Photo Credit: Huawei
Huawei Enjoy 80 એઝ્યોર બ્લુ, ફીલ્ડ ગ્રીન, ગોલ્ડ બ્લેક અને સ્કાય વ્હાઇટ શેડ્સમાં આવે છે
મંગળવારે ચીનના બજારમાં Huawei Enjoy 80ને કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં 6620mAhની બેટઋ આપવામાં આવે છે. ડિવાઇસ સાથે આપવામાં આવેલ પાવર એડોપ્ટર વડે 40W પર ચાર્જ કરી શકાય છે. ફોનમાં મુખ્ય કેમેરા 50MPનો અને ફ્રન્ટનો સેલ્ફી કેમેરા 8 MPનો આપવામાં આવ્યો છે. ફોન HarmonyOS 4.0 પર કાર્ય કરશે જેમાં 8GBની રેમ અને 512GB ની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. લોન્ચ થયેલા આ નવા હેન્ડસેટમાં ફોનના જૂના વર્ઝન Enjoy 70 ની જેમ જ Enjoy X બટન આપવામાં આવ્યું છે.Huawei Enjoy 80ની કિંમત,આ હેન્ડસેટમાં 8GB+128GBના બેઝ વેરિયન્ટ માટેની કિંમત CNY 1199 લગભગ 14000 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 256GB અને 512GB સ્ટોરેજના વેરિયન્ટની કિંમત અનુક્રમે લગભગ 16,300 અને 19,800 રાખવામાં આવી છે. આ ફોન ચાર રંગોમાં ચાઈનાં ઈ સ્ટોર પરથી ખરીદી શકાય છે જેમાં એઝયોર બ્લૂ, ફિલ્ડ ગ્રીન, ગોલ્ડ બ્લેક અને સ્કાઈ વ્હાઇટ રંગનો સમાવેશ થાય છે.
ડિવાઇસમાં 6.67 ઈંચની ફુલ HD+ LCD સ્ક્રીન આપવામાં આવી છે. ફોનની આ સ્ક્રીન 90Hz રિફ્રેશ રેટ સાથે 1000nits સુધીની હાઇ બ્રાઇટનેસ અને 264ppiની પીક્સલ ડેન્સિટી સાથે બજારમાં આવશે. ડિવાઇસમાં અપાયેલી ચિપસેટ અંગે હજુ કામોની દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફોનમાં 8GB RAM સાથે 512GB સુધીનું ઓનબોર્ડ સ્ટોરેજ જોવા મળશે.
ઓપ્ટિક્સ માટે ફોનમાં f/1.8 અપર્ચર સાથેનો 50 MPનો LED ફ્લેશલાઇટ અને સેન્સર સાથેનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે હેનડેટમાં f/2.0 અપર્ચર સાથેનો 8MPનો ફ્રન્ટ કેમેરો જોવા મળે છે. હેન્ડસેટને ડસ્ટ અને વોટર પ્રૂફ બનાવવા માટે IP64નું રેટિંગ આપવામાં આવ્યું છે.
ડિવાઇસમાં 40Wના સુપર ચાર્જના સપોર્ટ સાથે 6620mAhની બેટરી આપવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રીન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ક્વીક એક્સેસની માટે Enjoy X બટન આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લૂટૂથ 5.1, WiFi 5, 3.5mmનો હેડફોન જેક અને USB ટાઈપ C પોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફોનમાં IR બ્લાસ્ટર પણ આપવામાં આવ્યું છે જેનો ઉપયોગ તમે ઘરના ઉપકરણો માટેના યૂનિવર્સલ રિમોટ તરીકે કરી શકો છો.
Huawei Enjoy 80ના બ્લેક, બ્લૂ અને ગોલ્ડ કલરના મોડલની સાઇઝ 166.05x76.58x8.25mm છે. જ્યારે ફોકસ લેધર બેક પેનલવાળા ગ્રીન વેરિયન્ટની સાઇઝ 8.33mm રાખવામાં આવી છે.
જાહેરાત
જાહેરાત