પોર્ટ્રોનિક્સ દ્વારા ભારતમાં અત્યંત કોમ્પેક્ટ પ્રોજેક્ટર લોન્ચ કરાયું. બીમ 540 પ્રોજેક્ટર 4,000 લૂમેન્સ સુધીની બ્રાઇટનેસને સપોર્ટ કરશે
Photo Credit: Portronics
પોર્ટ્રોનિક્સ બીમ 540 12 મહિનાની વોરંટી સાથે આવે છે
પોર્ટ્રોનિક્સ દ્વારા ભારતમાં અત્યંત કોમ્પેક્ટ પ્રોજેક્ટર લોન્ચ કર્યું છે. પોર્ટ્રોનિક્સ બીમ 540 પ્રોજેક્ટર 4,000 લૂમેન્સ સુધીની બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. જેના કારણે પ્રકાશ હોય તેવા રૂમમાં પણ તે સ્પષ્ટ પિક્ચર દર્શાવી શકશે. કંપની દ્વારા સત્તાવાર જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટર પર કંપની 12 મહિનાની વોરંટી પણ ઓફર કરી રહી છે. ભારતમાં આ પ્રોજેક્ટર પોટ્રૉનિક્સની વેબસાઇટ, એમેઝોન, ફ્લિપકાર્ટ, અને કેટલાક રિટેલ સ્ટોરમાં પણ મળી શકશે. કંપની દ્વારા તેની ડિઝાઇન આકર્ષક અને કોમ્પેક્ટ બનાવી છે. ભારતમાં તે રૂ. 9,499માં મળી શકશેપોર્ટ્રોનિક્સ બીમ 540ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ:પોર્ટ્રોનિક્સ ના સતાવાર અહેવાલ પ્રમાણે આ પ્રોજેક્ટર 4,000 સુધીના લૂમેન્સની બ્રાઇટનેસને સપોર્ટ કરતું હોવાથી તે લાઈટ હોય તેવા રૂમમાં પણ સ્પષ્ટ છબી દર્શાવી શકશે. 720p ધરાવતું કન્ટેન્ટ આ પ્રોજેક્ટર દ્વારા 4K રિસોલ્યુશનમાં જોઈ શકાશે.
તેમાં OTT એપ્સ જેમકે, નેટફ્લિક્સ, પ્રાઇમ વીડિયો, તેમજ યુટ્યુબ પહેલેથી જ ઇન્સ્ટોલ કરાયા છે તેમજ તે એન્ડ્રોઇડ 13 પર ચાલે છે. પ્રોજેક્ટર દ્વારા ૨ મીટર દૂર 62 ઇંચ, 2.5 મીટરના અંતરે 80 ઇંચ અને 2.8 મીટરના અંતરે 100 ઇંચની ઇમેજ દર્શાવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જેમ વધુ મોટી ઇમેજ હોય તેને દર્શાવવા માટે વધુ અંતરની જરૂર પડતી હોય છે.
પોર્ટ્રોનિક્સ બીમ 540નું આ સ્માર્ટ પ્રોજેક્ટર ઓટો ફોકસ સપોર્ટ ધરાવે છે જેના કારણે વધુ સ્પષ્ટ છબી ઉભરી શકશે. તેમાં ઇનબિલ્ટ સ્પીકર, ઇનબિલ્ટ ટેમિસ્કોપિક સ્ટેન્ડ છે. આ સાથ જ તેમાં ઈન્ટેલિજન્ટ કુલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. પ્રોજેક્ટરમાં સ્માર્ટ વર્ટિકલ ઓટો કીસ્ટોન કરેક્શન પણ આપવામાં આવ્યું છે જેના કારણે પ્રોજેક્ટર ઇન્ટરનલ અલ્ગોરિધમનો ઉપયોગ કરી ઇમેજને વ્યવસ્થિત કરી દર્શાવશે.
પોર્ટ્રોનિક્સ બીમ 540 ટેલિસ્કોપિક સ્ટેન્ડ ધરાવે છે અને તેને કારણે તે આસાનીથી તે ટેબલ ઉપર, દીવાલ પર કે સિલીંગ પર ગોઠવી શકાય છે. તે LED લેમ્પ સાથે આવશે જેના કારણે તે 30,000 કલાકની બેટરી લાઈફ આપી શકશે. તેમાં ડ્યુઅલ ટર્બો કૂલિંગ સિસ્ટમ હોવાથી તે તાપમાનને જાતે જ નિયંત્રિત કરી શકશે અને વધુ ગરમી અને રંગ ઝાંખા થતા અટકાવી શકશે. પ્રોજેક્ટર વાઇ-ફાઇ બ્લૂટૂથ કનેક્ટિવિટી, તેમજ એચડીએમઆઈ, યુએસબી અને વાયર્ડ કનેક્શન માટે AUX પોર્ટને પણ સપોર્ટ કરે છે. તેમાં 3W ના સ્પીકર અને તેમાં બહારથી ઓડિયો ડિવાઇસ લગાવી પણ કામગીરી લઈ શકાય છે. આમ, એકદમ નાના એવા આ સ્માર્ટ પ્રોજેક્ટર ને કિંમતમાં પણ સસ્તું રાખવામાં આવ્યું છે અને એકદમ લેટસ્ટ ટેકનોલોજી સાથે બજારમાં મૂકવામાં આવ્યું છે.
જાહેરાત
જાહેરાત