iQOO 15 ફોન લોન્ચ થાય તે અગાઉ જે તેનો ડમી ફોન જોવા મળી રહ્યો છે. તેમાં, ફોનની પૂરી ડિઝાઇન તો જાણવા મળતી નથી પણ ફોન ફ્લેટ ડિસ્પ્લે ધરાવે છે.
Photo Credit: GSM Arena
આવનારું iQOO 15 અફવાઓમાં ચર્ચામાં, અપ્રકાશિત ફ્લેગશિપ વિશે ઘણું જાણવા મળ્યું છે
iQOO 15 ફોન લોન્ચ થાય તે અગાઉ જે તેનો ડમી ફોન જોવા મળી રહ્યો છે. તેમાં, ફોનની પૂરી ડિઝાઇન તો જાણવા મળતી નથી પણ ફોન ફ્લેટ ડિસ્પ્લે ધરાવે છે. તેમાં, બેઝલ્સ જોવા મળતા નથી તેમજ બેકસાઇડ મોટો કેમેરા મોડ્યુલ છે. તેની આસપાસ LED રિંગ અથવા કદાચ સફેદ રંગની રિંગ દેખાય છે. ફોન અંગે અવારનવાર આવતી માહિતી મળે છે અને તે પ્રમાણે iQOO 15 ફોનમાં સ્નેપડ્રેગન 8 Elite Gen 5 આપવામાં આવ્યું છે તેમજ 2K રિઝોલ્યુશન સાથે AMOLED ડિસ્પ્લે હશે. તેમાં, 6,000 નિટ્સ સુધીની બ્રાઇટનેસ હશે. પેનલ પર રિફ્લેક્શન કોટિંગ હશે. ફોનમાં 8K વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ હશે.
iQOO 15માં 7,000 થી 7,999 mAh ની વચ્ચે હશે અને તેમાં 100W વાયર્ડ ચાર્જિંગ હશે. તે iQOO 15 માં 16GB સુધીની RAM અને 1TB સ્ટોરેજ હશે. ડ્યુઅલ સ્પીકર્સ અને મોટી વાઇબ્રેશન મોટરનો સમાવેશ થાય છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 1/1.5 ઇંચનો સેન્સર, પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને અલ્ટ્રાવાઇડ કેમેરા હશે.
iQOO 15 Ultra માં 6.85 ઇંચ ફ્લેટ Samsung 2K LTPO પેનલ હોઈ શકે છે. જેમાં ખૂબ જ પાતળા બેઝલ્સ હશે. આ ડિસ્પ્લે પોલ-લેસ પોલરાઇઝેશન રિમૂવલ, એન્ટિ-રિફ્લેક્ટીવ કોટિંગ અને નવી LIPO પેકેજિંગ ટેકનોલોજી હેઠળ બનાવાશે. સ્ક્રીન ક્લિયર રહે છે અને સિગ્નલ પર કોઈ અસર થતી નથી. આ iQOO ફોન સિરીઝમાં અત્યાર સુધીનું સૌથી મોંઘુ ડિસ્પ્લે પેનલ હોવાનું માનવામાં આવે છે. iQOO 15 પ્રો મોડેલ અથવા તો iQOO 15 અલ્ટ્રા મોડેલ સાથે રજૂ કરાશે તેવું મનાઈ રહ્યું છે. આ ફોન તેના અગાઉ ગયા વર્ષે લોન્ચ થયેલા iQOO 13 અનુગામી બની રહે તેવી ધારણા છે.
iQOO 15 ઓક્ટોબરની આસપાસ ચીનમાં લોન્ચ થવાની શક્યતા છે અને ભારતમાં તે ડિસેમ્બર અથવા આગામી વર્ષની શરૂઆતમાં રજૂ થશે. iQOO 13 ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીનમાં અને ડિસેમ્બરમાં ભારતમાં લોન્ચ કરાયો હતો અને તેના 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 54,999 રાખવામાં આવી હતી.
જાહેરાત
જાહેરાત