Oppo A6c ની એન્ટ્રી , Unisoc ચિપસેટ અને 13MP કેમેરા સાથે મળશે બજેટમાં પ્રીમિયમ ફીચર્સ

Oppo A6c હાલમાં ભારતમાં Oppo ઓનલાઈન સ્ટોર પર ખરીદી માટે ઉપલબ્ધ છે .

Oppo A6c ની એન્ટ્રી , Unisoc ચિપસેટ અને 13MP કેમેરા સાથે મળશે બજેટમાં પ્રીમિયમ ફીચર્સ

Photo Credit: Oppo

Oppo A6c માં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપેલ છે .

હાઇલાઇટ્સ
  • Oppo એ બજેટ A - સિરીઝમાં નવા સ્માર્ટફોન Oppo A6c લોન્ચ કર્યો
  • ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલ ડયુઅલ રિયર કેમેરા સેટઅપ
  • ભારતમાં Oppo A6c ની શરૂઆતની કિંમત રૂપિયા 13,999 રાખવામાં આવી
જાહેરાત

સોમવારે ભારતમાં Oppo એ તેની બજેટ A - સિરીઝમાં નવા સ્માર્ટફોન તરીકે Oppo A6c લોન્ચ કર્યો છે . આ હેન્ડસેટ કંપનીની ઓફિસિયલ વેબસાઈટ પર બે RAM અને સ્ટોરેજ વિકલ્પોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે . ફોનમાં બે આકર્ષક કલર ઓપ્શન ફેધર વ્હાઇટ અને સ્ટોન બ્રાઉન માં રજૂ કરવામાં આવ્યો છે . Oppo A6c Unisoc ચિપસેટથી સંચાલિત છે અને તેમાં 4GB RAM સાથે 128GB સુધીનું ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે . ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલ ડયુઅલ રિયર કેમેરા સેટઅપ અને 7,000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે .

Oppo A6c ભારતમાં કિંમત :

ભારતમાં Oppo A6c ની શરૂઆતની કિંમત રૂપિયા 13,999 રાખવામાં આવી છે , જે 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે . જયારે 4GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 16,999 છે . આ સ્માર્ટફોન હાલમાં Oppo ઓનલાઈન સ્ટોર મારફતે ખરીદી માટે ઉપલબ્ધ છે .

Oppo A6c ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

Oppo A6c માં 6.75 ઈંચનું HD + LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 900 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . ડિસ્પ્લે 240Hz  ટચ સેમ્પલિંગ રેટ , 100 ટકા sRGB કવરેજ અને 90.5 ટકા સ્ક્રીન - ટુ - બોડી રેશિયો જેવી સુવિધાઓ સાથે આવે છે . કંપનીના જણાવ્યા અનુસાર , હેન્ડસેટ IP64 રેટિંગ સાથે ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષા આપે છે .

આ સ્માર્ટફોનમાં ઓક્ટા - કોર Unisoc T7250 પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે Mali-G57 GPU સાથે જોડાયેલું છે . સુરક્ષા માટે સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ  સેન્સર પણ આપવામાં આવ્યું છે .

વાત કરીએ કેમેરાની તો Oppo A6cમાં  13 મેગાપિક્સલનો મુખ્ય રિયર કેમેરા છે , જે ઓટોફોક્સ અને f/2.2 અપર્ચર સાથે આવે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમ 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .  આ હેન્ડસેટ 1080p /30fps સુધી વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે .

Oppo A6c માં 7,000mAhની બેટરી આપવામાં આવી છે , જે USB Type - C પોર્ટ દ્રારા 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi - Fi 5, Bluetooth 5.2 , GPS, GLONASS, Galileo, BeiDou, QZSS અને 3.5mm ઓડિયો જેક જેવી સુવિધાઓ આપવામાં આવી છે . ફોનનું વજન લગભગ 215 ગ્રામ છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »