દક્ષિણ કોરિયન સ્માર્ટફોન નિર્માતા કંપની Samsung તેની Galaxy F70 સિરીઝ આજે ભારતમાં લોન્ચ કરશે. મળતી માહિતી પ્રમાણે Samsung Galaxy F70 સિરીઝમાં ઓછામાં ઓછા બે મોડેલો હશે.
Photo Credit: Flipkart/ Samsung
સેમસંગ ગેલેક્સી F70 શ્રેણી આજે ભારતમાં જાહેર કરવામાં આવશે
દક્ષિણ કોરિયન સ્માર્ટફોન નિર્માતા કંપની Samsung તેની Galaxy F70 સિરીઝ આજે ભારતમાં લોન્ચ કરશે. સેમસંગ દ્વારા હજુ સુધી તેના લોન્ચ અને લાઇનઅપ વિશેની વિગતો જાહેર કરી નથી, ત્યારે Samsung Galaxy F70e નું રેન્ડર જોવા મળ્યું છે. તેના સ્પેસફિકેશન્સ પણ ઓનલાઈન સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે Samsung Galaxy F70 સિરીઝમાં ઓછામાં ઓછા બે મોડેલો હશે. Galaxy F70 સિરીઝમાં એક મિડ-રેન્જ અને એક બજેટ ફોન શામેલ હશે. જોકે, સેમસંગે હજુ સુધી તેના નામ જાહેર કર્યા નથી. Galaxy F70e બ્લેક કલરમાં આવશે અને તે પ્રમાણમાં જાડા બેઝલ્સ ધરાવે છે.
Samsung દ્વારા આજે ભારતમાં Samsung Galaxy F70e રજૂ કરશે. કંપનીએ 2 ફેબ્રુઆરીએ તેની નવી Galaxy F70 સિરીઝ જાહેર કરવાની જાહેરાત કર્યા પછી તરત જ આ વાત સામે આવી છે. આ ફોન ફ્લિપકાર્ટ અને સેમસંગ ઇન્ડિયા ઓનલાઇન સ્ટોર દ્વારા દેશમાં વેચાણ માટે ઉપલબ્ધ થવાની પુષ્ટિ કરવામાં આવી છે. આગામી લાઇનઅપમાં એક હેન્ડસેટ ભારતમાં રૂ. 30,000 થી ઓછી કિંમતે ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે, જ્યારે બીજાની કિંમત રૂ. 10,000 થી 15,000 ની વચ્ચે હશે.
ટિપસ્ટર સંજુ ચૌધરીનો દાવો છે કે Samsung Galaxy F70e ની કિંમત ભારતમાં 15,000 રૂપિયાથી ઓછી હશે. વધુમાં, લીકરે સ્માર્ટફોનનું કથિત રેન્ડર શેર કર્યું છે, જે તેની ડિઝાઇન દર્શાવે છે. હેન્ડસેટના આગળના ભાગમાં વોટરડ્રોપ-સ્ટાઇલ નોચ બતાવવામાં આવ્યો છે, જેમાં સેલ્ફી કેમેરા હોઈ શકે છે. તેમાં પ્રમાણમાં જાડા બેઝલ્સ પણ હોઈ શકે છે. Samsung Galaxy F70e માં જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ રહેશે. ફોનને બ્લેક ક્લરમાં દર્શાવાયો છે. તે વેગન લેધર બેક પેનલથી સજ્જ હોવાનો દાવો કરવામાં આવે છે.
Samsung Galaxy F70e માં 6.7-ઇંચ HD+ ડિસ્પ્લે હશે, જે 120Hz સુધીનો રિફ્રેશ રેટ આપશે. તે મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ દ્વારા સંચાલિત હશે. આગામી ગેલેક્સી F શ્રેણીનો સ્માર્ટફોન 6GB સુધીની રેમ અને 128GB સુધીની આંતરિક સ્ટોરેજ ઓફર કરી શકે છે.
ઓપ્ટિક્સ માટે, ગેલેક્સી F70e માં ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ હશે, જેમાં 50-મેગાપિક્સલનું પ્રાથમિક સેન્સર હશે, જે 2-મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા સાથે જોડાયેલ હશે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા હોઈ શકે છે.
તેમાં 6,000mAh બેટરી તેમજ 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આવશે. ગેલેક્સી F70eમાં સિક્યોરિટી માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર હોઈ શકે છે. તે એન્ડ્રોઇડ 16 પર આધારિત સેમસંગના One UI 8 પર ચાલશે. તેને સ્ટોરેજ વિસ્તરણ માટે માઇક્રોએસડી કાર્ડ સપોર્ટ મળી શકે છે. ગેલેક્સી F70e ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP54 રેટિંગ સાથે આવશે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report