Croma iPhone 16e પર હાલમાં ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે નવો iPhone ખરીદવા વિચારી રહ્યા છો તો આ એક તકનો લાભ લેવો જોઈએ. ઓફર હેઠળ iPhone 16e ની ખરીદી પર રૂ. 11,500 રૂપિયાથી વધુની બચત કરી શકાશે.
ભારતમાં 60,000 રૂપિયાથી ઓછી કિંમતના શ્રેષ્ઠ સ્માર્ટફોન: Vivo X200T ની ભારતમાં કિંમત 59,999 રૂપિયાથી શરૂ થાય છે (ચિત્રમાં)
એપલ iPhone 16e ધાંસુ ફીચર્સ સાથે લોન્ચ કરાયો હતો. હાલમાં આ ફોન પર croma ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે નવો iPhone ખરીદવા વિચારી રહ્યા છો તો આ એક તકનો લાભ લેવો જોઈએ. Cromaએ iPhone 16e પર ઓફર જાહેર કરી છે જેમાં, તેની ખરીદી પર રૂ. 11,500 રૂપિયાથી વધુની બચત કરી શકાશે. આજે અમે Croma દ્વારા iPhone 16e પર અપાઈ રહેલી ડિલની માહિતી તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.
Apple iPhone 16e ભારતમાં રૂ. 59,900 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. Croma ની સત્તાવાર વેબસાઇટ પર, આ સ્માર્ટફોન હાલમાં રૂ. 52,390 માં લિસ્ટેડ છે. આમ, સીધુ રૂ. 7,510 નું ફ્લેટ ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે. આ ઉપરાંત, તમે Axis Bank અથવા ICICI Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરતી વખતે રૂ. 4,000 નું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
Apple iPhone 16e માં 6.1-ઇંચનો OLED ડિસ્પ્લે છે જેનો રિફ્રેશ રેટ 60Hz છે. ફોટોગ્રાફી માટે 2x ઓપ્ટિકલ ઝૂમ સાથે 48MP મુખ્ય કેમેરા છે. આગળના ભાગમાં, ફોનમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 12MP કેમેરા છે.
iPhone 16e કંપનીના A18 ચિપસેટ દ્વારા સંચાલિત છે. 128 GB, 256 GB અને 512 GB સ્ટોરેજ અને 8 GB રેમ મળે છે, જે ત્રીજી પેઢીના iPhone SE ની 4 GB RAM કરતા બમણી છે.
અને સ્મૂધ અનુભવ માટે ઇમેજ ક્લીનઅપ, ઇમેજ પ્લેગ્રાઉન્ડ, chat GPT ઇન્ટિગ્રેશન અને રાઇટિંગ ટૂલ્સ સહિત અનેક AI-સંચાલિત સુવિધાઓ પ્રદાન કરે છે.
Apple iPhone 16e એલ્યુમિનિયમ બિલ્ડ ધરાવે છે અને ફેસ આઈડીને સપોર્ટ કરે છે. ઉપકરણની અન્ય મુખ્ય વિશેષતાઓમાં USB-C પોર્ટ અને પાણી અને ધૂળ પ્રતિકાર માટે IP68 પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.
iPhone 16e માં એલ્યુમિનિયમ ફ્રેમ છે જેની સાથે ગ્લાસ ફ્રન્ટ અને મેટ ફિનિશ્ડ બેક ગ્લાસ છે જેમાં સિરામિક પ્રોટેક્ટિવ કોટિંગ છે. તે iPhone 13, iPhone 13 Pro અને iPhone 14 જેવા જ ડાયમેન્શન અને સાઈઝમાં આવે છે. iPhone 16e બ્લેક અને વ્હાઈટમાં મળે છે. iPhone 16e 4,005mAh બેટરી દ્વારા સંચાલિત છે. iPhone 16e માં 26 કલાક સુધીનો વિડીયો પ્લેબેક અને 90 કલાક સુધીનો ઓડીયો પ્લેબેક મળે છે.
જાહેરાત
જાહેરાત