Motorola Edge 70 ની એક ખાસ એડિશન લોન્ચ કરી છે. સ્પેશિયલ એડિશન સ્ટાન્ડર્ડ Motorola Edge 70 ના હાર્ડવેરને જાળવી રાખે છે.
Photo Credit: Motorola
Motorola Edge 70 એન્ડ્રોઇડ 16 આધારિત હેલો UI સાથે આવે છે, ઝડપી પરફોર્મન્સ અનુભવ આપે છે
Motorola Edge 70 ની એક ખાસ એડિશન લોન્ચ કરી છે. જેમાં મોટોરોલાએ પેન્ટોન અને સ્વારોવસ્કીના સહયોગથી બનાવેલા Motorola Edge 70 ના નવા સ્પેશિયલ એડિશન સાથે તેની ડિઝાઇન-આધારિત લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. આ મોડેલ ક્લાઉડ ડાન્સર, પેન્ટોનનો કલર ઓફ ધ યર 2026, ડિઝાઇન માટે એક નવી ફિનિશ તરીકે રજૂ કરે છે, જે ગ્લોબલ કલર ઓથોરિટી સાથે મોટોરોલાની ભાગીદારીમાં વધુ એક પગલું છે. બેક પેનલમાં સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સ ઉમેરીને, કંપની આ એડિશનને સ્ટાન્ડર્ડ મોડેલના વધુ સ્ટાઇલાઇઝ્ડ વિકલ્પ તરીકે સ્થાન આપી રહી છે, જ્યારે તેના હાર્ડવેરમાં કોઈ બદલાવ કરાયો નથી.
Motorola Edge 70 ની એક ખાસ એડિશન લોન્ચ કરી છે. જેમાં પેન્ટોનનો કલર ઓફ ધ યર 2026 જેને ક્લાઉડ ડાન્સર કહેવામાં આવે છે તેનો સમાવેશ થાય છે.
ક્લાઉડ ડાન્સરને પેન્ટોન 11 -4201 તરીકે ઓળખવામાં આવે છે અને તેને સોફ્ટ વ્હાઇટ ટોન તરીકે વર્ણવવામાં આવે છે. આ લોન્ચ પેન્ટોન સાથે મોટોરોલાની બહુ-વર્ષીય ભાગીદારી ચાલુ રાખે છે.
મોટોરોલાએ નવા હેન્ડસેટ માટે સ્વારોવસ્કી સાથે પણ સહયોગ કર્યો છે. ફોનના બેક પેનલમાં સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સ જડવામાં આવ્યા છે, જે આ સંસ્કરણને મોટોરોલાના ડિઝાઇન-કેન્દ્રિત બ્રિલિયન્ટ કલેક્શનનો ભાગ બનાવે છે.
સ્માર્ટફોન નિર્માતા કંપનીનું કહેવું છે કે સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સ સાથેનું નવું મોટોરોલા એજ 70 ક્લાઉડ ડાન્સર સ્પેશિયલ એડિશન પસંદગીના વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ થશે. આ વેરિઅન્ટની કિંમત અને રિલીઝ તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
મોટોરોલાએ સૌપ્રથમ નવેમ્બર 2025માં Edge 70 ત્રણ પેન્ટોન કલરવેમાં લોન્ચ કર્યું હતું. આ રંગો ગેજેટ ગ્રે, લીલી પેડ અને બ્રોન્ઝ ગ્રીન હતા. યુકેમાં, ફોનની કિંમત GBP 700 (આશરે રૂ. 8૦,૦૦૦) છે. કેટલાક અન્ય યુરોપિયન દેશોમાં, તે EUR 799 (આશરે રૂ. 81,૦૦૦) થી શરૂ થાય છે.
સ્પેશિયલ એડિશન સ્ટાન્ડર્ડ Motorola Edge 70 ના હાર્ડવેરને જાળવી રાખે છે. તેમાં 1220×2712 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.67 -ઇંચનો પોલેડ ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ, HDR10+ સપોર્ટ,4500 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ અને ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન છે. તે 12GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે સ્નેપડ્રેગન 7 Gen 4 ચિપસેટ પર ચાલે છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 16-આધારિત હેલો UI સાથે આવે છે, અને મોટોરોલા જૂન 2031 સુધી સુરક્ષા અપડેટ્સની પુષ્ટિ કરે છે. મોટો AI સુવિધાઓ પણ શામેલ છે.
મોટોરોલા એજ 70 ના રીઅર કેમેરા સેટઅપમાં OIS સાથે 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 3-ઇન-1 લાઇટ સેન્સર સાથે 50-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા, 50-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સરનો સમાવેશ થાય છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, Wi-Fi 6E, બ્લૂટૂથ, NFC, GPS, A GPS, GLONASS, Galileo અને USB Type C પોર્ટનો સમાવેશ થાય છે. ફોનમાં ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે. તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોકનો સમાવેશ થાય છે.
મોટોરોલા એજ 70 માં 4,800mAh સિલિકોન કાર્બન બેટરી છે જે 68W વાયર્ડ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં એરક્રાફ્ટ-ગ્રેડ એલ્યુમિનિયમ ફ્રેમ છે અને તે MIL-STD-810H ટકાઉપણું પ્રમાણપત્ર ધરાવે છે. તે ધૂળ અને પાણી સામે રક્ષણ અંગેનું IP68 અને IP69 રેટિંગ ધરાવે છે. ટેનિસાઇઝ 159×74×5.99mm છે અને તેનું વજન 159 ગ્રામ છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report