iQOO 15 ભારતમાં 26 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ લોન્ચ ઓફર દરમ્યાન તેની કિંમત રૂ. 60,000 રહેશે.
Photo Credit: iQOO
iQOO 15 ભારતમાં 26 નવેમ્બરે લોન્ચ થવાની સત્તાવાર જાહેરાત થઈ
iQOO 15 ભારતમાં 26 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ લોન્ચ ઓફર દરમ્યાન તેની કિંમત રૂ. 60,000 રહેશે. લોન્ચ અગાઉ iQOO એ 14 થી 16 નવેમ્બર મંથલી સર્વિસ ડેની જાહેરાત કરી છે. જેમાં, ગ્રાહકો તમામ iQOO સર્વિસ સેન્ટરમાં ફ્રી ડિવાઈઝ મેઇટેનન્સ સર્વિસનો લાભ લઈ શકશે. જેમાં, મુલાકાતીઓને હેન્ડસેટ સફાઈ, સેનિટાઇઝેશન, સોફ્ટવેર અપડેટ્સ અને પસંદગીના એસેસરીઝ વગેરે માટે ઝીરો લેબર ચાર્જ લાગશે.iQOO તેમના દ્વારા તેમના ડિવાઈઝની ફ્રી જાળવણી માટે નવેમ્બર સર્વિસ ડેના આયોજન અંગે પુષ્ટિ આપી હતી. તેમણે તેમના X પોસ્ટમાં જણાવ્યું કે 14 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી યોજાનાર તેના આગામી મંથલી સર્વિસ ડે દરમ્યાન જે પણ ગ્રાહકો ટીમના સ્રવીસ સેન્ટરની મુલાકાત લેશે તેમને કોઈપણ ચાર્જ લીધા વિના મફત હેન્ડસેટ સફાઈ, સેનિટાઇઝેશન, સોફ્ટવેર અપડેટ્સ અને મફત એસેસરીઝ મળશે.
ગ્રાહકોને ઉપલબ્ધતાને આધીન, મફત બેક કેસ અને પ્રોટેક્ટિવ ફિલ્મ પણ મળી શકે છે. iQOO નો સર્વિસ ડે દર મહિને 14 થી 16 તારીખ સુધી યોજવામાં આવે છે. કંપનીએ ઉમેર્યું કે નજીકનું iQOO સર્વિસ સેન્ટર iQOO એપ દ્વારા શોધી શકાય છે.
વધુ વિગતો માટે, ગ્રાહકો સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી કંપની સપોર્ટ ટીમનો 1800-572-4700 અથવા 8527033881 પર સંપર્ક કરી શકે છે અથવા icare@iqoo.com પર ઇમેઇલ કરી શકે છે.
ગેજેટ્સ 360ના તાજેતરના અહેવાલ પ્રમાણે iQOO 15 ભારતમાં લગભગ રૂ. 60,000 માં લોન્ચ થવાની ધારણા છે જેમાં શરૂઆતી ઓફર પણ આપવામાં આવશે. આમ, આ ઓફર વિના તેની કિંમત વધારે હશે. iQOO 15 સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 પ્રોસેસર સાથે આવશે ત્યારે આ કિંમતમાં તે સૌથી સસ્તો સ્માર્ટફોન બની રહેશે. આ કિંમતમાં તે માત્ર ઓફરના ગાળા દરમ્યાન જ મળશે. તેમાં 7000 mAh બેટરી તેમજ ટ્રિપલ રિઅર કેમેરા આવે તેવી શક્યતા છે. તેમાં, 5 વર્ષની ઓએસ અપડેટ અને 7 વર્ષ સિક્યરીટી પેચીસ આપવામાં આવે તેવી શક્યતા છે. તે 2K સુપર રિસોલ્યુશન અને 144 FPS સાથે આવી શકે છે. તેનો ડિસ્પ્લે 6.85 ઇંચ રહેશે તેમજ ફ્રન્ટ કેમેરા 32 મેગાપક્સલ સાથે આવી શકે.
જાહેરાત
જાહેરાત