Photo Credit: Sony
આ ટીવી ગૂગલ ટીવી ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે અને સોની પિક્ચર્સ કોર એન્ટરટેઈનમેન્ટ એપનું બંડલ આપે છે
ગત મંગળવારના રોજ ભારતમાં Sony દ્વારા Bravia 2 II સિરીઝ લોન્ચ કરવામાં આવી હતી. આ નવું ટીવી ગૂગલ ટીવી ઓએસ દ્વારા સંચાલિત છે જેમાં 4K અલ્ટ્રા HD સ્ક્રીન આપવામાં આવી છે. આ ડિસ્પ્લે Sonyના 4K X-રિયાલિટી પ્રો પિક્ચર એન્જિન દ્વારા સંચાલિત છે. કંપની અનુસાર તેઓ નેરો બેઝલ્સ સાથે મોટી ડિસ્પ્લેના વિકલ્પો સાથે ઓફર કરવા માંગે છે. Sony Bravia 2 II સિરીઝ ટીવી સ્ક્રીનની ક્વોલિટી વધારવા માટે HDR અને HLG માટેના સપોર્ટ સાથે આવે છે.ભારતમાં Sony Bravia 2 II સિરીઝની કિંમત,ભારતમાં Sony Bravia 2 II સિરીઝની કિંમતમાં 43 ઇંચના વેરિઅન્ટ (K-43S25M2) માટે 50,990 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે આ સિરીઝમાં 55 ઇંચ, 65 ઇંચ અને 75 ઇંચ સ્ક્રીન સાઇઝના ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે 75,990 રૂપિયા, 97,990 રૂપિયા અને 1,45,990 રૂપિયા રાખવામાં આવી છે.ઓફર સાથે 5,000 નું કેશબેક પણ મળશે. સીરિઝના બધા મોડેલો સોની સેન્ટર્સ, મુખ્ય ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ અને દેશભરના ઇ-કોમર્સ પોર્ટલ પરથી ખરીદી શકાશે.
43 ઇંચ, 55 ઇંચ, 65 ઇંચ અને 75 ઇંચ સ્ક્રીન સાઈઝના ઓપ્શનમાં ઉપલબ્ધ Sony Bravia 2 II સિરીઝના ટીવી 50Hz રિફ્રેશ રેટ સાથે 4K અલ્ટ્રા HD (4,096 x 2,160 પિક્સેલ્સ) LCD પેનલ ધરાવે છે. તેઓ X1 પિક્ચર પ્રોસેસર દ્વારા કાર્યરત છે જેમાં લાઈવ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.
સોની કંપની દ્વારા કહેવાયું છે કે તેનું 4K X-રિયાલિટી પ્રો એન્જિન 4K ડેટાબેઝનો ઉપયોગ કરીને 2K અથવા પૂર્ણ HD વિઝ્યુઅલને 4K માં અપસ્કેલ કરે છે. જેમાં MotionFlow XR ટેકનોલોજી મૂળ વિઝ્યુઅલ્સ વચ્ચે વધારાની ફ્રેમ બનાવીને જે દરમિયાન ચાલતી ફ્રેમને ફાટતી બચાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ગેમર્સ માટે ટીવીમાં ઓટો લો લેટન્સી મોડ (ALLM) આપવામાં આવ્યો છે જે ગેમપ્લે માટે ગેમિંગ કન્સોલ કનેક્ટ થાય ત્યારે ઓટોમેટિકલી સેટ થઈ જાય છે.
કંપની સોની પિક્ચર્સ કોર મૂવી સેવાને બ્રાવિયા 2 II સિરીઝ સાથે કનેક્ટ કરે છે. જે સોની પિક્ચર્સ દ્વારા લેટેસ્ટ રિલીઝ તેમજ ક્લાસિક ફિલ્મોની પસંદગીના ઓપ્શન આપે છે. યુઝર્સ પ્યોર સ્ટ્રીમ સેવાનો ઉપયોગ કરીને 80Mbps સુધી HDR મૂવીઝ સ્ટ્રીમ કરી શકે છે.
Sonyના આ લેટેસ્ટ સિરીઝના ટીવી 20W આઉટપુટ સાથે ખુલ્લા બેફલ, ડાઉન-ફાયરિંગ ટ્વીન સ્પીકર્સ સાથે આવે છે. જેમાં ડોલ્બી એટમોસ અને DTS:X ઑડિઓ માટે સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટીના વિકલ્પોની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.3, ALLM અને eArc સપોર્ટ આપવામાં આવ્યો છે. જેની સાથે HDMI પોર્ટ, બે USB ટાઇપ A પોર્ટ અને એક RF પોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જાહેરાત
જાહેરાત