Leica કેમેરા અને 6500mAh બેટરી સાથે આવશે Xiaomi 17T સ્માર્ટફોન

Xiaomi 17T માં Leica ટ્યુન્ડ રિયર કેમેરા સિસ્ટમ હશે .

Leica કેમેરા અને 6500mAh બેટરી સાથે આવશે Xiaomi 17T સ્માર્ટફોન

Photo Credit: Xiaomi

Xiaomi 17T , Xiaomi 15T ની જગ્યા લેશે .

હાઇલાઇટ્સ
  • સ્માર્ટફોન Xiaomi 17T ભારતમાં 4 જૂને લોન્ચ થશે
  • Xiaomi 17T માં Leica ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે
  • અંદાજિત કિંમત રૂપિયા 69,000 થી રૂપિયા 72,000 વચ્ચે હોઈ શકે
જાહેરાત

Xiaomi એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેનું આગામી સ્માર્ટફોન Xiaomi 17T  ભારતમાં 4 જૂને લોન્ચ થશે . આ સાથે કંપની વર્ષો પછી પોતાની સૌથી લોકપ્રિય T સીરીઝને ભારતીય બજારોમાં ફરીથી રજૂ કરી રહી છે . દેશમાં છેલ્લે જાન્યુઆરી 2022માં Xiaomi 11T Pro લોન્ચ કરવામાં આવ્યો હતો . હવે નવી Xiaomi 17T  સિરીઝ ફરી એકવાર પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં કંપની મજબૂત સ્થિતિ મેળવશે એવી આશા રાખવામાં આવી છે . ભારતીય બજારમાં અંદાજિત કિંમત રૂપિયા 69,000 થી રૂપિયા 72,000 વચ્ચે હોઈ શકે છે .

" The T is Coming " ટેગલાઈન

કંપનીએ તાજેતરમાં " The T is Coming " ટેગલાઈન સાથે નવા ડિવાઈસનું ટિઝિંગ શરૂ કર્યું હતું . Xiaomi 17T  વૈશ્વિક સ્તરે 28 મેના રોજ પસંદગીના બજારોમાં  લોન્ચ થશે અને તેના એક અઠવાડિયા પછી ભારતીય બજારમાં એન્ટ્રી કરશે . અહેવાલો  મુજબ વૈશ્વિક માર્કેટમાં Xiaomi 17T  અને Xiaomi 17T Pro એમ બે મોડેલ લોન્ચ થઈ શકે છે , જોકે Pro મોડેલ ભારતમાં ઉપલબ્ધ ન થાય તેવી શક્યતા છે .

ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

ડિઝાઈનની વાત કરીએ તો ,   Xiaomi 17T  માં Leica ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે . કેમેરા મોડયુલ સ્કવેર - શેપ ડિઝાઈન સાથે પાછળની બાજુએ  આપવામાં આવશે અને તેમાં LED ફ્લેશ પણ હશે . સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો Light Fusion  મુખ્ય કેમેરા , 50 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા મળવાની શક્યતા છે . સાથે જ , સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે .

હવે વાત કરીએ પરફોર્મન્સની તો આ  Xiaomi 17T  માં Media Tek Dimensity 8500 Ultra ચિપસેટ મળવાની અપેક્ષા છે , જે 3.4GHz સુધીની પીક ક્લોક સ્પીડ ઓફર કરી શકે છે  . સ્માર્ટફોનમાં 12GB LPDDR5x  RAM અને 512GB સુધી UFS 4.1 સ્ટોરેજ આપવામાં આવી શકે છે . વધુમાં , 6500mAh ની મોટી બેટરી લાંબા સમય સુધી ઉપયોગ માટે મદદરૂપ બનશે .

 Xiaomi 17T  ભારતમાં કિંમત :

વાત કરીએ કિંમતની તો ,  Xiaomi 17T  ની ભારતીય બજારમાં અંદાજિત કિંમત રૂપિયા 69,000 થી રૂપિયા 72,000 વચ્ચે હોઈ શકે છે . પ્રીમિયમ ડિઝાઇન  , શક્તિશાળી કેમેરા અને મોટી બેટરીને કારણે આ સ્માર્ટફોન ફ્લેગશિપ સેગમેન્ટમાં એક મજબૂત સ્માર્ટફોન બને છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  2. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  3. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  4. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
  5. Flipkart પર iPhone 16 સસ્તો થયો , બેંક અને એક્સચેન્જ ઓફરથી વધુ ફાયદો
  6. Redmi K100 Proમાં 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 મળી શકે
  7. Realme C100xના ફીચર્સ આવ્યા સામે , 45W ફાસ્ટ ચાર્જિંગ અને 50MP કેમેરા સાથે આવશે ફોન
  8. 22 જુલાઈએ લોન્ચ થશે Samsung Galaxy Z Fold 8 , જાણો અપેક્ષિત કિંમત , ફીચર્સ અને સ્પેસિફિકેશન
  9. iQOO 16ના સ્પેક્સ લીક , પેરિસ્કોપ કેમેરા અને બેટરી સાથે આવી શકે છે સ્માર્ટફોન
  10. Samsung Galaxy A56 5G ની કિંમતમાં મોટો ઘટાડો , જાણો નવી ઓફર અને ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »