સ્વિમ સ્ટ્રોક અને લેપ ડિટેક્શનમાં તેની 95 ટકા ચોકસાઈ જોવા મળશે

1.47-ઇંચ AMOLED લંબચોરસ ડિસ્પ્લે સાથે મળી રહેશે Huawei Band 10

સ્વિમ સ્ટ્રોક અને લેપ ડિટેક્શનમાં તેની 95 ટકા ચોકસાઈ જોવા મળશે

Photo Credit: Huawei

હુવેઇ બેન્ડ 10 પોલિમર અને એલ્યુમિનિયમ એલોય કેસ વેરિઅન્ટમાં આવે છે

હાઇલાઇટ્સ
  • Huawei Band 10 તરવૈયાઓ માટે સારા એવા ફિચર્સ પ્રદાન કરે છે
  • ઊંઘ, તણાવ, શ્વાસ, ઈમોશનલ વેલ બીઇંગ અને સમયસર વેલ રહેવા સમયસર સૂચનો આપશે
  • Huawei Band 10 માં મળશે 5ATM વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ
જાહેરાત

Huawei Band 10 અનેક ફિચર્સ તેમજ સુવિધાઓ સાથે થયો ભારતમાં લોન્ચ. આ સ્માર્ટ બેન્ડ 14 દિવસ સુધીની બેટરી લાઇફ સાથે થયો છે લોન્ચ જેમાં અનેક કેસ વિકલ્પો પણ જોવા મળે છે જેમકે પોલિમર અને એલ્યુમિનિયમ એલોય કેસ.
આ બેન્ડમાં ઇમોશનલ વેલબીઇંગ આસિસ્ટન્ટ સાથે પણ આવે છે. જે વપરાશકર્તાના હેલ્થના ધ્યાન રાખવા માટે મદદરૂપ કરે છે.આ સ્માર્ટ બેન્ડ ફેબ્રુઆરી મહિનામાં અન્ય વૈશ્વિક બજારોમાં રજૂ થયું હતું. એ સાથે બેન્ડના ડિસ્પ્લેની વાત કરીએ તો તે 1.47-ઇંચ AMOLED લંબચોરસ આકારમાં ડિસ્પ્લે જોવા મળશે.જાણો ભારતમાં Huawei Band 10 ની કિંમત અને તેના ફિચર્સ ,કલર જોવા જઈએ તો આ બેન્ડ કાળા તેમજ ગુલાબી કલરના મળશે જેમાં પોલિમર કેસ મળશે અને વાદળી, લીલો, મેટ બ્લેક, જાંબલી અને સફેદ રંગોમાં એલ્યુમિનિયમ કેસમાં જોવા મળશે. આ બેન્ડ એમઝોન તેમજ અન્ય વેબસાઈટ પર પણ ખરીદી માટે મળી રહેશે

આ બેન્ડની કિંમત જોવા જઈએ તો તે અલગ અલગ કેસ મુજબ અલગ અલગ કિંમતમાં જોવા મળશે જેમાં પોલિમર કેસના વિકલ્પ માટે તેની કિંમત રૂ. 6,499 થી શરૂ થાય છે, જ્યારે એલોય બોડી માટે આ વેરિયન્ટની કિંમત રૂ.6,999 છે. કંપની એ 10 જૂન સુધી એક ઑફર આપી છે કે આ સ્માર્ટ બેન્ડ ડિસ્કાઉન્ટ પ્રાઈમમાં મળશે જેની કિંમત જોઈએ તો તે પોલિમર અને એલ્યુમિનિયમ વર્ઝનની અનુક્રમે રૂ. 3,699 અને રૂ. 4,199 રહેશે. બેન્ડ 1.47-ઇંચ AMOLED લંબચોરસ ડિસ્પ્લે મળી રહેશે જે 194×368 પિક્સેલ રિઝોલ્યુશન ધરાવે છે અને 282ppi પિક્સેલ ઘનતા જે હંમેશા-ઓન ડિસ્પ્લે સપોર્ટ સાથે જોવા મળે છે. બેન્ડની બોડી જોઈએ તો તે 8.99 મીમી જાડાઈ અને 14 ગ્રામ વજન ધરાવે છે.

અન્ય ફીચર્સમાં જોવા જઈએ તો આ બેલ્ટ સ્ક્રિન ટચ સ્ક્રીન છે એ સાથે તેમાં નેવિગેશન માટે સાઈડ બટન આપ્યું છે તે 100 ટકા વર્કઆઉટ મોડ્સ જેવા કે દોડવું, સાયકલિંગ, યોગા, સ્વિમિંગ તેમજ એક્સીલેરોમીટર, ગાયરોસ્કોપ અને મેગ્નેટોમીટર ધરાવે છે. એ સાથે આ બેન્ડ 5ATM વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે Android અને iOS બંને ઉપકરણો સાથે બંધબેસે છે. હેલ્થની કાળજી માટે તેમાં ઓપ્ટિકલ હાર્ટ રેટ,બ્લડ-ઓક્સિજન લેવલ (SpO2) અને સ્લીપ-હાર્ટ રેટ વેરિએબિલિટી (HRV) વિકલ્પ મળશે જે,ઊંઘ, તણાવ, શ્વાસ, ઈમોશનલ વેલ બીઇંગ અને સમયસર વેલ રહેવા સમયસર સૂચનો આપે છે.

કંપની જણાવે છે કે આ બેન્ડ નવ-અક્ષ સેન્સર અને AI-સમર્થિત સ્ટ્રોક ઓળખ આપે છે જેનાથી તરવૈયાઓ સ્વિમ સ્ટ્રોક અને લેપ ડિટેક્શનમાં 95 ટકા પાક્કી માહિતી પૂરી પાડે છે જે તરવૈયાઓ માટે સારો વિકલ્પ છે. બેન્ડ ને એક વખત ચાર કર્યા બાદ 14 દિવસ સુધી ચાલે છે અને તે 45 મિનિટ સુધીમાં ફૂલ ચાર્જ થઈ જાય છે. પાંચ મિનિટ ક્વિક ચાર્જ કરો તો તેની બેટરી 2 દિવસ સુધી ચાલે છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એપલને તેના 2026 આઇફોન લાઇનઅપ માટે કિંમતો વધારવાની ફરજ પડી શકે છે
  2. આગામી છ મહિનામાં Oppo દ્વારા અનેક ફ્લેપશીપ સ્માર્ટફોન લોન્ચ કરાશે
  3. iOS 26 લીક થયેલા કોડમાં નવા સ્માર્ટ હોમ ડિવાઇસ, નવા હેલ્થ+, સિરી, ફોટા ફીચર્સ લોન્ચ કરવાના સંકેતો
  4. અપડેટેડ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ પર 200 મિલિયન નવા ડિજિટલ વપરાશકર્તાઓ જોડાશે.
  5. વનપ્લસ દ્વારા સત્તાવાર રીતે નવી 'ટર્બો' (Turbo) સ્માર્ટફોન સિરીઝની જાહેરાત કરવામાં આવી
  6. ઓપ્પોએ ચીનમાં Oppo Reno 15c સ્માર્ટફોન લોન્ચ કર્યો છે
  7. વનપ્લસ 15R ભારતમાં 17 ડિસેમ્બરે લોન્ચ થશે
  8. ફોક્સકોન લુઇસવિલે, કેન્ટુકીમાં $174 મિલિયનના કહર્ચે ઉત્પાદન એકમ શરૂ કરશે
  9. મેમરી સપ્લાયની અછતના પરિણામે 16GB રેમ ધરાવતા ફોન બંધ થઈ શકે
  10. રિલાયન્સ જિયોએ "હેપ્પી ન્યૂ યર 2026" હેઠળ ત્રણ નવા પ્લાન લોન્ચ કર્યા
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »