Moto G86 Power 5G ફોન 6 ઓગસ્ટથી ભારતમાં કંપનીની વેબસાઈટ ઉપરાંત ફ્લિપકાર્ટ દ્વારા મેળવી શકાશે.
Photo Credit: Motorola
મોટો G86 પાવર 5G કોસ્મિક સ્કાય, ગોલ્ડન સાયપ્રસ અને સ્પેલબાઉન્ડ શેડ્સમાં વેચાય છે
અમેરિકાની મલ્ટિનેશનલ ટેલિકોમ્યુનિકેશન કંપની દ્વારા તેનો નવો સ્માર્ટફોન Moto G86 Power 5G બુધવાર ૩૦ જુલાઈએ ભારતમાં રાજુ કરાયો છે. આ ફોન એન્ડ્રોઇડ 15 પર ચાલશે અને તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ચિપસેટ આપવામાં આવી છે અને સાથે 8GB LPDDR4x RAM આપવામાં આવી છે. 6,720mAh બેટરી સાથે આવતો આ ફોન 33Wથી ચાર્જ કરી શકાશે. આ માટે USB C પોર્ટ આપવામાં આવ્યો છે ફોન કંપનીની વેબસાઈટ ઉપરાંત ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. ફોનમાં ત્રણ કલર કોસ્મિક સ્કાય, ગોલ્ડન સાયપ્રસ અને સ્પેલબાઉન્ડ મળી શકશે. Moto G86 Power 5G સ્માર્ટ ફોન 6.7 ઇંચના એમોલેડ સ્ક્રીન 7i ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે.
Moto G86 Power 5G ના 8GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતા મોડલની કિંમત ભારતમાં રૂ. 17,999 રાખવામાં આવી છે. આ ફોન 6 ઓગસ્ટથી ભારતમાં કંપનીની વેબસાઈટ ઉપરાંત ફ્લિપકાર્ટ દ્વારા મેળવી શકાશે.
Moto G86 Power 5G ફોન 6.7 ઇંચની સ્ક્રીન સાથે આવશે અને તેનો રીફ્રેશ રેટ 120Hz તેમજ બ્રાઇટનેસ 4,500 નિટ્સ સુધીની મળશે. 128GB અને 256GB સ્ટોરેજના વિકલ્પ ફોનમાં આપવામાં આવ્યા છે. ઉપરાંત MicroSD કાર્ડનો ઉપયોગ કરી તેમાં 1TB સુધીનું સ્ટોરેજ કરી શકશે. ફોન 161.21x74.74x8.6 mm ની સાઇઝ અને 198ગ્રામ વજન ધરાવે છે. ફોન ત્રણ કલર કોસ્મિક સ્કાય, ગોલ્ડન સાયપ્રસ અને સ્પેલબાઉન્ડમાં મળી શકશે.
ફોનના કેમેરા જોઈએ તો, ટ્રિપલ રીઅર કેમેરા જેમાં Sony LYT-600 સેન્સર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, મેક્રો મોડ તેમજ 3 ઇન 1 ફ્લિકર સેન્સર સાથે 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ કેમેરા તેમજ 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાથી સજ્જ છે. ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે તેને IP68+IP69 રેટિંગ પ્રાપ્ત છે અને તેની મજબૂતાઈ માટે તેને MIL-STD 810H રેટિંગ મળ્યું છે.
ફોનની કનેક્ટિવિટી વિકલ્પો જોઈએ તો, તેમાં ડ્યુઅલ નેનો સીમ, 5G, 4G, વાયફાય 6, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ સી પોર્ટનો સમાવેશ થાય છે.
ફોનમાં ડોલ્બી ઓડિયો આધારિત ડ્યુઅલ સ્ટીરીયો સ્પીકર સિસ્ટમ આપવામાં આવી છે. ફોનમાં સ્ટિરિયો સ્પીકર્સ, ફિંગરપ્રિન્ટ સ્કેનર અને બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશ ફીચર આપવામાં આવ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, મોટોરોલાએ અગાઉ વૈશ્વિક બજારમાં તેનો ફોન લોન્ચ કર્યો છે અને તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7300 ચિપસેટ આપવામાં આવી છે તેની સામે ભારતમાં તેને અપગ્રેડ કરાઈ છે અને વધારીને ડાયમેન્સિટી 7400 કરાઈ છે. અપગ્રેડ કરાયેલા પ્રોસેસરને કારણે ભારતીય ફોનની કામગીરી અન્ય સ્થળોએ લોન્ચ કરાયેલા ફોનની સરખામણીએ સારી રહેશે.
જાહેરાત
જાહેરાત
Scientists Unveil Screen That Produces Touchable 3D Images Using Light-Activated Pixels
SpaceX Expands Starlink Network With 29-Satellite Falcon 9 Launch
Nancy Grace Roman Space Telescope Fully Assembled, Launch Planned for 2026–2027
Hell’s Paradise Season 2 OTT Release Date: When and Where to Watch it Online?