OnePlus Bullets વાયરલેસ Z3 10 મિનિટના ચાર્જ સાથે 27 કલાક સુધીનો પ્લેબેક સમય પ્રદાન કરે છે.
Photo Credit: OnePlus
વનપ્લસ બુલેટ્સ વાયરલેસ ઝેડ3 મામ્બો મિડનાઇટ અને સામ્બા સનસેટ કલર વેરિઅન્ટમાં આવે છે
ગયા ગુરુવારના રોજ OnePlus Bullets Wireless Z3 માર્કેટમાં લૉન્ચ થયો હતો. વાયરલેસ નેકબેન્ડની સીરિઝમાં આ ઈયરફોન એક ચાર્જ પર 36 કલાકની બેટરી લાઇફ આપે તેવો દાવો કંપની દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ આ ઇયરફોનમાં 12.4mm ડ્રાઈવર્સ આપેલા છે જે AI સંચાલિત બેક્ડ કોલ નોઈસ કેન્સલેશનની સુવિધા આપે છે. આ નેક બેન્ડમાં મેગ્નેટિક ઇયારબડ્સ ની સાથે ફિઝિકલ બટન્સ આપેલા છે જે ડસ્ટ અને વોટર રઝિસ્ટન્સ માટે IP 55નું રેટિંગ ધરાવે છે. આ ડીવાઈસ ગૂગલ ફાસ્ટ પેરને પણ સપોર્ટ કરે છે. નોંધનીય છે કે માર્ચ 2022માં લોન્ચ થયેલ Bullets Wireless Z2 નું આ અપડેટ વર્ઝન છે.
ભારતની વાત કરીએ તો આ Wireless ઇયરબડ્સની કિંમત 1699 રૂપિયા રાખવામાં આવી છે. જે મેમ્બો મિડનાઈટ અને સાંબા સનસેટના કલર ઓપ્શનમાં અવેલેબલ છે. જેની ખરીદી તમે એમેઝોન, ફ્લિપકાર્ટ, મિંત્રા, વન પ્લસની વેબસાઈટ તેમજ ક્રોમા, રિલાયન્સ, વિજય સેલ્સ અને બજાજ ઇલેક્ટ્રોનિક્સ જેવા રિટેલ સ્ટોર્સ પરથી કરી શકશો.
OnePlus Bullets Wireless Z3 ઈયરફોન 12.4mmના ડાયનેમિક બાઝ ડ્રાઈવર્સ ધરાવે છે. જે સ્પેશિયલ 3D ઓડિયોનો અનુભવ કરાવે છે. સાથે જ ડીવાઈસમાં AI બેક્ડ એન્વાયર્મેન્ટલ નોઇઝ કેન્સલેશન (ENC) સપોર્ટ કરે છે. આ સાથે જ ઈયરબડ્સમાં 4 EQ મોડ આપવામાં આવ્યા છે. જેમાં બેલેન્સ્ડ, સેરેનેડ, બાઝ અને બોલ્ડનો સમાવેશ થાય છે. આ સાથે જ હે મેલોડી એપ દ્વારા યુઝર્સ બાઝ લેવલને પણ કસ્ટમાઇઝ કરો શકશે.
આ વાયરલેસ ઈયરફોન બ્લૂટુથ 5.4 કનેક્ટિવિટી, ગૂગલ ફાસ્ટ પેરિંગ તેમજ આવ અને SBC ઓડિયો કોડેક્સ ધરાવે છે. ફિઝિકલ બટનનો ઉપયોગ કરી એક જ ક્લિકથી વોલ્યુમ અપ - ડાઉન, કોલ્સ રિસિવ કરવા અને સ્માર્ટફોનમાં વોઇસ આસિસ્ટન્ટમે ઍક્સેસ કરી શકો છો. કંપની અનુસાર ઈયરફોનને સ્કીન ફ્રેન્ડલી સિલિકોનથી બનાવવામાં આવ્યા છે. જેમાં ડસ્ટ અને વોટર રઝિસ્ટંસી માટે IP55નું રેટિંગ આપવામાં આવ્યું છે.
કંપનીનું કહેવું છે કે બુલેટ્સ વાયરલેસ Z3 ઈયરફોન માત્ર એક જ ચાર્જ પર 36 કલાક સુધીની બેટરી લાઇફ ધરાવે છે. 10 મિનિટના ફાસ્ટ ચારજિંગ સાથે 27 કલાક સુધીનું પ્લેબેક યુઝર્સને મળે છે. ડીવાઈસ 220mAh બેટરી અને ટાઇપ C ચાર્જિંગ પોર્ટ ધરાવે છે.
જાહેરાત
જાહેરાત
Scientists Unveil Screen That Produces Touchable 3D Images Using Light-Activated Pixels
SpaceX Expands Starlink Network With 29-Satellite Falcon 9 Launch
Nancy Grace Roman Space Telescope Fully Assembled, Launch Planned for 2026–2027