Realme P4 Lite 5G નો લોન્ચ 19 માર્ચે ડિઝાઇન , બેટરી અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર

Realme P4 Lite 5G ભારતમાં Flipkart અને Realme India ઓનલાઇન સ્ટોર દ્રારા ખરીદી શકાશે

Realme P4 Lite 5G નો લોન્ચ 19 માર્ચે ડિઝાઇન , બેટરી અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર

Photo Credit: Realme

Realme P4 Lite 5Gની જાડાઈ 8.4mm હશે

હાઇલાઇટ્સ
  • પાછળના ભાગમાં ડયુઅલ મેટ્રિક્સ AI કેમેરા સેટઅપ
  • Media Tek Dimensity 6,300 5G ઓક્ટા કોર ચિપસેટ
  • ચાર વર્ષ સુધી "ઝીરો લેગ " નો અનુભવ
જાહેરાત

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Realme એ સોમવારે જાહેરાત કરી હતી કે Realme P4 Lite 5G  આ અઠવાડિયાના અંતમાં ભારતમાં લોન્ચ થશે . આ હેન્ડસેટ  24 ફેબ્રુઆરીએ લોન્ચ થયેલ Realme P4 Lite નો 5G વર્ઝન છે . કંપનીએ ફોનની લોન્ચ તારીખ સાથે કેટલીક મહત્વની સ્પેસિફિકેશન અને ફીચર્સની માહિતી આપી છે . આ સ્માર્ટફોન Flipkart અને Realme ની સત્તાવાર વેબસાઈટ દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ થશે  અને આ સ્માર્ટફોન તમને બે કલરના વિકલ્પમાં મળી રહેશે .  કંપનીએ ફોનની ડિઝાઇન પણ ટીઝ કરી છે જે Mosaic  Blue અને Mosaic  ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે .

Realme P4 Lite 5G ભારતમાં લોન્ચ તારીખ :
કમ્પનીએ જણાવ્યા અનુસાર Realme P4 Lite 5G  ભારતમાં 19 માર્ચે બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે . આ સ્માર્ટફોનમાં 7,000mAh ની મોટી બેટરી હશે  જે એક જ ચાર્જ પર લગભગ 1.47 દિવસ સુધી બેટરી બેકઅપ આપવાનો દાવો કર્યો છે .

ડિઝાઇન અને કેમેરા :
Realme P4 Lite 5G ના પાછળના ભાગમાં ડયુઅલ મેટ્રિક્સ AI કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે . તેમાં 13 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા સેન્સર હશે . ફોનમાં  ડયુઅલ ટોન રિયર પેનલ આપવામાં આવી છે જેમાં અલગ અલગ શેડના લંબચોરસ બ્લોક્સ જોવા મળે છે . કંપની આ ડિઝાઇનને " ColorPop " નામ  આપી રહી છે  અને આ ફોનની જાડાઈ લગભગ 8.4mm હશે .

સ્પેસિફિકેશન અને ફીચર્સ :
Realme P4 Lite 5Gમાં Media Tek Dimensity 6,300 5G ઓક્ટા કોર ચિપસેટ આપવામાં આવશે , જે 6nm પ્રકિયા પર આધારિત છે . આ ફોનમાં હીટ મેનેજમેન્ટ માટે તેમાં એરફ્લૉ વેપર  ચેમ્બર મળશે , જેમાં 5,300 સ્કવેર મીમી હીટ ડિસિપેશન એરિયા હશે .

ફોનમાં 144Hz  સુધી રિફ્રેશ રેટને  સપોર્ટ કરતું ડિસ્પ્લે મળે છે , જે 900 nits સુધી પીક બ્રાઇટનેસ આપી શકે છે . કંપની મુજબ આ હેન્ડસેટ IP64 રેટિંગ સાથે આવશે , જે ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષા આપે છે અને સાથે જ તેમાં MIL -STD -810H શોક રેઝિસ્ટન્સ પણ મળશે .

Realme કંપની આ વાતનો દાવો કરી રહી છે કે Realme P4 Lite 5G ચાર વર્ષ સુધી "ઝીરો લેગ " નો અનુભવ આપશે . આ સ્માર્ટફોન Android 16 આધારિત  Realme UI 7.0 સાથે આવશે અને તેમાં AI Boost પરફોર્મન્સ ઓપ્ટિમાઇઝેશન ફીચર પણ આપવામાં આવશે . આ હેન્ડસેટ 6GB RAM અને 128GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ રહેશે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus ટૂંક સમયમાં Nord 6 અને Nord CE 6 લોન્ચ કરી શકે છે
  2. Realme P4 Lite 5G નો લોન્ચ 19 માર્ચે ડિઝાઇન , બેટરી અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર
  3. iQOO Z11 X 5G સેલ શરૂ : એમેઝોન પર મળશે ડિસ્કાઉન્ટ
  4. ફ્લિપકાર્ટ પર ડીલ : Motorola Edge 60 Fusion 5G હવે 18,999 રૂપિયા સુધી ખરીદો
  5. Vivo X300 Ultraમાં સિનેમા સ્ટાઇલ વિડીયો રિકોર્ડિંગ ફીચર્સ , 30 માર્ચે લોન્ચ થવાની શક્યતા
  6. Apple iOS 27 માં Liquid Glass ડિઝાઇન પહેલા જેવી જ , Foldable iPhone માટે ખાસ ફીચર્સ
  7. હબલ અને યુક્લિડ ટેલિસ્કોપે 'કેટ્સ આઈ નેબ્યુલા ' નું અદભૂત નવું દ્રશ્ય કેદ કર્યું
  8. એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone વિશે નવા લીક્સ :1TB સુધી સ્ટોરેજ અને પ્રીમિયમ કિંમતની સંભાવના
  9. Snapdragon 7 ચિપ અને Glyph લાઇટિંગ સાથે Nothing Phone 4a Series વેચાણમાં
  10. Poco X8 Pro Seriesની સંપૂર્ણ વિગતો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »