iQOO 15નું પ્રી-બુકિંગ શરૂ; કિંમત લોન્ચ ઓફર સાથે ₹65,000-₹70,000 વચ્ચે
Photo Credit: iQOO
iQOO 15 સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટથઈ સંચાલિત થશે
iQOO 15 સ્માર્ટફોનનું ભારતમાં 26 નવેમ્બરે લોન્ચ કરશે ત્યારે તેનું પ્રિ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે. iQOO 15 ની કિંમત રૂ. 65,000 થી રૂ. 70,000 ની વચ્ચે હશે, જેમાં લોન્ચ ઓફરનો સમાવેશ થાય છે. તે ઘણા અપગ્રેડ સાથે લોન્ચ થઈ રહ્યો છે. તેમાં, સેમસંગનો નવો 2K M14 LEAD OLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ, Android 16 આધારિત OriginOS 6, 7,000mAh બેટરી અને 50-મેગાપિક્સલ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તે આલ્ફા (બ્લેક) અને લિજેન્ડ (વ્હાઇટ) કલરમાં મળશે.
કંપની ગુરુવાર બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને iQOO ઇન્ડિયા ઇ-સ્ટોર દ્વારા iQOO 15 માટે પ્રી-બુકિંગ સ્વીકારશે. પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકો પ્રાયોરિટી પાસ મેળવી શકે છે જેમાં iQOO TWS 1e ઇયરબડ્સની જોડી અને વધારાની 12-મહિનાની વિસ્તૃત વોરંટી આપવામાં આવશે. આ સ્માર્ટફોન 26 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ થવાનો છે.
iQOO 15 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે LPDDR5x અલ્ટ્રા રેમ, UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ, iQOO ની સુપરકોમ્પ્યુટિંગ ચિપ Q3 અને થર્મલ મેનેજમેન્ટ માટે 8,000 ચોરસ મીમી સિંગલ-લેયર વેપર ચેમ્બર સાથે જોડાયેલ છે. તેનો આ ભારતમાં એન્ડ્રોઇડ 16-આધારિત OriginOS 6 સાથેનો પહેલો ફોન બની રહેશે. તેમાં સાથે કંપની પાંચ વર્ષના OS અપડેટ્સ અને સાત વર્ષના સિક્યોરિટી પેચ પણ આપશે.
iQOO 15 માં સેમસંગનો 2K M14 LEAD OLED ડિસ્પ્લે 2,600 nits સુધીની પીક બ્રાઇટનેસ, ડોલ્બી વિઝન સપોર્ટ અને ટ્રિપલ એમ્બિયન્ટ લાઇટ સેન્સર હશે. ગેમિંગ અને સામાન્ય ઉપયોગ દરમિયાન હેપ્ટિક ફીડબેક વધારવા માટે તેમાં ડ્યુઅલ-એક્સિસ વાઇબ્રેશન મોટર પણ હશે.
કંપનીએ જાણવું કે, એક નવું ગેમ લાઇવ સ્ટ્રીમિંગ આસિસ્ટન્ટ ટૂલ પણ ઉમેરવામાં આવશે, જે વપરાશકર્તાઓને વધારાના હાર્ડવેર વિના કનેક્ટેડ લેપટોપ અથવા ડેસ્કટોપ દ્વારા ગેમપ્લે સ્ટ્રીમ કરવાની મંજૂરી આપશે. iQOO 15 માં 7,000mAh બેટરી રહેશે જે 100W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે.
iQOO 15 સ્માર્ટફોનની જાડાઈ 8.1 મીમી છે અને તેનું વજન લગભગ 215 ગ્રામ થી 220 ગ્રામ છે. iQOO 15 ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP68 અને IP69 રેટિંગ્સ સાથે આવે છે.
iQOO 15 ના કેમેરા સેટઅપમાં 50-મેગાપિક્સલનો Sony IMX921 મુખ્ય સેન્સર, 50-મેગાપિક્સલનો IMX882 સેન્સર પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ 3x ઝૂમ સપોર્ટ સાથે, અને પાછળ 50-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા, 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે
લાવા અગ્નિ 4 માં કનેક્ટિવિટી વિકલ્પોમાં USB 3.2, ઇન્ફ્રારેડ (IR) અને Wi-Fi 6E શામેલ હોઈ શકે છે. તેમાં, 5,000mAh બેટરી હોવાની માહિતી સામે આવી છે જે 66Wના ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેને 19 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Honor X80 Pricing Details and Key Specifications Tipped Online