Realme GT 8 Pro ભારતમાં નવેમ્બરમાં લોન્ચ થશે

ચીની સ્માર્ટફોન નિર્માતાએ જાહેરાત કરી હતી કે તે નવેમ્બરમાં ભારતમાં તેનો ફ્લેગશિપ Realme GT 8 Pro લોન્ચ કરશે. Realme GT 8 Pro દેશમાં ફ્લિપકાર્ટ અને કંપનીના ઓનલાઈન સ્ટોર દ્વારા ઉપલબ્ધ થશે.

Realme GT 8 Pro ભારતમાં નવેમ્બરમાં લોન્ચ થશે

Photo Credit: Realme

Realme GT 8 સિરીઝમાં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર છે

હાઇલાઇટ્સ
  • Realme GT 8 સિરીઝ રિકો GR-ટ્યુન્ડ રીઅર કેમેરા યુનિટ સાથે આવશે
  • દેશમાં ફ્લિપકાર્ટ અને કંપનીના ઓનલાઈન સ્ટોર દ્વારા ઉપલબ્ધ થશે
  • ઓક્ટા કોર 3nm સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ દ્વારા સંચાલિત
જાહેરાત

Realme GT 8 Pro ભારતમાં નવેમ્બરમાં લોન્ચ થશે. Realme GT 8 સિરીઝના ચીનમાં રજૂ થયેલા સ્માર્ટફોનમાં Qualcomm ના Snapdragon 8 Elite Gen 5 ચિપ અને HyperVision AI ચિપનો ઉપયોગ કરાયો છે. આથી, ભારતમાં પણ સમાન સુવિધા સાથે આવશે. તે રિકો GR-ટ્યુન્ડ રીઅર કેમેરા યુનિટ સાથે આવશે. Realme GT8 સિરીઝ, Android 15 પર આધારિત રીયલમી UI 6.0 પર ચાલે છે.Realme GT 8 Pro ભારતમાં ક્યારે લોન્ચ કરાશે,ચીની સ્માર્ટફોન નિર્માતાએ જાહેરાત કરી હતી કે તે નવેમ્બરમાં ભારતમાં તેનો ફ્લેગશિપ Realme GT 8 Pro લોન્ચ કરશે. Realme GT 8 Pro દેશમાં ફ્લિપકાર્ટ અને કંપનીના ઓનલાઈન સ્ટોર દ્વારા ઉપલબ્ધ થશે.

Realme GT 8 Pro કિંમત

ચીનમાં આવેલી આ ટેક કંપનીએ ત્યાંના બજારમાં 21 ઓક્ટોબરે વેનીલા Realme GT 8 અને Realme GT 8 Pro લોન્ચ કર્યા હતા. 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથેના ફોનની કિંમત CNY 3,999 (લગભગ રૂ. 50,000) છે, ત્યારે 16GB રેમ અને 1TB સ્ટોરેજ સાથે આવતા ટોપ-ઓફ-ધ-લાઇન વેરિઅન્ટની કિંમત CNY 5,199 (લગભગ રૂ. 64,000) છે. તે વાદળી, સફેદ અને લીલા રંગમાં ઉપલબ્ધ છે. કંપનીએ હજુ સુધી દેશમાં વેનીલા Realme GT 8 ની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી નથી.

ચીનમાં, Realme GT 8 Pro માં 6.79-ઇંચ QHD+ (1,440×3,136 પિક્સલ્) AMOLED ફ્લેક્સિબલ ડિસ્પ્લે છે જેનો રિફ્રેશ રેટ 144Hz સુધી, 7,000 nits ની પીક બ્રાઇટનેસ, 1.07 બિલિયન કલર્સ, 508ppi પિક્સેલ ડેન્સિટી અને 3,200Hz ટચ સેમ્પલિંગ રેટ છે. તે Qualcomm ના ઓક્ટા કોર 3nm સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે 16GB સુધી LPDDR5X RAM અને 1TB સુધી UFS 4.1 ઇન્ટરનલ સ્ટોરેજ સાથે જોડાયેલ છે. તે 7,000mAh બેટરી અને 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સ્પોર્ટ કરશે.

તેમાં સ્કાય કોમ્યુનિકેશન સિસ્ટમ અને સ્કાય સિગ્નલ ચિપ S1 છે, જે નબળા નેટવર્ક પર પણ 25% વધુ સારું સિગ્નલ પ્રદાન કરે છે.

આ ફોન WiFi 7, બ્લૂ ટૂથ 6.0, NFC અને 21 ગ્લોબલ 5G બેન્ડને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે, તેમાં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »