એમેઝોન સ્પેશ્યલ દિવાળી સેલમાં ઇલેક્ટ્રિક ટૂથબ્રશ પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 23 સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને હવે તેમાં દિવાળી માટે સ્પેશ્યલ સેલ જાહેર કરાયું છે.

એમેઝોન સ્પેશ્યલ દિવાળી સેલમાં ઇલેક્ટ્રિક ટૂથબ્રશ પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

Photo Credit: Xiaomi

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 માં પ્રથમ 48 કલાકમાં 3.8 કરોડ મુલાકાતો જોવા મળી

હાઇલાઇટ્સ
  • એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 પૂરજોશમાં ચાલી રહ્યું છે
  • ઇલેક્ટ્રિક ટૂથબ્રશ પર આકર્ષક ઓફર
  • SBI કાર્ડ દ્વારા ચુકવણી પર વધારાના 10 ટકાની છૂટ
જાહેરાત

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 23 સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને હવે તેમાં દિવાળી માટે સ્પેશ્યલ સેલ જાહેર કરાયું છે. અનેક લોકો તેમાં અપાયેલા ભાવ ઘટાડાનો લાભ લઈ રહ્યા છે. સેલ હેઠળ સ્માર્ટફોન, ટેબ્લેટ, સ્માર્ટવોચ, ઇયરફોન, સ્પીકર્સ, પ્રોજેક્ટર, સ્માર્ટ ટીવી, ફ્રીજ, એરકન્ડિશનર્સ, લેપટોપ, તેમજ મિક્સર જેવા હોમ એપ્લાયન્સિસ સહિત વિવિધ ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે.ઇલેક્ટ્રિક ટૂથબ્રશ પર ડિસ્કાઉન્ટ,આ તમામ ગેજેટ્સ ઉપરાંત, ઇલેક્ટ્રિક ટૂથબ્રશ પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હજુસુધી મોટાભાગના લોકો સામાન્ય મેન્યુઅલ ટૂથબ્રશ જ વાપરે છે પણ જ્યારે આપણે ઇલેક્ટ્રિક ટૂથબ્રશના ફાયદા જોઈએ તો, તેમાં, બ્રિસ્ટલ સ્વચાલિત અને ઝડપી હોય છે આથી, પ્રીતિમિનિટ હાથ કરતા વધુ ગતિથી દાંતને સાફ કરે છે. આ ઉપકરણો મુશ્કેલ જગ્યાએથી દાંત સાફ કરવા અને પેઢાના સ્વાસ્થ્યને અનુકૂળ આવે તેવા બનાવવામાં આવે છે.

ઘણા ઇલેક્ટ્રિક ટૂથબ્રશમાં બિલ્ટ-ઇન ટાઈમર પણ હોય છે જેથી તમે ડેન્ટિસ્ટના જણાવ્યા પ્રમાણે બે મિનિટ માટે બ્રશ કરી શકો, તેમાનું પ્રેશર સેન્સર જે તમારા પેઢાને વધુ પડતા બ્રશ કરવાથી સુરક્ષિત રાખે છે. તમે પણ જો ઇલેક્ટ્રિક ટૂથબ્રશ તરફ વળવા માંગતા હોય તો આ એક ઉત્તમ સમય છે. એમેઝોન પર ચાલી રહેલા સેલમાં તમને જાણીતી બ્રાન્ડ જેમકે, ઓરલ-બી, કેરસ્મિથ અને અગારો વગેરેના ઇલેક્ટ્રિક ટૂથબ્રશ ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે.

આ સેલ દરમ્યાન તમને SBI ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી પર વધારાના 10 ટકાની છૂટ પણ મળે છે. આજે અમે અહીં તમારા માટે કેટલાક ટૂથબ્રશ પર આપવામાં આવેલા ડિસ્કાઉન્ટની માહિતી એકત્ર કરી છે.

Oral-B Pro 3નો ભાવ રૂ. 4,199 છે તે એમેઝોન પર હાલમાં રૂ. 2,099માં મળી રહ્યું છે.

Oral-B Vitality Pro હાલમાં રૂ. 2,499ને બદલે સેલ હેઠળ રૂ. 1,749માં મળી રહ્યું છે. Agaro Cosmic Lite રૂ. 1,999 ને સ્થાને રૂ. 679માં મળશે.

Caresmith Spark Inifinity જેનો ભાવ રૂ. 4,000 છે તે ડિસ્કાઉન્ટમાં રૂ. 1,198માં મળી રહ્યું છે. આ ઉપરાંત Perfora Pro Oscillating રૂ. 1,799 ને બદલે હાલમાં રૂ. 1,499 માં તેમજ Colgate Proclinical 150 રૂ. 999 ને બદલે ઘટાડા સાથે રૂ. 627માં મળી રહ્યું છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »