આ બંને સુવિધાઓ એમના માટે ડિઝાઈન કરવામાં આવી છે જેમાં સ્લીપ એપનિયા અને સાંભળવાની અશક્તિનો સમાવેશ થાય છે
Photo Credit: Apple
આ સુવિધાઓ સૌપ્રથમ 2024માં Apple Watch અને AirPods pro માટે જાહેર કરવામાં આવી હતી
એપલે ભારતમાં તેની બે મહત્વપૂર્ણ હેલ્થ ફીચર્સ Sleep Apnea Notification અને Hearing Test લોન્ચ કરવાની જાહેરાત કરી છે . કંપનીને હવે સપોર્ટેડ Apple Watch અને AirPods Pro મોડેલ્સ માટે જરૂરી નિયમોની મંજૂરી મળી ગઈ છે . આ બંને ફીચર્સનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર્સને ઊંઘ અને સાંભળવાની ક્ષમતા સંબંધિત સમસ્યાઓને પહેલા જ ઓળખવામાં મદદ કરવાનો છે . એપલે જણાવ્યું છે કે તમામ હેલ્થ ડેટા ઓન - ડિવાઈસ પ્રોસેસિંગ અને એન્ક્રિપ્ટેડ iCloud સ્ટોરેજ દ્રારા સુરક્ષિત રહેશે . દુનિયાભરમાં એક અબજથી વધુ લોકો Sleep Apnea થી પ્રભાવિત છે .
ભારતમાં હવે Apple Watch SE (3rd Gen ), Apple Watch Series 9 અને તેના પછીના મોડેલ્સ તેમજ Apple Watch Ultra 2 અને નવા વેરિઅન્ટસ પર Sleep Apnea Notifications ઉપલબ્ધ રહેશે . આ ફીચર 18 વર્ષથી વધુ ઉંમરના એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેમને પહેલા Sleep Apneaનું ઈલાજ થયું નથી .
કંપની અનુસાર , દુનિયાભરમાં એક અબજથી વધુ લોકો Sleep Apnea થી પ્રભાવિત છે , પરંતુ મોટાભાગના કેસ હજુ સુધી ઓળખાયા નથી . જો સમયસર સારવાર ન મળે તો હાઈ બ્લડ પ્રેશર , ટાઈપ 2 ડાયાબિટીસ અને હદયરોગ જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ વધી શકે છે .
આ ફીચર Apple Watch ના એક્સીલેરોમીટરનો ઉપયોગ કરીને ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં થતી ગડબડને ટ્રેક કરે છે . તે 30 દિવસના ડેટાનું ટેસ્ટ કરી મધ્યમથી ગંભીર Sleep Apnea ના સંકેતો શોધે છે . જો સંભવિત પેટર્ન જોવા મળે તો યુઝરને નોટિફિકેશન મળશે અને Health એપમાં તેમની રિપોર્ટ તૈયાર કરી શકાશે , જેને ડૉક્ટર સાથે શેર કરી શકાય છે .
એપલે ભારતમાં AirPods Pro માટે Hearing Test ફીચર પણ રજૂ કર્યું છે . આ સુવિધા AirPods Pro ( 2nd Gen ) અને AirPods Pro ( 3rd Gen ) માટે ઉપલબ્ધ રહેશે . જોકે Hearing Aid ફીચર હજી અંતિમ પગલાં માત્ર બાકી છે અને પછી લોન્ચ કરવામાં આવશે .
Hearing Test ફીચર iPhone અને iPad ની Hearing Help સેટિંગ્સ મારફતે ઉપયોગ કરી શકાય છે . આ આખી પ્રક્રિયામાં લગભગ પાંચ મિનિટમાં પૂર્ણ થાય છે અને 250Hz થી 8000Hz સુધીની જુદી જુદી ફ્રીક્વન્સી પર સાંભળવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે .
આ ટેસ્ટ દરમિયાન યુઝરને AirPods દ્રારા વગાડવામાં આવતા અવાજ સાંભળતા જ સ્ક્રીન પર ટેપ કરવાનું રહે છે . વધુ સારા પરિણામ માટે દરેક અવાજ ત્રણ વખત વગાડવામાં આવે છે . સિસ્ટમ પહેલા આસપાસના અવાજનું નિરીક્ષણ કરે છે અને Ear Tip Fit Test દ્રારા ઈયરબડ્સને યોગ્ય રીતે ફિટ થયા છે કે નહીં તેની ખાતરી કરે છે .
ટેસ્ટ પૂર્ણ થયા પછી , યુઝરને dBHLમાં માપવામાં આવેલા Hearing Results અને સંપૂર્ણ Audiogram Health એપમાં મળશે . આ રિપોર્ટ્સને ડોક્ટર અથવા હેલ્થકેર નિષ્ણાંતો સાથે સરળતાથી શેર કરી શકાય છે . એપલે જણાવ્યું છે કે તમામ હેલ્થ ડેટા ડિવાઈસ અને iCloud બંનેમાં એન્ક્રિપ્ટેડ રહેશે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 Reportedly Receive One UI 8.5 Stable Update in India