મીડિયાટેકે તેનું નવું ઓટોમોટિવ કોકપિટ પ્રોસેસર, ડાયમેન્સિટી કોકપિટ P1 અલ્ટ્રા સત્તાવાર રીતે રજૂ કર્યું છે. આ પ્રોસેસર ખાસકરીને કારમાં ઉપયોગ માટે બનાવવામાં આવ્યું છે
Photo Credit: MediaTek
મીડિયાટેકે ડાયમેન્સિટી કોકપિટ P1 અલ્ટ્રા સત્તાવાર રીતે રજૂ કર્યું
લંમીડિયાટેકે તેનું નવું ઓટોમોટિવ કોકપિટ પ્રોસેસર, ડાયમેન્સિટી કોકપિટ P1 અલ્ટ્રા સત્તાવાર રીતે રજૂ કર્યું છે. આ પ્રોસેસર ખાસકરીને કારમાં ઉપયોગ માટે બનાવવામાં આવ્યું છે અદ્યતન 4nm મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પર બનેલી આ ચિપ હાઈ પરફોર્મન્સ, મજબૂત AI કેપેબિલિટી અને વધુ સારી ઇન-કાર એન્ટરટેન્ટમેન્ટ ફીચરને પ્રાથમિકતા આપે છે. મીડિયાટેક કહે છે કે આ ચિપનો ઉપયોગ કરતા પ્રથમ કાર મોડેલ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. મીડિયાટેકે જણાવ્યું કે, ડાયમેન્સિટી કોકપિટ P1 અલ્ટ્રા ત્રણ વર્ઝનમાં આવશે - 5G, 4G અને Wi-Fi મોડલ - બધામાં 8-કોર CPU અને 6-કોર GPU હશે.
P1 Ultra એક શક્તિશાળી 8-કોર સીપીયુ સાથે આવે છે જે 175K DMIPS સુધી કમ્પ્યુટિંગ પાવર આપે છે. ગ્રાફિક્સ માટે, મીડિયાટેકે હાર્ડવેર-લેવલ રે-ટ્રેસિંગ GPU ઉમેર્યું છે જે 1800 GFLOPS સુધીની કામગીરી આપે છે. AI ની વાત કરીએ તો, P1 Ultra માં 23 TOPS ની ક્ષમતા ધરાવતું સમર્પિત NPU છે, તે એજ-સાઇડ જનરેટિવ AI પણ ચલાવી શકે છે. Armv9 આર્કિટેક્ચર અને બિલ્ટ-ઇન AI યુનિટ્સને કારણે, ચિપ કારની અંદર સીધા 7-બિલિયન-પેરામીટર મોટા લેંગ્વેજ મોડેલને સપોર્ટ કરે છે.
આને કારણે, તમે અપેક્ષા રાખી શકો છો કે તે એડવાન્સ્ડ વૉઇસ આસિસ્ટન્ટ્સ, મલ્ટિમોડલ ઇન્ટરેક્શન્સ, ઑન-ડિવાઇસ ઇમેજ જનરેશન (જેમ કે સ્ટેબલ ડિફ્યુઝન) જેવા ફીચર્સને હેન્ડલ કરશે. તે ક્લાઉડ સપોર્ટ વિના AI-આધારિત સેફ્ટી મોનિટરિંગ પણ હેન્ડલ કરશે.
મીડિયાટેકે ઓટોમેકર્સ માટે ડેવલપમેન્ટ ટાઇમ ઘટાડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. P1 અલ્ટ્રા સ્માર્ટ કોકપિટ, કનેક્ટિવિટી મોડ્યુલ અને T-BOX જેવા અનેક કોમ્પોનેન્ટને એક જ પ્લેટફોર્મમાં એકીકૃત કરાયા છે.
તે 5G, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ, GNSS ને સપોર્ટ કરે છે અને તેમાં બિલ્ટ-ઇન મોડેમ છે. કેમેરા માટે, AI નોઇઝ રિડક્શન, AI 3A અને અન્ય સુધારાઓ સાથે HDR ISP છે. આ 360-ડિગ્રી સરાઉન્ડ વ્યૂ, ડ્રાઇવિંગ રેકોર્ડર અને કેબિન મોનિટરિંગ જેવા ફીચર્સને મદદ કરે છે.
P1 અલ્ટ્રા એન્ટરટેઇન્ટમેન્ટ માટે એકસાથે છ ડિસ્પ્લે સુધી સપોર્ટ કરે છે, અને મીડિયાટેકની MiraVision ટેકની મદદથી, તે 4K 60fps વિડિઓ પ્લેબેક અને રેકોર્ડિંગને હેન્ડલ કરી શકે છે. આનો અર્થ એ છે કે કાર ડ્રાઇવર, પેસેન્જર અને પાછળની સીટ એન્ટરટેઇન્ટમેન્ટ સિસ્ટમો માટે મલ્ટી-સ્ક્રીન સેટઅપ ઓફર કરી શકે છે, જે બધા એક જ ચિપ દ્વારા સંચાલિત છે. મીડિયાટેક ડાયમેન્સિટી P1 અલ્ટ્રા કોકપીટનો ઉપયોગ કરતા વાહનો ટૂંક સમયમાં આવવાની અપેક્ષા છે
જાહેરાત
જાહેરાત
Redmi Pad 2 Pro, Redmi Buds 8 Pro Could Launch in China Soon