Lava Agni 4 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. 50MP ડ્યુઅલ કેમેરા, 7,000mAh બેટરી, MediaTek Dimensity 8350 ચિપસેટ અને 120Hz FHD+ ડિસ્પ્લે જેવી ફીચર્સ સાથે આ ફોન મિડ-રેન્જ સેગમેન્ટમાં સ્પર્ધા વધારશે. ₹25,000થી ઓછી કિંમતમાં સારા પરફોર્મન્સની અપેક્ષા છે
                Photo Credit: Lava
Lava Agni 4: 50MP, 7000mAh, Dimensity 8350, 120Hz, under ₹25K
Lava ટૂંક સમયમાં ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Lava Agni 4 લોન્ચ કરવા તૈયાર છે. કંપનીએ આ મિડ-રેન્જ હેન્ડસેટનું ટીઝર જાહેર કર્યું છે, જેમાં તેનું સૌથી મોટું હાઇલાઇટ એ છે કે તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ જોવા મળે છે. ચર્ચા એવી છે કે આ ફોનની શરૂઆતની કિંમત ભારતીય બજારમાં રૂ. 25,000થી ઓછી રહેશે, જેથી આ કેટેગરીમાં સ્પર્ધા વધુ તેજ બનવાની છે.સામાન્ય રીતે સ્માર્ટફોનમાં વર્તીકલ કેમેરા મોડ્યુલ જોવા મળે છે, પરંતુ Agni 4 નો કેમેરા પીલ શેપ (Horizontal pill-shape) ડિઝાઇનમાં હશે, જે Nothing Phone 2a જેવી જલક આપે છે. આ મોડ્યુલમાં બે 50MP રીઅર સેન્સર, મધ્યમાં AGNI બ્રાન્ડિંગ, તેમજ ઉપર ડ્યુઅલ-LED ફ્લેશ આપવામાં આવે છે. તેના આધારે અપેક્ષા છે કે આ ફોન ફોટોગ્રાફી અનુભવને મિડ-રેન્જ સેગમેન્ટમાં નવા માપદંડ સુધી લઈ જશે.
કંપનીના ટીઝર વચ્ચે, આ હેન્ડસેટ IECEE સર્ટિફિકેશન વેબસાઇટ પર પણ જોવા મળ્યો છે. ત્યાં LBP1071A મોડેલ નંબર સાથે દેખાયેલા સ્માર્ટફોનને જ Agni 4 ગણવામાં આવી રહ્યો છે. લિસ્ટિંગ દર્શાવે છે કે ડિવાઇસમાં 7,000mAh સુધીની Lithium-Polymer બેટરી આપવામાં આવશે. જે તેના પૂર્વવર્તી Agni 3 ની 5,000mAh બેટરી કરતાં નોંધપાત્ર સુધારો છે. જોવું રસપ્રદ થશે કે આ વખતની બેટરી ફાસ્ટ ચાર્જિંગ અંગે શું ઓફર કરે છે.
સ્પષ્ટીકરણોની વાત કરીએ તો, અહેવાલો અનુસાર Lava Agni 4માં 6.78-ઇંચનું Full HD+ ડિસ્પ્લે આપવામાં આવશે, જેમાં 120Hz રિફ્રેશ રેટ હશે. આ સ્મૂથ સ્ક્રોલિંગ અને વધુ ચોખ્ખો વિઝ્યુઅલ અનુભવ આપશે. અંદરથી આ ફોન MediaTek Dimensity 8350 ચિપસેટ દ્વારા સંચાલિત હોવાનું કહેવાઈ રહ્યું છે, જેની સાથે UFS 4.0 સ્ટોરેજ સપોર્ટ મળશે એટલે કે એપ લોડિંગ, હાઇ-સ્પીડ ટ્રાન્સફર અને પ્રદર્શનમાં વધુ તેજી અપેક્ષિત છે.
સેલ્ફી અને વિડિયો કોલ્સ માટે, ફોનમાં 16MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. સિસ્ટમ Android 14 પર ચાલશે એવું માનવામાં આવે છે.
ભલે લોન્ચ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટીઝર અને સર્ટિફિકેશન બંનેથી સ્પષ્ટ છે કે Lava Agni 4 ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશવાનો છે. તેના પૂર્વવર્તી Agni 3 ની કિંમત ₹20,999 (8GB + 128GB) હતી, તેથી નવો મોડેલ 25,000થી ઓછી કિંમતે આવે તો, આ સેગમેન્ટમાં આકર્ષક ડીલ સાબિત થઈ શકે છે
જાહેરાત
જાહેરાત