ફ્લિપકાર્ટ પર ડીલ : Motorola Edge 60 Fusion 5G હવે 18,999 રૂપિયા સુધી ખરીદો

Motorola Edge 60 Fusion 5G હવે ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે , જ્યાં બેંક ઑફર્સ બાદ તેની કિંમત લગભગ 18,999 રૂપિયા થઇ શકે છે

ફ્લિપકાર્ટ પર ડીલ : Motorola Edge 60 Fusion 5G હવે 18,999 રૂપિયા સુધી ખરીદો

Photo Credit: Gadget 360

હાઇલાઇટ્સ
  • 6.7 ઈંચનું AMOLED ડિસ્પ્લે
  • 12GB સુધી RAM અને 256GB સુધી સ્ટોરેજ
  • 5,500mAh બેટરી , જે 68W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે
જાહેરાત

Motorola Edge 60 Fusion 5G હવે ફિલ્પકાર્ટ પર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . આ સ્માર્ટફોન ભારતમાં રૂપિયા 20,999 રૂપિયાની કિંમતે લોન્ચ થયો હતો . હાલમાં ફ્લિપકાર્ટ પર 1000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ પછી તેની કિંમત 19,999 થઇ ગઈ છે . જો ગ્રાહકો ફ્લિપકાર્ટ એક્સિસ અથવા ફ્લિપકાર્ટ SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે , તો તેમને વધારાના રૂપિયા 1000નું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે . આ રીતે ફોનની નવી અને અસરકારક કિંમત લગભગ 18,999 રૂપિયા સુધી પહોંચી જાય છે . જે લોકો એકસાથે સંપૂર્ણ રકમ ચૂકવવા માંગતા નથી , તેઓ EMI વિકલ્પની પસંદગી પણ કરી શકે છે .

EMI દર મહિને લગભગ 3,334 રૂપિયાથી શરૂ થાય છે , અને 6 મહિના સુધી ઉપલબ્ધ છે . આ ઉપરાંત ગ્રાહકો પોતાના જૂના ફોનને એક્સચેન્જ કરાવીને 15,950 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ મેળવી શકે છે .

Motorola Edge 60 Fusion 5Gના ફીચર્સ 
 હવે વાત કરીએ કેમેરાની તો  આ સ્માર્ટફોનમાં 50MPનો મુખ્ય કેમેરા અને 13MPનો અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યો છે . આ ફોનમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 32MP ફ્ર્ન્ટ કેમેરા મળે છે .

ફોનમાં 6.7 ઈંચનું AMOLED ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને HDR સપોર્ટ સાથે આવે છે . તેની બ્રાઇટનેસ 4,500 nits સુધી પહોંચી શકે છે . આની સાથે જ સ્ક્રીન સુરક્ષા  માટે ગોરિલા ગ્લાસ આપવામાં આવ્યું છે .

પરફોર્મન્સ:

પરફોર્મન્સ માટે આ ફોનમાં Media Tek Dimensity 7400 પ્રોસેસર છે . ફોનમાં 12GB સુધી RAM અને 256GB સુધી સ્ટોરેજ મળે છે , જેને MicroSD કાર્ડ દ્રારા તે 1TB સુધી વધારી શકાય છે .

બેટરી અને ચાર્જિંગ:

વાત કરીએ બેટરી અને ચાર્જિંગની તો આ સ્માર્ટફોનમાં 5,500mAh બેટરી છે , જે 68W  ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . આની સાથે જ ફોનને પાણીના છાંટા અને ધૂળથી રક્ષણ માટે IP68 અને IP69 રેટિંગ પણ આપવામાં આવ્યું છે .  આ ડિવાઇસ Android 15 આધારિત MotoUI પર ચાલે છે . આ ફોનમાં AI આધારિત કેટલીક સ્માર્ટ સુવિધાઓ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »