Vivo T5x 5G ની એન્ટ્રી ભારતમાં , રૂપિયા 18,999થી શરૂ

Vivo T5x 5G માં 120Hz સુધી રિફ્રેશ રેટ અને 6.67 ઇંચનો ડિસ્પ્લે છે .

Vivo T5x 5G ની એન્ટ્રી ભારતમાં , રૂપિયા 18,999થી શરૂ

Photo Credit: Vivo

Vivo T5x 5G એ સાયબર ગ્રીન અને સ્ટાર સિલ્વર કલરના વિકલ્પોમાં લોન્ચ થયો છે .

હાઇલાઇટ્સ
  • 6.76 ઈંચનું ફૂલ HD +LCD ડિસ્પ્લે
  • આવતા અઠવાડિયે Flipkart અને Vivo India ના વેબસાઈટ પર વેચાણ માટે ઉપલબ્ધ
  • ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ
જાહેરાત

ચીનની સ્માર્ટફોન નિર્માતા Vivo કંપનીએ મંગળવારે ભારતમાં પોતાનો નવો Vivo T5x 5G  સ્માર્ટફોન લોન્ચ કર્યો છે . આ ફોન T- સીરીઝમાં નવા ફોન તરીકે શામેલ થયો છે . આ ફોનને વધુ પાવરફુલ બેટરી અને સારા પરફોર્મન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે . આ ફોનમાં Media Tek Dimensity 7400 ટર્બો ચિપસેટ અને 8GB સુધીની RAM , 256GB સુધી સ્ટોરેજ આપવામાં આવી છે . આ હેન્ડસેટ આવતા અઠવાડિયે Flipkart અને Vivo India ના વેબસાઈટ  પર  વેચાણ માટે ઉપલબ્ધ બનશે . આ ફોન બે કલર વિકલ્પમાં મળશે. જે Cyber Green અને Star  Silver છે.

કિંમત અને ઉપલબ્ધતા :
ભારતમાં Vivo T5x 5G ની શુરુઆતની કિંમત રૂપિયા 18,999 રાખવામાં આવી છે , જે 6GB +128GB વેરિઅન્ટ માટે છે . 8GB +128GB મોડેલની કિંમત રૂપિયા 20,999 ની છે , જયારે આના ટોપ વેરિઅન્ટ 8GB +256GBની કિંમત રૂપિયા 22,999 છે . આ ફોન 24 માર્ચથી Flipkart , Vivo ના ઓનલાઇન સ્ટોર અને  ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પર મળશે .  

ઓફર્સની વાત કરીએ તો HDFC , Axis અને SBI બેંક કાર્ડ અથવા UPI પેમેન્ટ પર રૂપિયા 2,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . આ ઉપરાંત 6 મહિના સુધી નો- કોસ્ટ EMI અને Jio ના પસંદગીના પ્લાન સાથે 6 મહિના માટે 10 OTT એપ્સ પણ ફ્રી હશે .

ડિસ્પ્લે અને સોફ્ટવેર :
Vivo T5x 5G ડયુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે અને તેમાં Android 16 આધારિત OriginOS 6 પર ચાલે છે . તેમાં 6.76 ઈંચનું ફૂલ HD +LCD ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 1200 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે . આની સાથે જ TUV Rheinland Low Blue Light સર્ટિફિકેશન મળ્યું છે .

પરફોર્મન્સ અને સ્ટોરેજ :
આ ફોનમાં Media Tek Dimensity 7400 ટર્બો ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે સ્મૂથ પરફોર્મન્સ આપે છે . તેમાં 8GB સુધી RAM અને 256GB સુધી  ઇન્ટર્નલ સ્ટોરેજ મળે છે .

કેમેરા :
ફોટોગ્રાફી માટે ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ છે , જેમાં 50MP Sony IMX852 પ્રાઈમરી સેન્સર અને 2MP બોહેક લેન્સ છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

બેટરી :
Vivo T5x 5G માં 7,200mAh ની મોટી બેટરી આપવામાં આવી છે , જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . આ ફોનની બેટરી એક જ વખત ચાર્જ કરવાથી 40 કલાક સુધી વિડીયો પ્લેબેક અને 93 કલાક સુધી મ્યુઝિક પ્લેબેક આપી શકે છે .

કનેક્ટિવિટી માટે આ ફોનમાં 5G, Bluetooth 5.4, Wi-Fi, GPS અને USB Type-C પોર્ટ જેવા વિકલ્પો મળી રહેશે . આ ફોન IP68 અને IP69 રેટિંગ સાથે આવે છે .આ ફોનનું વજન લગભગ 219 ગ્રામ છે અને તેનો ડિઝાઇન પ્રીમિયમ અનુભવ આપે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 1TB ડેટા લીકના દાવા વચ્ચે બેંક ઓફ બરોડાની સફાઈ , ફોરેન્સિક તપાસ શરૂ
  2. Vivo T5x 5Gને મળ્યો નવો Fusion Red કલર , 30 જુલાઈથી શરૂ થશે વેચાણ
  3. હેન્ડ્સ ફ્રી અનુભવ માટે Pebbleના SEEQ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ , કિંમત રૂપિયા 9,999થી શરૂ
  4. બેંકિંગ અને ઓનલાઇન ડેટાની સુરક્ષા પર ક્વોન્ટમ કમ્પ્યુટરનો ખતરો , નવી ટેક્નોલોજી પર કામ શરૂ
  5. પ્રથમ સેલ્ફી વિડીયો બન્યો સુપરહિટ , PM મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 105 મિલિયન પાર
  6. ટચસ્ક્રીન MacBook તરફ Appleનું મોટું પગલું OLED ડિસ્પ્લે સાથે આવી શકે નવું મોડલ
  7. Vi Movies & TV પેક આવ્યું , રૂપિયા 200માં OTT સબ્સ્ક્રિપ્શન સાથે 30GB ડેટા
  8. ChinaJoy ઇવેન્ટમાં આવી શકે છે Redmi K100 સિરીઝ , લીક્સમાં સામે આવ્યા મોટા ફીચર્સ
  9. દેશમાં ડિજિટલ કનેક્ટિવિટીનો વિસ્તાર , ગામડાઓ સુધી પહોંચ્યું 4G અને 5G
  10. 200MP કેમેરા સાથે Samsung Galaxy S25 Ultra 5G સસ્તો થયો , જાણો નવી ઓફર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »