OnePlus ટૂંક સમયમાં Nord 6 અને Nord CE 6 લોન્ચ કરી શકે છે

OnePlus Nord 6 Series એપ્રિલમાં ભારતમાં લોન્ચ થઇ શકે છે

OnePlus ટૂંક સમયમાં Nord 6 અને Nord CE 6 લોન્ચ કરી શકે છે

Photo Credit: Gadget 360

OnePlus Nord CE 6એ ગયા Nord CE 5 ને સફળ બનાવશે .

હાઇલાઇટ્સ
  • OnePlus Nord Series માટે Amazon પર માઈક્રોસાઇટ લાઈવ
  • ફોનમાં 6.78 ઈંચનું Full-HD + OLED LTPS ડિસ્પ્લે
  • Qualcomm Snapdragon 8s Gen 4 ઓક્ટા-કોર ચિપસેટ
જાહેરાત

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlus એ ભારતમાં પોતાની નવી Nord Series લોન્ચ કરવાની તૈયારીમાં છે . તાજેતરમાં કંપનીએ નવા Nord લાઇનઅપનો ટીઝ આપ્યો છે . જેમાં OnePlus Nord 6 અને OnePlus Nord CE 6 સામેલ હોવાની શક્યતા છે . અહેવાલો મુજબ આવતા અઠવાડિયા કે મહિનામાં ભારતીય બજારમાં રજૂ થઇ શકે છે . જુલાઈ 2025માં OnePlus Nord CE 5 ભારતમાં મિડ-રેન્જ સ્માર્ટફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો . હવે તેની  આગળની પેઢી તરીકે OnePlus Nord CE 6 રજૂ થવાની સંભાવના છે .આના સાથે જ OnePlus Nord 6  પણ લાઇનઅપમાં રજૂ થઈ શકે છે . આ બંને ફોન OnePlus Turbo 6 અને OnePlus Turbo 6V ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે ભારતમાં લોન્ચ થઇ શકે છે .

કંપનીએ હજુ સુધી કોઈ પણ સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરી નથી પરંતુ OnePlus Nord  Series માટે Amazon પર માઈક્રોસાઇટ લાઈવ થઇ ગઈ છે . તેથી આ વાતની પુષ્ટિ થઇ  છે કે ભારતમાં આ ફોન એમેઝોન દ્રારા વેચાણમાં ઉપલબ્ધ રહેશે .

એકે ટેક બ્લોગર અનવિનરાજ વલિયાથારા એ X પર માહિતી શેર કરતા કહ્યું છે કે CPH2805 મોડેલ નંબરવાળો OnePlus SmartPhone Bureau of Indian Standards (BIS ) ડેટાબેસમા જોવા મળ્યા છે . તેમના મુજબ આ નંબર OnePlus Nord CE 6 સાથે જોડાયેલો હોઈ શકે છે .

નવા અહેવાલો મુજબ OnePlus Nord  6 Series એપ્રિલમાં ભારતમાં લોન્ચ થઇ શકે છે . કેટલાક લીક્સ અનુસાર આ સિરીઝ OnePlus Turbo 6  લાઇનઅપના  રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે આવી શકે છે , જેનું 8 જાન્યુઆરીએ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું .

સ્પેસિફિકેશન્સ:

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો OnePlus Nord CE 6 માં 9,000mAh બેટરી મળી શકે છે , જે 80W ફાસ્ટ ચાર્જિંગ અને 27W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ  કરી શકે છે . આ ફોનમાં 6.78 ઈંચનું Full-HD + OLED LTPS ડિસ્પ્લે હોઈ શકે છે , જે 144Hz સુધી રિફ્રેશ રેટ આપે છે .આ સ્માર્ટફોન Qualcomm Snapdragon  8s Gen 4 ઓક્ટા-કોર ચિપસેટ સાથે આવશે . તેમાં LPDDRx RAM અને USF 4.1 સ્ટોરેજ મળી શકે છે . હવે વાત કેમેરાની તો આ ફોનમાં  50 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર હોઈ શકે છે .

ઉપરના બધા અહેવાલોથી જાણ થાય છે કે Nord CE 6 , જુલાઈ 2025માં લોન્ચ થયેલા OnePlus Nord  CE 5 કરતા અપગ્રેટેડ રહેશે . OnePlus Nord  CE 5ની ભારતમાં કિંમત રૂપિયા 24,999 રાખવામાં આવી હતી અને તેમાં 6.77 ઇંચ AMOLED ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ , Media Tek Dimensity 8350 Apex ચિપસેટ અને 7,100mAh બેટરી આપવામાં આવી હતી .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus ટૂંક સમયમાં Nord 6 અને Nord CE 6 લોન્ચ કરી શકે છે
  2. Realme P4 Lite 5G નો લોન્ચ 19 માર્ચે ડિઝાઇન , બેટરી અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર
  3. iQOO Z11 X 5G સેલ શરૂ : એમેઝોન પર મળશે ડિસ્કાઉન્ટ
  4. ફ્લિપકાર્ટ પર ડીલ : Motorola Edge 60 Fusion 5G હવે 18,999 રૂપિયા સુધી ખરીદો
  5. Vivo X300 Ultraમાં સિનેમા સ્ટાઇલ વિડીયો રિકોર્ડિંગ ફીચર્સ , 30 માર્ચે લોન્ચ થવાની શક્યતા
  6. Apple iOS 27 માં Liquid Glass ડિઝાઇન પહેલા જેવી જ , Foldable iPhone માટે ખાસ ફીચર્સ
  7. હબલ અને યુક્લિડ ટેલિસ્કોપે 'કેટ્સ આઈ નેબ્યુલા ' નું અદભૂત નવું દ્રશ્ય કેદ કર્યું
  8. એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone વિશે નવા લીક્સ :1TB સુધી સ્ટોરેજ અને પ્રીમિયમ કિંમતની સંભાવના
  9. Snapdragon 7 ચિપ અને Glyph લાઇટિંગ સાથે Nothing Phone 4a Series વેચાણમાં
  10. Poco X8 Pro Seriesની સંપૂર્ણ વિગતો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »