iQOO 13, iQOO Neo 10R, iQOO Z10x સહિતના ઘણા હેન્ડસેટ ઘટાડેલી કિંમતે ખરીદી કરવાનો લ્હાવો મળશે.
Photo Credit: iQOO
એમેઝોનનો આગામી પ્રાઇમ ડે 2025 સેલ 12 જુલાઈથી 14 જુલાઈ સુધી ચાલશે
Amazon Prime Day 2025 Sale 12 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ સેલ ૧૪ જુલાઈ સુધી ચાલશે. જેમાં, ઘણા સ્માર્ટફોન જેમકે, iQOO 13, iQOO Neo 10R, iQOO Z10x તેમજ અન્ય કેટલાક હેનસેટ ઓચાહ ભાવે ખરીદવાનો લાભ મળશે. iQOO 13માં નવો લોન્ચ થયેલો Ace Green કલર પણ એમેઝોન પ્રાઇમ સેલ દરમ્યાન ખરીદી શકાશે. iQOO દ્વારા એમેઝોન પ્રાઈમ ડે 2025 સેલમાં માં ઘણા સ્માર્ટફોન મોડેલ પર ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે. આ ઓફરનો લાભ 12 જુલાઈથી 14 જુલાઈ સુધી ચાલનારા સેલ દરમ્યાન મળી શકશે. સેલમાં આ સાથે iQOO Neo 10, Neo 10R, iQOO Z10, iQOO Z10x અને Z10 Liteમાં પણ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકાશે. પ્રાઇમ સેલ ઇવેન્ટ દરમ્યાન iQOO 13 નો Ace Green કલરનો સ્માટફોન પણ ખરીદી શકાશે.
ભારતમાં હાલમાં iQOO 13 સ્માર્ટફોનમાં Legend અને Nardo Grey કલરમાં ઉપલબ્ધ છે. કંપનીનું હાલનું જાણીતું મોડેલ iQOO 13 ભારતમાં ઘટાડેલી કિંમત રૂ. 52,999 મળી શકશે. 12GB + 256GB અને 16GB + 512GB વેરિઅન્ટના સ્માર્ટફોન ભારતમાં અનુક્રમે રૂ. 54,999 અને Rs. 59,999 માં લોન્ચ કરાયા છે. હવે 12 જુલાઈથી શરૂ થઈ રહેલા સેલ દરમ્યાન Ace Green કલર પણ ઉપલબ્ધ કરાયો છે.
iQOO 13 iQOO 13 6.82-inch નો છે અને તેમાં 144Hz 2K LTPO AMOLED ડિસ્પ્લે છે અને બાઈટનેસનું સ્તર 1,800 nits સુધીનું છે. સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ, ખાસ Q2 ગેમિંગ ચિપ, 7,000 sq mm વેપર ચેમ્બર, 6,000mAh બેટરી સજ્જ છે આ સાથે તેમાં 120W નું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ પણ છે.
તેના કેમેરાની ક્ષમતા જોઈએ તો, 50 મેગાપિક્સલ ટ્રિપલ રિઅર કેમેરા આપવામાં આવ્યું છે. iQOO Neo 10 ane iQOO Neo 10R ભારતમાં અનુક્રમે રૂ. 31,999 અને Rs. 26,999માં લોન્ચ કરાયા હતા તે આ સેલ દરમ્યાન ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર પછી રૂ. 26,999 અને Rs. 23,499 માં ખરીદી શકાશે. iQOO Z10 કે જેમાં 8GB રેમ 128GB સ્ટોરેજ ધરાવતા ફોનનો ભાવ રૂ. 21,999 છે તેને આગામી પ્રાઇમ ડે સેલમાં રૂ. 19,999માં ખરીદી શકાશે. તેમાં 6GB રેમ અને 128G સ્ટોરેજનો વિકલ્પ પણ છે જે રૂ. 13,499 છે તે રૂ. 12,749માં મળશે.
જાહેરાત
જાહેરાત