ચાઈનિઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચરર iQOO તેનો iQOO Neo 11 ફોન ૩૦ ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરશે
Photo Credit: iQOO
iQOO Neo 11 માં ડ્યુઅલ-રીઅર કેમેરા સેટઅપ હોવાની ચર્ચા છે.
ચાઈનિઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચરર iQOO તેનો iQOO Neo 11 ફોન ૩૦ ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરશે. હાલમાં જ તે ગીકબેન્ચ બેન્ચમાર્કિંગ વેબસાઇટ પર ઓક્ટા કોર Qualcomm ARMv8 પ્રોસેસર સાથે લિસ્ટેડ થયો હતો. કંપનીએ જણાવ્યું કે તે સ્નેપડ્રેગન એલીટ ચિપ દ્વારા સંચાલિત હશે. તેમાં, LPDDR5x અલ્ટ્રા રેમ અને UFS 4.1 ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે.iQOO Neo 11 નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ,iQOO એ Vivo ની સબ-બ્રાન્ડ છે અને લોન્ચ થઈ રહેલો iQOO Neo 11 ગયા વર્ષે રજૂ કરાયેલા Qualcomm ના ઓક્ટા કોર સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ દ્વારા સંચાલિત હશે. આ સ્માર્ટફોનમાં અવિરત ચાલી શકે તે માટે 8K વેપર ચેમ્બરકૂલિંગ સોલ્યુશન પણ હશે. આ ચિપસેટ LPDDR5x અલ્ટ્રા રેમ સાથે જોડાયેલ હશે જે 9,600Mbps નું પીક પરફોર્મન્સ અને UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ પ્રદાન કરવાનો દાવો કરે છે.
કંપની જણાવે છે કે, તેણે AnTuTu પર 3.54 મિલિયનનો એકંદર સ્કોર હાંસલ કર્યો છે. તાજેતરમાં, iQOO Neo 11 ને Android 16 અને 16GB રેમ સાથે Geekbench બેન્ચમાર્કિંગ વેબસાઇટ પર જોવામાં આવ્યું હોવાનું કહેવાય છે. ફોનમાં છ એફિશિએંસી કોર અને બે પરફોર્મન્સ કોર અનુક્રમે 3.53GHz અને 4.32GHz ની પ્રોસેસિંગ સ્પીડે કામ કરી શકે છે. iQOO Neo 11 સિંગલ કોર ટેસ્ટમાં 2,936 પોઈન્ટ અને મલ્ટી કોર ટેસ્ટમાં 8,818 પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો.
કંપનીએ તાજેતરમાં જ iQOO Neo 11 ચીનમાં ચાર બ્લેક અને સિલ્વર, બ્લૂ અને ઓરેન્જ કલર વિકલ્પોમાં રજૂ કર્યો છે. બ્લુ વેરિઅન્ટમાં "નિયોન ક્રાફટમેનશીપ" ફિનિશ હશે જે વિવિધ ખૂણાથી જોવામાં આવે ત્યારે તેના રંગ બદલાય છે. ફોનમાં 2K રિઝોલ્યુશન ડિસ્પ્લે, 7500mAh ની મોટી બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. તે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે પણ મોકલવામાં આવશે તેવી અફવા છે.
નવો iQOO Neo 11 સ્માર્ટફોન iQOO 15 માં ઉપયોગમાં લેવાતા સમાન "મોન્સ્ટર સુપર-કોર એન્જિન" સાથે આવશે. આ ગેમિંગ દરમિયાન વધુ સ્થિર ફ્રેમ રેટ અને સરળ પ્રદર્શન સુનિશ્ચિત કરશે.
કેમેરાની વાત કરીએ તો, ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ છે. તે 50MP OIS પ્રાઇમરી સેન્સર, અલ્ટ્રા-વાઇડ લેન્સ અને ડેપ્થ સેન્સર સાથે આવવાની અપેક્ષા છે.
iQOO Neo 11 માં 2K રિઝોલ્યુશન સાથે BOE LTPO AMOLED ડિસ્પ્લે, 144Hz સુધીનો એડેપ્ટિવ રિફ્રેશ રેટ, 510ppi પિક્સેલ ડેન્સિટી અને 2,592Hz PWM ડિમિંગ હશે. સ્ક્રીન 3,200Hz ટચ સેમ્પલિંગ રેટ અને 25.4ms ટચ રિસ્પોન્સ ટાઇમને પણ સપોર્ટ કરશે.
જાહેરાત
જાહેરાત
Take-Two CEO Says AI Won't Be 'Very Good' at Making a Game Like Grand Theft Auto