મેટાએ EssilorLuxottica સાથે ભાગીદારીમાં બનાવેલ Ray-Ban Gen 1 સ્માર્ટ ચશ્માનું ભારતમાં આજથી વેચાણ શરૂ કર્યું છે, જે Amazon India, Flipkart અને Reliancedigital.in પર ઉપલબ્ધ છે
Photo Credit: Amazon
"હે મેટા" નો ઉપયોગ કરીને ચશ્મા સાથે કનેક્ટ થઈ શકાય છે
Ray-Ban Gen 1 સ્માર્ટ ચશ્માનું ભારતમાં પદાર્પણ થયું છે. મેટાએ આજથી, 21 નવેમ્બરથી એમેઝોન, ફ્લિપકાર્ટ અને Reliancedigital.in દ્વારા ભારતમાં EssilorLuxottica સાથે ભાગીદારીમાં બનાવેલા Ray-Ban Gen 1 સ્માર્ટ ચશ્માનું વેચાણ શરૂ કર્યું છે. તેમાં બિલ્ટ ઇન કેમેરા આવતા હોવાથી તમે તેના દ્વારા ઇમેજ ક્લિક કરી શકો છો.
તેને આ વર્ષે મે મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતા અને તેની કિંમત રૂ. 29,900 થી શરૂ થાય છે. આ ચશ્મા Ray-Ban.com પરથી તેમજ દેશભરના અગ્રણી ઓપ્ટિકલ અને સનગ્લાસ સ્ટોર્સ દ્વારા ખરીદી શકો છો.
હાલમાં તે રૂ. 22,920 ની અસરકારક કિંમતે ઉપલબ્ધ છે, જેમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને Reliancedigital.in તરફથી 20% ડિસ્કાઉન્ટ અને બેંક ઓફરનો સમાવેશ થાય છે. કંપનીએ જણાવ્યું કે, આ ઓફર 1 ડિસેમ્બરના રોજ સમાપ્ત થાય છે. તેના EMI દર મહિને રૂ. 1,919 થી શરૂ થાય છે.
રે-બેન મેટા જનરલ 1માં ફ્રેમ અને લેન્સમાં અનેક વિકલ્પ આપવામાં આવ્યા છે. તેની મુખ્ય વિશેષતા મેટા એઆઈ સાથે ઇન્ટિગ્રેશન છે, જે વપરાશકર્તાઓને પૂછપરછ, માહિતી મેળવવા તેમજ હાથના ઉપયોગ વગર તેને કંટ્રોલ કરવાની છે. તેમાં, હેન્ડ્સ-ફ્રી કંટ્રોલ માટે વૉઇસ કમાન્ડ "હે મેટા" નો ઉપયોગ કરીને ચશ્મા સાથે કનેક્ટ થઈ શકાય છે.
આ કલેક્શનમાં ક્લાસિક રે-બેન ફ્રેમ સ્ટાઇલ છે અને પ્રિસ્ક્રિપ્શન, સન, પોલરાઇઝ્ડ અને ટ્રાન્ઝિશન લેન્સ માટે વિકલ્પો પ્રદાન કરે છે. ચશ્મા કોમ્પેક્ટ ચાર્જિંગ કેસ આપવામાં આવ્યું છે. પ્રાઇવસીનું ધ્યાન એક વિઝિબલ કેપ્ચર LED ઇન્ડિકેટર દ્વારા રાખવામાં આવ્યું છે. જે કેમેરાનો ઉપયોગ કરતા ચાલુ થાય કે. આથી, નજીકના લોકોના ધ્યાનમાં રેકોર્ડિંગ થઈ રહ્યું હોવાનું આવી શકે છે.
"રીસ્ટાઇલ" ફીચર: તહેવારોની મોસમ માટે ઉપલબ્ધ, "રીસ્ટાઇલ" ફીચર વપરાશકર્તાઓને "હે મેટા, રિસ્ટાઇલ આ" કમાન્ડનો ઉપયોગ કરીને લાઇટિંગ, રંગ અને ઉજવણી થીમ્સ તેમના પીક્ચરમાં કરી શકે છે.
Upi Lite Payments: Meta UPI Lite Payments પરીક્ષણ કરવાની યોજના ધરાવે છે. આ ફીચર વપરાશકર્તાઓને QR કોડ જોઈને અને "હે મેટા, સ્કેન અને પે" કમાન્ડ આપીને INR 1,000 કરતા ઓછી રકમની તાત્કાલિક ચુકવણી કરવાની મંજૂરી આપશે. તેનો હેતુ ગ્લાસ દ્વારા સીધા સરળ અને સુરક્ષિત માઇક્રો-ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવાનો છે
స్మార్ట్వాచ్ టీజర్తో పాటు OnePlus 15R ను కూడా ప్రివ్యూ చేసింది. ఇది భారతదేశంలో త్వరలో నలుపు, ఆకుపచ్చ రంగులలో లాంచ్ కానుంది. బహుశా రాబోయే OnePlus Ace 6T అనుకూలీకరించిన వెర్షన్గా ఉండవచ్చు
જાહેરાત
જાહેરાત
Redmi Pad 2 Pro, Redmi Buds 8 Pro Could Launch in China Soon