Acer Aspire 5 AI લેપટોપ આવ્યો ભારતમાં 32GB RAM અને Copilot + સપોર્ટ સાથે

Acer Aspire 5 AI માં 53.8Wh લિથિયમ - આયન બેટરી છે જે 65W ચાર્જિંગને સપોર્ટ કરે છે

Acer Aspire 5 AI લેપટોપ આવ્યો ભારતમાં 32GB RAM અને Copilot + સપોર્ટ સાથે

Photo Credit: Acer

Acer Aspire 5 AI સિંગલ સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે .

હાઇલાઇટ્સ
  • ભારતમાં Acer એ નવા Aspire 5 AI લેપટોપ લોન્ચ
  • Windows 11 Home પર ચાલતું આ ડિવાઈસ Copilot + ફીચર્સ
  • Acer Aspire 5 AI માં 14 ઇંચ WUXGA IPS ડિસ્પ્લે
જાહેરાત

ભારતમાં Acer એ નવા  Aspire 5 AI લેપટોપને લોન્ચ કર્યો છે , જે  Intel Core Ultra 7 પ્રોસેસર સાથે આવે છે . આ લેપટોપમાં 14 ઇંચ WUXGA ડિસ્પ્લે , 32GB સુધી LPDDR5 RAM અને 1TB સુધી NVMe SSD સ્ટોરેજ આપવામાં આવ્યું છે . Windows 11 Home પર ચાલતું આ ડિવાઈસ Copilot + ફીચર્સને સપોર્ટ કરે છે . કંપનીએ તેમાં Wi - Fi 6, ફૂલ - HD વેબકેમ સાથે પ્રાઇવસી શટર અને 65W USB Type - C  ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ ઉમેરેલી છે .  Aspire 5 AI ને ખાસ કરીને પ્રોડક્ટિવિટી , કન્ટેન્ટ કન્ઝમ્પશન અને ગેમિંગ માટે હળવા અને પાતળા લેપટોપ તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે .

Acer Aspire 5 AI ભારતમાં કિંમત :

ભારતમાં Acer Aspire 5 AI ની શરૂઆતની કિંમત રૂપિયા 79,999 રાખવામાં આવી છે . લેપટોપ સિલ્વર કલર વિકલ્પમાં ઉપલબ્ધ રહેશે અને તેને Acer Exclusive  Stores , Acer India Online Store ,  Amazon India , Croma, Reliance Digital અને Vijay Sales  પરથી ખરીદી શકાય છે .

Acer Aspire 5 AI ફીચર્સ:

Acer Aspire 5 AI માં 14 ઇંચ WUXGA IPS ડિસ્પ્લે છે , જે 1,920 x 1,200 પિક્સેલ રિઝોલ્યુશન અને 16:10 આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે . તેમાં Acer Comfy View ટેક્નોલોજી  આપવામાં આવી છે , જે લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન આંખો પરનો ઝગઝગાટ ઘટાડવામાં મદદ કરે છે . કંપનીએ Intel  Core Ultra  5 125H ચીપવાળો વેરિઅન્ટ પણ લિસ્ટ કર્યો છે , જે 3.6GHz બેઝ ક્લોક સ્પીડ અને 4.5GHz સુધી બૂસ્ટ સ્પીડ સપોર્ટ કરે છે .

લેપટોપમાં 32GB સુધી LPDDR5 RAM અને 1TB સુધી PCle Gen 4 NVMe SSD સ્ટોરેજનો વિકલ્પ મળે છે . વિડીયો કોલિંગ માટે તેમાં ફૂલ HD વેબકેમ , બિલ્ટ - ઈન - માઈક્રોફોન અને HD ઓડિયો સપોર્ટ સાથે ડયુઅલ સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે .

કનેક્ટિવિટી માટે Aspire 5 AI માં Wi - Fi 6 અને Bluetooth 5.1 સપોર્ટ છે . તેમાં બે USB 3.2 Gen 1 Type - C પોર્ટ , ત્રણ USB 3.2 Gen 1 Type -A  પોર્ટ , HDMI પોર્ટ , SD કાર્ડ રીડર , 3.5mm હેડફોન જેક અને Kensington Lock Slot આપવામાં આવ્યા છે .

આ લેપટોપમાં 53.8Wh બેટરી આપવામાં આવી છે , જે 65W USB Type - C ચાર્જિંગ સપોર્ટ કરે છે . આ ઉપરાંત તેમાં 180 ડિગ્રી હિન્જ , Copilot કી સાથે બેકલિટ કીબોર્ડ અને મલ્ટી - જેસ્ચર પ્રિસિઝન ટચપેડ પણ આપવામાં આવ્યો છે . Aspire 5 AI નું વજન આશરે 1.2kg છે અને કંપની તેની સાથે એક વર્ષની કેરી - ઈન વોરંટી પણ આપે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »