એમેઝોન હાલમાં Samsung Galaxy S24 FE ડિસ્કાઉન્ટ પર આપી રહ્યો છે. જો તમે રૂ. 40,000 રૂપિયાથી ઓછા બજેટમાં સેમસંગ ડિવાઇસ શોધી રહ્યા છો, તો આ ડિલ તમારા માટે તક લઈને આવી છે. Samsung Galaxy S24 FE સપ્ટેમ્બર 2024માં લોન્ચ થયો હતો.
Photo Credit: Samsung
ફ્લિપકાર્ટ બાય બાય 2025 સેલ 10 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે
એમેઝોન હાલમાં Samsung Galaxy S24 FE ડિસ્કાઉન્ટ પર આપી રહ્યો છે. જો તમે રૂ. 40,000 રૂપિયાથી ઓછા બજેટમાં સેમસંગ ડિવાઇસ શોધી રહ્યા છો, તો આ ડિલ તમારા માટે તક લઈને આવી છે. Samsung Galaxy S24 FE સપ્ટેમ્બર 2024માં લોન્ચ થયો હતો. ગેલેક્સી S26 સિરીઝના લોન્ચ પહેલા સેમસંગ ગેલેક્સી S24FE એમેઝોન પર અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે. બેંક ઑફર્સનો સમાવેશ કર્યા પછી ગ્રાહકો આ ડિવાઇસ પર રૂ. 23,285 બચાવી શકાશે. આ ડિવાઇઝ લોન સમયે રૂ. 59,999 માં લિસ્ટેડ કરાયો હતો. જો તમે સેમસંગ ગેલેક્સી S24 FE પર અપગ્રેડ કરવા માંગતા હો, તો આ મોકો મૂકશો નહીં.
Samsung Galaxy S24 FE એમેઝોન પર રૂ. 37,849 માં ઉપલબ્ધ છે, જે રૂ. 59,999 ના લોન્ચ ભાવ કરતા મોટો ઘટાડો છે. ગ્રાહકો એમેઝોન પે ICICI બેંક કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 1,135 સુધીની બચત પણ કરી શકે છે, જેનાથી કિંમત રૂ. 37,000 ની નીચે આવી જાય છે. હાલમાં તે Pixel 9a જેવા સ્પર્ધકો કરતા ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે. તમે તમારા જૂના ડિવાઈઝને એક્સચેન્જ ઓફર હેઠળ આપી શકો છો. જેની કિંમત તેની કાર્યકારી પરિસ્થિતિઓ, બ્રાન્ડ, બિલ તારીખ સહિતના પરિબળોના આધારે મળશે. એક્સચેન્જ હેઠળ તમે રૂ. 35,950 સુધીની કિંમત મેળવી શકો છો.
આ ડિવાઇઝ તમે રૂ. 1,331 પ્રતિ મહિનાથી શરૂ થતા EMI પર પણ ખરીદી શકો છો. તેમાં સાથે ફાઇલ ચાર્જ અને અન્ય ફી ચૂકવવા પડી શકે છે. તમે વધુ ચૂકવણી કરીને એક્સટેન્ડેડ વોરંટી અને અન્ય એડ-ઓન પણ મેળવી શકો છો.
સેમસંગ ગેલેક્સી S24 FE 6.7-ઇંચ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે સાથે 120Hz રિફ્રેશ રેટ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેક્શન સાથે આવે છે. તેમાં સેમસંગ એક્ઝીનોસ 2400e પ્રોસેસર છે જે 8 GB RAM અને 128GB અથવા 256GB ના સ્ટોરેજ વિકલ્પો સાથે જોડાયેલ છે. તેની ચિપસેટ સક્ષમ હોવાથી તમે લાંબી રમત સેશન સારીરીતે રમી શકો છો. ડિવાઈઝ મલ્ટીટાસ્કિંગમાં પણ સારું કામ આપે છે. તેમાં, 4,700 mAh બેટરી અને 25W ચાર્જિંગ સપોર્ટ છે. વપરાશકારને સિંગલ ચાર્જમાં પૂરો દિવસ બેટરી લાઈફ આપે છે.
કેમેરાની વાત કરીએ તો, ઉપકરણ OIS સાથે 50MP મુખ્ય સેન્સર, 12MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 8MP ટેલિફોટો લેન્સ ઓફર કરે છે.
જાહેરાત
જાહેરાત
YouTube’s Auto-Dubbing Is Now Available to All Users With 27 Supported Languages, New Features