Vivo ની સબ-બ્રાન્ડ iQOO એ તેનો iQOO Neo 11 ગુરુવારે ચીનમાં લોન્ચ કર્યો છે.
Photo Credit: iQOO
iQOO Neo 11 Snapdragon 8 Elite ચિપસેટ સાથે લોન્ચ થવાની શક્યતા છે
Vivo ની સબ-બ્રાન્ડ iQOO એ તેનો iQOO Neo 11 ગુરુવારે ચીનમાં લોન્ચ કર્યો છે. iQOO એ તેના ગેમર-કેન્દ્રિત Neo સિરીઝમાં વધુ એક સ્માર્ટફોન રજૂ કર્યો છે જે, સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ પર ચાલે છે. તે 7,500mAh બેટરી અને 2K રિઝોલ્યુશન અને 144Hz સુધીના રિફ્રેશ રેટ સાથે 6.82-ઇંચ AMOLED ડિસ્પ્લેથી સજ્જ છે. iQOO Neo 11 ચીનમાં ચાર કલરમાં મળશે. ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગે તેને IP68 અને IP69 રેટિંગ મળ્યું છે.iQOO Neo 11 કિંમત, ઉપલબ્ધતા,iQOO Neo 11 સ્માર્ટફોનની કિંમત 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે CNY 2,599 (આશરે રૂ. 32,500) થી શરૂ થાય છે. 12 જીબી રેમ અને 512 GB , 16 GB રેમ અને 256 GB સ્ટોરેજ , 16 GB રેમ અને 512 GB સ્ટોરેજ તેમજ , 16 GB રેમ અને 1 TB સ્ટોરેજ સાથે આવતા ફોનની કિંમત અનુક્રમે 2,999 યુઆન (આશરે રૂ. 38,500), 2,899 યુઆન (આશરે રૂ. 36,૦૦૦), 3,299 યુઆન (આશરે રૂ. 41,000) અને 3,799 યુઆન (આશરે રૂ. 47,000)) રાખવામાં આવી છે.
iQOO Neo 11 હાલમાં ચીનમાં કંપનીની વેબસાઇટ દ્વારા ફેસિંગ ધ વિન્ડ, ગ્લોઇંગ વ્હાઇટ, પિક્સેલ ઓરેન્જ અને શેડો બ્લેક (ચાઇનીઝમાંથી અનુવાદિત) કલરમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.
ડ્યુઅલ સિમ (નેનો+નેનો) iQOO Neo 11 એન્ડ્રોઇડ 16-આધારિત OriginOS 6 પર ચાલે છે અને તેમાં 144Hz સુધીના રિફ્રેશ રેટ અને 510ppi પિક્સેલ ઘનતા સાથે 6.82-ઇંચ 2K (1,440×3,168 પિક્સેલ્સ) LTPO AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લે 2,592Hz PWM ડિમિંગ, 3,200Hz ટચ સેમ્પલિંગ રેટ અને 25.4ms ટચ રિસ્પોન્સ ટાઇમ પ્રદાન કરે છે.
iQOO Neo 11 સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ, 16GB સુધી LPDDR5x રેમ અને મહત્તમ 1TB UFS 4.1 સ્ટોરેજ સાથે જોડાયેલ છે. AnTuTu બેન્ચમાર્ક ટેસ્ટમાં આ ફોનને 3.54 મિલિયનથી વધુ પોઈન્ટ્સ મળ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. તે iQOO ના સ્વ-વિકસિત મોન્સ્ટર સુપર-કોર એન્જિન સાથે આવે છે, જે iQOO 15 માં દર્શાવવામાં આવ્યું છે, અને ગેમિંગ માટે કંપનીની Q2 ચિપ પણ છે.
iQOO Neo 11 માં 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,500mAh બેટરી છે. તે લગભગ 163.37×76.71×8.05mm માપે છે અને તેનું વજન લગભગ 216 ગ્રામ છે.
iQOO Neo 11 માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં OIS સાથે 50-મેગાપિક્સલનો 1/1.56-ઇંચનો મુખ્ય કેમેરા (f/1.88) અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ f/2.2) કેમેરા છે. ફ્રન્ટ કેમેરા 16-મેગાપિક્સલનો છે. તે થર્મલ મેનેજમેન્ટ માટે 8K વેપર ચેમ્બર સાથે આવશે.
કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, Wi-Fi 7, Bluetooth 5.4, GPS, GLONASS, GALILEO, BeiDou, NFC, GNSS, QZSS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે.
ઓથેન્ટીફિકેશન માટે અલ્ટ્રાસોનિક 3D ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy A57 Model Number Reportedly Surfaces on Company's Test Server
Arc Raiders Hits Over 300,000 Concurrent Players on Steam After Launch