કંપનીનું માનવું છે કે AirPods Max 2 એ તેના મૂળ મોડેલ કરતા વધારે સારો છે કારણ કે તેમાં એક્ટિવ નોઇઝ કેન્સલેશન હોય છે .
Photo Credit: Apple
એપલના નવા ઓવર-ઈયર હેડફોન પાંચ કલરમાં ઉપલબ્ધ છે .
Apple એ સોમવારે તેના નવા પ્રીમિયમ ઓવર- ઈયર હેડફોન્સ AirPods Max 2 લોન્ચ કર્યા છે . આ મોડેલ AirPods Max ના લોન્ચ પછી લગભગ પાંચ વર્ષ પછી લોન્ચ થવા જઈ રહ્યું છે તેમાં નવી ટેક્નોલોજી સાથે સુધરેલ ઓડિયો અનુભવ આપવામાં આવ્યો છે . AirPods Max 2 નવી H2 ચિપ દ્રારા સંચાલિત છે . જે H1 ચિપ કરતાં વધુ શક્તિશાળી અને કાર્યક્ષમ છે . આ ચિપ ઓડિયો પ્રોસેસિંગ અને નોઇઝ કેન્સલેશનને વધુ સુધારે છે . કંપનીના જણાવ્યા મુજબ આ નવા મોડેલમાં Active Noise Cancellation વધારે અસરકારક બનશે કારણ કે તે બહારનો અવાજ સારી રીતે બ્લોક કરે છે , ખાસ કરીને જયારે આપણે ટ્રાફિકમાં અને મુસાફરી કરતા હોય .
આનો Transparency Mode પણ અપગ્રેડ કરવામાં આવ્યો છે . જેથી વપરાશકર્તાને આસપાસના અવાજોને વધુ સારી રીતે સાંભળી શકે .નવા ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગના કારણે ઓડિયો અનુભવ વધુ સ્મૂથ અને ક્લિયર બન્યો છે .
AirPods Max 2ની કિંમત ભારતમાં રૂપિયા 67,900 રાખવામાં આવી છે અને તે પાંચ કલર વિકલ્પોમાં પણ ઉપલબ્ધ રહેશે . વૈશ્વિક સ્તરે આનું વેચાણ 25 માર્ચથી શરૂ થશે .
ફીચર્સની વાત કરીએ તો આ હેડફોન્સમાં Adaptive Audio અને Conversation Awareness જેવી સ્માર્ટ સુવિધાઓ આપવામાં આવી છે .Adaptive Audio એ પોતાની આસપાસની અવાજને જાતે જ એડજસ્ટ કરે છે , જયારે Conversation Awareness વપરાશકર્તા બોલે ત્યારે મ્યુઝિકનો વોલ્યૂમ ઘટાડે છે .આ ઉપરાંત Live Translation અને Voice Isolation જેવી સુવિધાઓ તમારા કોલને વધુ સ્પષ્ટ અને સરળ બનાવી દે છે . આમા ઓડિયોની ગુણવત્તા માટે હાઈ -ડાયનેમિક-રેન્જ એમ્પ્લીફાયર આપવામાં આવ્યું છે , જે બેલેન્સ્ડ અને ક્લીન સાઉન્ડ આપે છે .USB Type-C દ્રારા 24 bit/48kHz લોસલેસ ઓડિયો અને અલ્ટ્રા- લો લેટન્સી સપોર્ટ પણ ઉપલબ્ધ છે .
આ હેડફોન્સ Personalized Spatial Audio અને Dynamic Head Tracking ને સપોર્ટ કરે છે , જે વધુ સારો 3D ઓડિયો અનુભવ આપે છે . ક્રિએટર્સ માટે સ્ટુડિયો ક્વોલિટી રેકોર્ડિંગ અને કેમેરા કંટ્રોલ જેવી સુવિધાઓ પણ હશે .
વાત હવે બેટરીની કરીએ તો AirPods Max 2 ANC અને Spatial Audio સાથે 20 કલાક સુધી ચાલે છે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . Apple એ આપણા પર્યાવરણનું ધ્યાનમાં રાખતા રિસાયકલ મટિરિયલનો ઉપયોગ કર્યો છે . જે તેના કાર્બન ન્યુટ્ર્લ સાથે આવે છે .
જાહેરાત
જાહેરાત