Redmi 15C 5G ભારતમાં બુધવારે લોન્ચ કરાયો છે

Redmi 15C 5G ભારતમાં બુધવારે લોન્ચ કરાયો છે. તે સપ્ટેમ્બરમાં પસંદગીના વૈશ્વિક બજારોમાં લોન્ચ કરાયો હતો.

Redmi 15C 5G ભારતમાં બુધવારે લોન્ચ કરાયો છે

Redmi 15C 5G મીડિયા ટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ દ્વારા સંચાલિત શક્તિશાળી સ્માર્ટફોન છે

હાઇલાઇટ્સ
  • Redmi 15C 5G000mAh બેટરી, 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સાથે
  • 11 ડિસેમ્બરથી ખરીદી માટે ઉપલબ્ધ
  • જાન્યુઆરીમાં રજૂ કરાયેલા Redmi 14C ના અનુગામી તરીકે લોન્ચ
જાહેરાત

Redmi 15C 5G ભારતમાં બુધવારે લોન્ચ કરાયો છે. તે સપ્ટેમ્બરમાં પસંદગીના વૈશ્વિક બજારોમાં લોન્ચ કરાયો હતો. આ એક બજેટ ફોન છે અને આ વર્ષે જાન્યુઆરીમાં રજૂ કરાયેલા Redmi 14C ના અનુગામી તરીકે રજૂ કરાયો છે. Redmi 15C 5G મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જેમાં 8GB સુધીની રેમ અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ છે. Xiaomi પેટાકંપનીના નવા હેન્ડસેટમાં 50-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા સિસ્ટમ અને ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગે IP64 રેટિંગ ધરાવે છે.ભારતમાં Redmi 15C 5G ની કિંમત, ઉપલબ્ધતા,Redmi 15C 5G ભારતમાં 4GB રેમ અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથેના બેઝ વેરિઅન્ટની કિંમત રૂ. 12,499 થી શરૂ થાય છે. તે 6GB અને 8GB રેમ વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે રૂ. 13,999 અને રૂ. 15,499 છે.Redmi 15C 5G મિડનાઈટ બ્લેક, મૂનલાઇટ બ્લુ અને ડસ્ક પર્પલ એમ ત્રણ કલરમાં મળશે. તે 11 ડિસેમ્બરથી એમેઝોન અને Xiaomi ઇન્ડિયા ઓનલાઈન સ્ટોર પરથી મળશે.

Redmi 15C 5G ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

Redmi 15C 5G માં ડ્યુઅલ સીમ આવશે (નેનો + નેનો) અને તે Android 15 પર આધારિત HyperOS 2 પર ચાલે છે. તે બે વર્ષ માટે OS અપગ્રેડ અને ચાર વર્ષ માટે SMR અપડેટ્સ આપશે. તે 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,000mAh બેટરીથી સજ્જ છે.

6.9-ઇંચ HD+ (720 x 1,600 પિક્સેલ્સ) એડેપ્ટિવસિંક ડિસ્પ્લે ધરાવતા આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 810 nits પીક બ્રાઇટનેસ છે. તે TUV Rheinland ના લો બ્લુ લાઇટ, ફ્લિકર-ફ્રી અને સર્કેડિયન ફ્રેન્ડલી સર્ટિફિકેશન સાથે આવે છે.

Redmi 15C 5G 8GB સુધી LPDDR4X RAM અને 128GB UFS 2.2 ઓનબોર્ડ સ્ટોરેજ દ્વારા સંચાલિત છે. તે વધારાના 8GB વર્ચ્યુઅલ વિસ્તરણને સપોર્ટ કરે છે.

તેમાં, f/1.8 અપર્ચર સાથે 50-મેગાપિક્સલનો AI ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે અને સેલ્ફી અને વિડીયો કોલ માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે.

રેડમી 15C 5G ની સાઈઝ 171.56 x 79.47 x 8.05mm છે અને વજન 211 ગ્રામ છે. તેમાં 3.5mm હેડફોન જેક, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, IR બ્લાસ્ટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ અને એક્સીલેરોમીટર છે. ધૂળ અને પાણીના સામે રક્ષણ માટે ફોન IP64 રેટિંગ સાથે આવે છે.

Redmi 15C 5G પર કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, 4G, Wi-Fi, Bluetooth 5.4, GPS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે.

ચીનમાં આ ફોન 4G અને 5G એમ બે વેરિઅન્ટમાં લોન્ચ થયો હતો. 4G વેરિઅન્ટમાં Helio G81-Ultra ચિપસેટ આપવામાં આવ્યું છે, જ્યારે 5G મોડેલમાં Dimensity 6300 ચિપસેટ છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. YouTube નો  Picture- in - Picture મોડ હવે નોન - પ્રીમિયમ યુઝર્સ માટે પણ આવશે 
  2. મેમરી ચિપ્સની અછતથી સ્માર્ટફોન કંપનીઓએ વધાર્યા ભાવ 
  3. AI પ્લેટફોર્મમાં Adsનો ટ્રેન્ડ વધ્યો : Google અને OpenAI વચ્ચે સ્પર્ધા તેજ 
  4. Instagram ફીડ સુધારવા Meta લાવી રહ્યું છે નવા એલ્ગોરિધમ બદલાવ 
  5. નવું AI ટૂલ તમારા કપડાને ડિજિટાઇઝ કરીને આપશે વર્ચ્યુઅલ ટ્રાય  ઓન અનુભવ 
  6. વધતા ઘટક ખર્ચ વચ્ચે iPhone 18 Pro  લોન્ચથી Android માર્કેટ પર અસર શક્ય 
  7. Florida State University હુમલા પહેલા શૂટરે AI પાસેથી માંગેલી માહિતી , તપાસ જારી 
  8. 6 મેના રોજ આવશે CMF Watch 3 Pro , AMOLED  ડિસ્પ્લે અને AI ફીચર્સ સાથે 
  9. એક્શન અને લાગણીઓથી ભરપૂર ' કર્તવ્ય ' માં ફરજ પોલીસ અધિકારીના સંઘર્ષની કહાની
  10. Amazon Great Summer Sale 2026 માં Samsung Galaxy S25 Ultra પર ભારે ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ 
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »