મોટોરોલા રેઝર ફોલ્ડ ફ્લિપકાર્ટ અને બીજા પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે .
Photo Credit: Gadgets 360
આ ફોન લીલી વ્હાઈટ અને બ્લેકનેડ બ્લુ કલરમાં ઉપલબ્ધ છે .
Motorola એ ગયા અઠવાડિયે ભારતમાં લોન્ચ કરાયેલા Motorola Razr Fold ને હવે ખરીદી માટે ઉપલબ્ધ બનાવ્યો છે . Lenovo માલિકીની બ્રાન્ડનું આ પહેલું બુક - સ્ટાઈલ ફોલ્ડેબલ સ્માર્ટફોન છે , જેને પહેલી વખત માર્ચમાં યોજાયેલા Mobile World Congress 2026 દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો . સ્માર્ટફોનમાં 6.6 ઇંચ કવર ડિસ્પ્લે અને 8.1 ઇંચની ફોલ્ડેબલ સ્ક્રીન આપવામાં આવી છે . તે Snapdragon 8 Gen 5 પ્રોસેસરથી સંચાલિત છે અને 16GB સુધીની RAM સાથે આવે છે . આ હેન્ડસેટ Android 16 પર ચાલે છે અને તેમાં 6,000mAh બેટરી આપવામાં આવી છે
ભારતમાં Motorola Razr Fold ની શરૂઆતની કિંમત 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂપિયા 1,49,999 રાખવામાં આવી છે . આ ઉપરાંત , કંપનીએ 16GB RAM અને 512GB સ્ટોરેજ વાળો મોડેલ પણ રજૂ કર્યો છે , જેની કિંમત રૂપિયા 1,59,999 છે . કંપનીએ ખાસ FIFA World Cup 26 Collection એડિશન પણ રજૂ કર્યું છે , જે રૂપિયા 1,69,999 માં ઉપલબ્ધ છે .
Motorola Razr Fold ને Pantone Blackened Blue અને Pantone Lily White કલર વિકલ્પોમાં ખરીદી શકાય છે . આ સ્માર્ટફોન Flipkart અને દેશભરના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ કરવામાં આયો છે .
આ લોન્ચ ઓફર્સ હેઠળ ગ્રાહકોને રૂપિયા 10,000 સુધીનો ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ અથવા એક્સચેન્જ બોનસ મળશે . આ ઓફર બાદ 12GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 1,39,999 થાય છે , જયારે 16GB + 512GB અને FIFA World Cup 26 Collection મોડેલ અનુક્રમે રૂપિયા 1,49,999 અને રૂપિયા 1,59,999 ની કિંમતે ઉપલબ્ધ રહેશે .
આ ફોન માટે પસંદગીની બેંકો દ્રારા 18 મહિના સુધી નો - કોસ્ટ EMI વિકલ્પ પણ આપવામાં આવ્યો છે . વધુમાં 20 જૂન સુધી આ ફોલ્ડેબલ ફોન ખરીદનાર ગ્રાહકોને એક વખત મફત સ્ક્રીન રિપ્લેસમેન્ટની સુવિધા મળશે , જે ખરીદીની તારીખથી એક વર્ષ સુધી માન્ય રહેશે .
Reliance Jio ના યુઝર્સને ખાસ લાભ પણ મળશે . 449 રૂપિયાના પ્લાન સાથે ગ્રાહકોને ત્રણ મહિનાનું JioHotstar સબ્સ્ક્રિપ્શન , Gemini Pro પ્લાન સાથે 5,000GB ક્લાઉડ સ્ટોરેજ અને Tira , Ajio તથા EaseMyTrip જેવી બ્રાન્ડ્સ તરફથી વધારાના કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર્સ મળશે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report