iQOO 15 ટૂંક સમયમાં જ ભારતીય બજારમાં ઉપલબ્ધ થશે. iQOO 15ને 20 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરાયો છે.
Photo Credit: iQOO
iQOO 15 માં 32-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે
iQOO 15 ટૂંક સમયમાં જ ભારતીય બજારમાં ઉપલબ્ધ થશે. iQOO 15ને 20 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરાયો છે. જે ક્રમશ: વૈશ્વિક બજારમાં લોન્ચ કરાશે. ફોન એન્ડ્રોઇડ 16-આધારિત OriginOS 6 પર ચાલશે. તે ફ્લેગશિપ સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 ચિપસેટ દ્વારા પણ સંચાલિત થશે. iQOO ઇન્ડિયાના સીઈઓ નિપુણ મરિયા દ્વારા ટીઝરમાં નવેમ્બરમાં લોન્ચ કરાશે તેમ જણાવ્યું હતું. કંપનીએ હજુ સુધી તે દેશમાં ક્યારે રજૂ કરવામાં આવશે તે જાહેર કર્યું નથી.iQOO 15 ભારતમાં નવેમ્બરમાં લોન્ચ કરાશે,એમેઝોનની iQOO 15 માટે સમર્પિત માઇક્રોસાઇટ પર તે લાઇવ છે. જેથી તે નવેમ્બરમાં લોન્ચ થશે તે વાતને સમર્થન મળે છે. માઇક્રોસાઇટમાં જણાવ્યા પ્રમાણે તેમાં ક્વાલકોમનું સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન OriginOS 6 પર ચાલશે, જે એન્ડ્રોઇડ 16 પર આધારિત છે. આમ દેશમાં Funtouch OS 15 ને બદલવામાં આવ્યું છે. iQOO 15 માં 7,000mAh બેટરી આપવામાં આવી છે અને તે 100W વાયર્ડ અને 40W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.
વિવોની સબ બ્રાન્ડ દ્વારા ભારતમાં iQOO 15ની કિંમત, સ્ટોરેજ, કલર અને ચોક્કસ લોન્ચ તારીખ જાહેર કરાઈ નથી. ચીનમાં, iQOO 15 ની કિંમત 12GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા બેઝ વેરિઅન્ટની કિંમત CNY 4,199 (લગભગ રૂ. 52,000) થી શરૂ થાય છે. iQOO 15 લિજેન્ડરી એડિશન, ટ્રેક એડિશન, લિંગ્યુન અને વાઇલ્ડરનેસ (ચીનીમાંથી અનુવાદિત) કલરમાં મળશે.
ટૂંકમાં, iQOO 15 ના ચાઇનીઝ વર્ઝનમાં 6.85-ઇંચ 2K (1,440×3,168 પિક્સેલ્સ) સેમસંગ M14 AMOLED ડિસ્પ્લે છે જેમાં 130Hz સ્ક્રીન સેમ્પલિંગ રેટ, 144Hz સુધીનો રિફ્રેશ રેટ, 1.07 બિલિયન કલર અને 508 ppi પિક્સલ ડેન્સિટી છે. હેન્ડસેટમાં 94.37 ટકાનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો છે.
iQOO 15માં 3nm ઓક્ટા કોર સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપ છે, જે Adreno 840 GPU અને Q3 ગેમિંગ ચિપ સાથે છે. તેમાં 16GB સુધી LPDDR5X અલ્ટ્રા રેમ અને 1TB સુધી UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ છે. iQOO 15 માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં, 50-મેગાપિક્સલ (f/1.88) મુખ્ય કેમરા, 50-મેગાપિક્સલ (f/2.65) પેરિસ્કોપ કેમેરા અને 50-મેગાપિક્સલ (f/2.05) વાઇડ-એંગલ કેમેરા તેમજ 32 મેગાપિક્સલ (f/2.2) સેલ્ફી કેમેરા છે.
આ સ્માર્ટફોન પાંચ સ્ટોરેજ વેરિઅન્ટ અને ચાર કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
સુરક્ષા માટે તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ સ્માર્ટફોનની સાઈઝ 163.65 × 76.80 × 8.10 mm છે અને તેનું વજન આશરે 221 ગ્રામ છે.
જાહેરાત
જાહેરાત
Google Says Its Willow Chip Hit Major Quantum Computing Milestone, Solves Algorithm 13,000X Faster
Garmin Venu X1 With 2-Inch AMOLED Display, Up to Eight Days of Battery Life Launched in India