iQOO કંપની દ્વારા તેનો iQOO Z11 Turbo 15 જાન્યુઆરીએ ચીનમાં લોન્ચ કરવા જઈ રહી છે. iQOO એ ગયા વર્ષના Z10 ટર્બોના અનુગામી તરીકે Z11 ટર્બો લોન્ચ કરશે તેની સત્તાવાર જાહેરાત કરી છે, તેમજ ફોનની ડિઝાઇન અને કેટલાક સ્પેસિફિકેશન્સ પણ જાહેર કર્યા છે.
Photo Credit: iQOO
iQOO Z11 Turbo સ્નેપડ્રેગન 8 Gen 5 SoC થી સજ્જ સ્માર્ટફોન છે
iQOO કંપની દ્વારા તેનો iQOO Z11 Turbo 15 જાન્યુઆરીએ ચીનમાં લોન્ચ કરવા જઈ રહી છે. iQOO એ ગયા વર્ષના Z10 ટર્બોના અનુગામી તરીકે Z11 ટર્બો લોન્ચ કરશે તેની સત્તાવાર જાહેરાત કરી છે, તેમજ ફોનની ડિઝાઇન અને કેટલાક સ્પેસિફિકેશન્સ પણ જાહેર કર્યા છે.iQOO Z11 Turbo મિડનાઈટ બ્લેક, સ્કાય વ્હાઇટ, હાલો પિંક અને ફ્લોટિંગ લાઇટ કલરમાં મળશે. તેમાં પાછળની બાજુ ડિઝાઇન ફ્લોટિંગ લાઇટ ઓન ધ વેવ્ઝ જેવી દેખાશે, તેમાં હાઈ પ્રિસિજન નેનોસ્કેલ ફોટોલિથોગ્રાફી પ્રોસેસનો ઉપયોગ કરાયો છે. તેમાં ક્રિસ્ટલ-ક્લિયર ગ્લાસ બેક કવર અને મેટલ ફ્રેમ હશે.આ ફોનમાં 6.59 ઇંચ 1.5K રિસોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે AMOLED સ્ક્રીન હશે અને આગળની ચારે બાજુ અલ્ટ્રા-નેરો બેઝલ્સ હશે. મિડનાઇટ બ્લેક ફક્ત 7.9mm પાતળો છે અને તેનું વજન 202 ગ્રામ છે.
કંપનીએ પહેલાથી જ સ્નેપડ્રેગન 8 Gen 5 SoC ની પુષ્ટિ કરી છે જેમાં AnTuTu સ્કોર 3.59 મિલિયન છે, તેમાં જાતે જ બનાવાયેલી Q2 ચિપ છે, અને તે 200-મેગાપિક્સલનો અલ્ટ્રા-ક્લિયર મુખ્ય કેમેરા ધરાવતો પહેલો iQOO ફોન હશે. તે Android 16 આધારિત OriginOS 6 પર ચાલશે અને તે 256GB તેમજ 512GB storage ના કન્ફિગ્રેશનમાં મળી શકે છે. તે 7600 mAh બેટરી અને 100w ના ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે તેવી અપેક્ષા છે.
તેમાં 32MP ફ્રન્ટ કેમેરા, IP68/69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ તેમજ અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આવતા અઠવાડિયે તે સત્તાવાર રીતે રજૂ થઈ રહ્યો છે ત્યારે તેની વધુ માહિતી આગામી દિવસોમાં જાણવા મળશે.
iQOO વૈશ્વિક બજાર માટે iQOO 15R નામનો એક નવો સ્માર્ટફોન વિકસાવી રહ્યું છે. આ ફોન સ્નેપડ્રેગન 8 Gen 5-સંચાલિત OnePlus 15R સાથે સીધી સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે. સમાન બ્રાન્ડિંગ સૂચવે છે કે iQOO 15R Z11 ટર્બોના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે પણ આવી શકે છે, જો કે આ વાત હજુ સુધી સત્તાવાર નથી.
હાલમાં તે ચીનમાં Vivo ચાઇના ઓનલાઈન સ્ટોર દ્વારા નજીવી ફીમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. iQOO Z11 ટર્બો ચીનમાં ચાર રંગ વિકલ્પોમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Elon Musk’s X Limits Grok AI Image Generation to Paid Subscribers Following Deepfake Backlash: Report