Photo Credit: Honor
Honor GT Pro માં 50-મેગાપિક્સલનો સેલ્ફી શૂટર છે
ગત બુધવારના રોજ ચીનમાં Honor GT Pro લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા સ્માર્ટફોન બ્રાન્ડની GT સિરીઝમાં નવો સ્માર્ટફોન ઉમેરવામાં આવ્યો છે. ડિવાઇસમાં 90Wના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 7200mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં આપને 16GB RAM અને 1TB સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનમાં સ્નેપડ્રેગણ 8 ઇલાઇટ ચિપઆવી છે. હેન્ડસેટમાં 50MPના ત્રિપલ રીયર કેમેરા યુનિટ સાથે 50MPનો સેલ્ફી કેમેરો પણ અપાયો છે. ફોનને ડસ્ટ અને પાણીથી રક્ષણ માટેના IP68+IP69 રેટિંગ્સ આપવામાં આવ્યા છેHonor GT Pro હેન્ડસેટ કિંમત,ફોનની કિંમત કરીએ તો 12GB+256GB રેમ અને સ્ટોરેજ વિકલ્પ માટેની અંદાજિત કિંમત 43000 રાખવામાં આવી છે. જ્યારે 12GB+512GB, 16GB+512GB અને 16GB+1TBણઆ વેરિયન્ટની કિંમત અનુક્રમે 46000, 50000 અને 56000 રૂપીઆ સુધીની હશે. જે બર્નિંગ સ્પીડ ગોલ્ડ, આઇસ ક્રિસ્ટલ અને ફેન્ટમ બ્લેક કલરના વિકલ્પોમાં બજારમાંથી ખરીદી શકાશે
ફોનમાં સયુઆલ નેનો સિમનો સપોર્ટ આપવામાં આવ્યો છે જે એન્ડ્રોઇડ 15 સાથે MagicOS 9.0 પર ચાલે છે. ડિવાઇસમાં કંપની દ્વારા 144Hzના રિફ્રેશ રેટ સાથેની 6.78 ઇંચની ફુલ HD+ LTPO OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનની ડિસ્પ્લેમાં ટચ સેમ્પલિંગ રેટ 2700Hz સાથે મેક્સીમાં બ્રાઇટનેસ લેવલ 6000nits અને 4.20Hzની PWM વેલ્યુ સાથેની ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં ગેમિંગ માટે પોલોરાઇઝડ આઈ પ્રોટેક્શન ગેમિંગ સ્ક્રીનમાં જાયન્ટ રાઈનો ગ્લાસ કોટિંગ આપવામાં આવ્યો છો. ફોનમાં આર્ડેનો 830 GPU સાથે ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ આપવામાં આવી છે જેની ઉપર ફોનનો સંપૂર્ણ કાર્યભાર મૂકવામાં આવ્યો છે.
કેમેરાની વાત કરી તો ડિવાઇસમાં ત્રિપાલ રીયર કેમેરા યુનિટ આપવામાં આવેલો છે જેમાં મુખ્ય કેમેરો 50MPનો વાઈડ એંગલ OIS સેન્સર સાથે આવે છે જેમાં 1/1.56 ઈંચનો સોનીનો લેન્સ મળશે જે f/1.95 અપર્ચર સાથે અપાયો છે. આ કેમરા યુનિટની સાથે અલ્ટ્રાવાઈડ કેમેરો, 50x સુધીનું ડિજિટલ ઝૂમ, 3x સુધીનું ઓપ્ટિકલ ઝુમ અને ટેલિફોટો સેન્સર સાથે 50MPનો કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 50Mનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમ બ્લૂટૂથ 5.4, GPS, Glonass, NFC, OTG, Wifi 7 અને USB ટાઇપ C પોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે સેન્સરમાં જોવા જૉઇએ તો એક્સેલરોમીટરથી લઈને પ્રૉકસીમિટી સુધીના તમામ સેન્સર આપવામાં આવ્યા છે.
આ ઉપરાંતની જો વાત કરી તો ડિવાઇસમાં પોતાની RF ચિપ C1+ આપવામાં આવી છે. જે સિગ્નલોનું જોડાણ વિકસાવવામાં મદદ કરે છે. સાથે જ ઈહએન્ડસેટમાં 90Wના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સાથે 7200mAhની બેટરી પણ જોવા મળે છે. જેની સાથે કંપની પોતાની E2 ચિપ પણ પ્રદાન કરી છે.
જાહેરાત
જાહેરાત