Photo Credit: CMF By Nothing
CMF બડ્સ 2 પ્લસ (ચિત્રમાં) વાદળી અને આછા રાખોડી રંગમાં ઉપલબ્ધ છે
ભારતમાં સોમવારે CMF Buds 2, Buds 2a અને Buds 2 Plus TWS ઇયરફોન ભારતમાં કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. ડિવાઇસ સાથે આપેલ કેસની સાથે 50dB એક્ટિવ નોઈસ કેન્સલેશન (ANC) અને 61 કલાકથી વધુની બેટરી લાઈફ હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ નવા Buds Nothingન X eplikeshan અને ડ્યુઅલ ડિવાઇસ કનેક્ટીવીની સુવિધા પૂરી પાડે છે. આ Buds ગયા વર્ષે જુલાઇ મહિનામાં CMF Buds Pro 2 હેન્ડસેટને લોન્ચ કરવામાં આવ્યા હતા તેવી જ ડિઝાઇન ધરાવે છે.ભારતમાં CMF 2, 2a અને 2 Plusની કિંમત,ભારતમાં CMF Buds 2aની કિંમત 2199 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે CMF Buds 2 અને Buds 2 Plusની વાત કરીએ તો અનુક્રમે 2699 અને 3299 રૂપિયાની કિંમત રાખવામાં આવી છે. ઓલ ઓવર દેશમાં આપ ફ્લિપકાર્ટ દ્વારા આ Budsની ખરીદી કરી શકાશે.
CMF Buds 2 અને Buds 2a ડાર્ક ગ્રે અને ઓરેંજ કલરમાં મળશે. જ્યારે Budss 2 Plus જોઈએ તો તે બ્લ્યુ અને લાઇટ ગ્રે કલરમાં મળશે.
CMF Buds 2 ડાયરેક ઓપ્ટીયો ટ્યુનિંગ સાથે N52 મેગ્નેટ, 11mm PMI ડ્રાઈવર સાથે આવશે. જ્યારે Buds 2aમાં ડાયરેક ટ્યુનિંગ સાથે 12.4mm બાયો-ફાઇબર ડ્રાઇવર મળશે. બીજી તરફ Buds 2 Plus Hi-Res વાયરલેસ ઑડિયો સર્ટિફિકેશન, LDAC સપોર્ટ સાથે 12mm LCP ડ્રાઇવરોની સાથે મળશે. જે પ્યોર ટોન ઓડિયોમેટ્રી ટેસ્ટના દ્વારા કસ્ટમાઇઝ્ડ પર્સનલ સાઉન્ડની પ્રોફાઇલની સુવિધા આપશે.
કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, CMF Buds 2a 42dB ANCને સપોર્ટ કરે છે જે ટ્રાન્સપરંટ મોડ દ્વારા કાર્યરત છે. કંપની કહે છે કે એન્ટ્રી-લેવલ બડ્સ 2a 42dB ANC ને સપોર્ટ કરે છે અને તે પારદર્શિતા મોડ દ્વારા સંચાલિત છે. બેઝ વેરિઅન્ટ એડેપ્ટિવ મોડ સાથે 48dB હાઇબ્રિડ ANC દ્વારા કાર્યરત છે અને તેનું Plus વેરિઅન્ટ 50dB ANCને સપોર્ટ કરે છે.
CMF Buds 2 સિરીઝના Budsમાં વિન્ડ નોઈસ રિડક્શન 3.0, અલ્ટ્રા બાસ ટેક્નોલોજી 2.0 અને નોઈસ રીદક્ષણ ફીચર્સ સાથે આપવામાં આવ્યું છે. Buds 2aમાં ક્લિયર વોઈસ ટેકનોલોજી દ્વારા સપોર્ટેડ 4HD માઈક્સ આપવામાં આવ્યા છે. જ્યારે Budsના 2 plus વેરિયન્ટમાં ક્લિયર વોઈસ ટેકનોલોજી 3.0 સાથે 6 HD માઇક યુનિટ આપવામાં આવ્યા છે.
Budsની સીરિઝમાં 460mAhની બેટરી આપવામાં આવી છે, Buds 2aમાં ઈયરબડ દીઠ 43mAhનો સેલ આપવામાં આવ્યો છે. જ્યારે Buds 2 અને 2 Plusમાં ઈયરબડ દીઠ 53mAhનો સેલ આપવામાં આવ્યો છે. Buds 2 a ANC વગર 8 કલાક સુધી અને કેસ સાથે 35 કલા, Buds 2માં 13.5 કલાકની બેટરી લાઈફ જ્યારે કેસ સાથે 55 કલાક સુધી, Buds 2 Plusમાં 14 કલાક અને કેસની સાર્થે 61.5 કલાક સુધીની બેટરી લાઈફ હોવાનું કહેવામાં આવ્યું છે.
જાહેરાત
જાહેરાત