iQOO 15 ભારતમાં નવેમ્બરમાં લોન્ચ થશે

iQOO 15 ભારતમાં ટીઝરમાં દર્શાવ્યા પ્રમાણે 27 નવેમ્બરે લોન્ચ થશે.

iQOO 15 ભારતમાં નવેમ્બરમાં લોન્ચ થશે

Photo Credit: iQOO

iQOO 15માં Qualcommનું નવું Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર શક્તિશાળી પ્રદર્શન આપે છે

હાઇલાઇટ્સ
  • iQOO 15 માં 7,000mAh બેટરી, 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ
  • ડાયનેમિક ગ્લો, OriginOS 6 ફીચર સાથે iQOO 15 રજૂ કરાશે
  • ટીઝર પ્રમાણે 27 નવેમ્બરે રજૂ થઈ શકે છે
જાહેરાત

iQOO 15 ભારતમાં નવેમ્બરમાં લોન્ચ થશે. તેની ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરાઈ નથી. આ ફોન ચીનના બજારમાં લોન્ચ થઈ ગયો છે. અને તે પ્રમાણે તેમાં, સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 ચિપસેટ, સસ્પેન્ડેડ ડેકો ડિઝાઇન અને 7,000mAh બેટરી જેવી સુવિધાઓ હશે. કંપનીએ iQOO 15 માં OriginOS 6 ની નવી ડિઝાઇન લેંગ્વેજ રજૂ કરી છે, જેમાં ડાયનેમિક ગ્લો છે, જે યુઝર ઇન્ટરફેસ (UI) માં હલકી રોશની, સ્મૂથ ઇફેક્ટ અને એક નવો અનુભવ આપે છે.iQOO 15 લોન્ચ તારીખ ટીઝર,iQOO 15ના એક ટીઝરમાં તારીખ સતત સ્પિનવ્હીલ પર બદલાતી રહે છે, ત્યારે મહિનો '11' તરીકે દર્શાવવામાં આવ્યો હતો, જે સૂચવે છે કે આ ફોન નવેમ્બરમાં રજૂ કરવામાં આવશે. વધુમાં, સ્પિનવ્હીલ 27 નવેમ્બરે અટકે છે, જે દેશમાં iQOO 15 લોન્ચની સંભવિત તારીખ દર્શાવે છે.

અધિકારીકરીતે કંપનીએ આ ફોનમાં OriginOS 6 ની નવી ડિઝાઇન ભાષા - Android 16-આધારિત ઓપરેટિંગ સિસ્ટમ વિશે વધુ માહિતી શેર કરી, જે તેના આવી રહેલા ફોનને વધુ કાર્યક્ષમ બનાવશે. તેમાં ડાયનેમિક ગ્લો, હોમ પેજ, લોક સ્ક્રીન અને એપ્સનું ફરીથી ડિઝાઇન કરેલ યુઝર ઇન્ટરફેસ હશે.

iQOO 15 માં 7,000mAh બેટરી છે જે 100W વાયર્ડ અને 40W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તેની સાઈઝ 163.65×76.80×8.10mm છે અને તેનું વજન લગભગ 221 ગ્રામ છે.

ચીનમાં પહેલેથી જ ઉપલબ્ધ UI, એપલના નવા લિક્વિડ ગ્લાસ ડિઝાઇન જેવું લાગે છે. તેમાં ગોળાકાર એપ્લિકેશન આઇકોન અને વક્ર ધારવાળા વિજેટ્સ છે. ઓએસમાં રીઅલ-ટાઇમ બ્લર અપગ્રેડ, પ્રોગ્રેસિવ બ્લર અને સ્ટેક્ડ નોટિફિકેશનનો સમાવેશ થાય છે. તેમાં એક નવું ફીચર એટોમિક આઇલેન્ડ આપવામાં આવ્યું છે જે એપલના ડાયનેમિક આઇલેન્ડથી પ્રેરિત છે અને રીઅલ-ટાઇમમાં એલર્ટ પહોંચાડે છે. તેનો ઉપયોગ અન્ય સુવિધા ઉપરાંત સ્ટોપવોચને બંધ કરવા અને સંગીત પ્લેબેકને નિયંત્રિત કરવા માટે પણ થઈ શકે છે.

iQOO 15 સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ

iQOO 15 ના ચાઇનીઝ વેરિઅન્ટમાં 2K (1,440 × 3,168 પિક્સલ્સ) રિઝોલ્યુશન સાથે 6.85-ઇંચનો Samsung M14 AMOLED ડિસ્પ્લે, 144Hz રિફ્રેશ રેટ અને 508 ppi પિક્સલ ડેન્સિટી છે. ફોન 3nm સ્નેપડ્રેગન 8 Elite Gen 5 SoC દ્વારા સંચાલિત છે, જે Adreno 840 GPU સાથે જોડાયેલ છે. તે 16GB સુધી LPDDR5X અલ્ટ્રા રેમ અને 1TB સુધી UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે.

તેમાં ટ્રિપલ રીઅર કેમેરા રહેશે. જેમાં, 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 100x ડિજિટલ ઝૂમ સાથે 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો સેન્સર અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

iQOO 15 ના અન્ય ફીચર્સ જાહેર કરાયા નથી. પરંતુ આગામી મહિનામાં તેની વધુ વિગતો મળશે તેવી ધારણા છે. જો કે, તેના ટીઝરમાં ફોનનું લુક પ્રીમિયમ જણાય છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »