કંપની દ્વારા નવા વિવિધ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસ અલગ અલગ પ્રકારના હેલ્થ અને વેલનેસના મોનીટરીંગ ટ્રેકિંગ સાથે આવશે જે ૯૮ ટકા સુધીની એકયુરસી ધરાવશે તેવું કંપની દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટવૉચ કંપનીના યુઝરફેસ પર કાર્ય કરવાણી સાથે હિન્દી ભાષાને પણ સપોર્ટ કરશે. કંપની દ્વારા લોન લાસટીનગ બેટરી બેકઅપ 14 દિવસનું અપાયું છે. આવતા મહિના એટલે કે મએ મહિનાથી આપ વૉચને ખરીદી શકશો.જાણીએ Redmi વોચની કિંમત અને ફીચર્સ ,આ Redmi વોચના ફિચર્સ જોવા જઈએ તો તેમાં અનેક ફિચર્સ ઉપલબ્ધ છે પાણી પીવા માટેનું રિમાન્ડર, રોજના સ્ટેપ ગણાય એ સાથે 1.85-ઇંચ લંબચોરસ, 390 x 450 પિક્સેલ્સ રિઝોલ્યુશન સાથે 2.5D વક્ર AMOLED સ્ક્રીન આવેલી છે જેનો રીફ્રેશ રેટ 60Hz સુધીનો છે,600 nits ની બ્રાઈતનેસ લેવલ તે સાથે 322ppi પિક્સેલ ડેન્સિટી આવેલ છે જે 74 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો સપોર્ટ અને અલ-પ્લે રેશિયો ધરાવે છે. ટ્રેકિંગની વાત કરીએ તો આ વોચ 98.5 સુધીની ચોકસાઈ આપે છે. આ વૉચ કંપની દ્વારા અપાતાં યુઝર ઈન્ટરફેસ HyperOS પર કાર્ય કરશે. જેમાં કંપની દ્વારા ૧૪ દિવસ સુધીની બેટરી લાઈફ આપવાનો દાવો કરવામાં આવ્યો છે.
ભારતમાં કંપનીએ આ ડિવાઇસની કિંમત રૂપિયા ૧,૯૯૯ રાખી છે. આ વૉચનું વેચાણ આવતા મહિનાની પહેલી તારીખ એટલે ૧ મેથી ફ્લિપકાર્ટ અને કંપનીની અધિકૃત વેબસાઇટ ઉપરથી કરવામાં આવશે. બજારમાંઈ કંપની પોતાના સ્ટોર્સ દ્વારા ઘડિયાળનું વેચાણ શરૂ કરશે. આ ઘડિયાળ માટે પ્રિ- બુકિંગ ૨૪ એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ ઘડિયાળ બ્લુ બ્લેઝ, બ્લેક ડ્રિફ્ટ, ગોલ્ડ રશ અને સિલ્વર સ્પ્રિન્ટ કલર વિકલ્પોમાં બજારમાં આવશે.
આ સ્માર્ટ વૉચમાં ૧૪૦ કરતાં આપણ વધુ સ્પોર્ટ્સના મોડ આપવામાં આવ્યા છે. આ મોડની સાથો સાથ તેમાં હાર્ટ રેની નોંધણીથી લઈને માસિક પિરિયડ્સ માટેના ટ્રેકર પણ વૉચમાં આપવામાં આવ્યા છે. સાથે તેમાં નોટિફિકેશન અને હવામાન અપડેટ્સ પણ આપવામાં આવશે. ઘડિયાળ બ્લૂટૂથ કોલિંગ સાથે આવશે. આ સ્માર્ટ વૉચ એન્ડ્રોઇડ, IOS ઉપકરણોની સાથે MI ફિટનેસ એપ્લિકેશન સાથે જોડાણ કરવાની ક્ષમતા ધરાવે છે. ઘડિયાળમાં આપેલ સ્પીનીંગ બટન વડે યુઝરકર્તા બહુ સરળતાથી એપ્લિકેશન અને નોટિફિકેશન્સ જોઈ શકશે. ઘડિયાળમાં એન્ટિ-એલર્જી TPU સ્ટ્રેપ આપવામાં આવેલો છે સાથે જ પાણીથી ઘડિયાળને રક્ષણ આપવા IP68નું રેટિંગ અપાવામાં આવ્યું છે.
આ સ્માર્ટવૉચમાં 300mAh બેટરી બેકઅપ આપવામાં આવ્યું છે. જો ફૂલ ફિચર્સ સાથે બેટરીનો વપરાશ કરો તો ૧૦ દિવસ સુધી અને ઓલવેઝ ઓન ડિસ્પ્લે (AOD) ફિચરનો ઉપયોગ કરો તો ૫ દિવસ સુધીની બેટરી લાઇફ તમને મળશે. ઈમરજન્સીમાં યુઝરકર્તાઓ માટે અલ્ટ્રા બેટરીનો સેવર મોડ પણ જોવા મળે છે.
જાહેરાત
જાહેરાત