iQOO Z11 X 5G સેલ શરૂ : એમેઝોન પર મળશે ડિસ્કાઉન્ટ

હવે ભારતમાં એમેઝોન અને iQOO ઓનલાઇન સ્ટોર દ્રારા તમે iQOO Z11 X 5Gની ખરીદી કરી શકો છો

iQOO Z11 X 5G  સેલ શરૂ : એમેઝોન પર મળશે ડિસ્કાઉન્ટ

Photo Credit: Gadget 360

iQOO Z11 X 5Gમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે

હાઇલાઇટ્સ
  • Android 16 ના OriginOS 6
  • 4nm આધારિત Media Tek Dimensity 7,400 turbo ચિપસેટ
  • 50MPનો મુખ્ય કેમેરા સાથે 2MP બોહેક કેમેરા
જાહેરાત

iQOO Z11 X 5G  સ્માર્ટફોન 12 માર્ચે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે તે દેશમાં  વેચાણ માટે ઉપલબ્ધ છે .iQOO  જે Vivoની સબ બ્રાન્ડ છે અને તેના  Z સિરીઝના નવા મોડેલ તરીકે આ ફોનને રજૂ કરવામાં આવ્યો છે .આ ફોન તમને કંપનીના ઓનલાઇન સ્ટોર તેમજ ઈ-કોમર્સ મારફતે ખરીદી શકો છો . આના માટે પસંદગીના બેંક ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી કરતાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે .ભારતમાં iQOO Z11  X 5G  બે કલરના વિકલ્પમાં મળે છે  અને તે ત્રણ RAM સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે . આ ફોનમાં 7,200mAhની મોટી બેટરી પણ આપવામાં આવી છે . 

કિંમત , ઑફર્સ અને ઉપલબ્ધતા :
ભારતમાં  iQOO Z11  X 5Gની શરૂઆતની કિંમત 18,999 રૂપિયા છે . જે 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે , જયારે 8GB +128GB મોડેલની કિંમત 20,999 રૂપિયા રાખવામાં આવી છે .

ગ્રાહકોને બેઝ મોડેલ પર રૂપિયા 1,500નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે જયારે વધારે સ્ટોરેજ વેરિઅન્ટ પર Axis Bank અને State Bank Of Indiaના ક્રેડિટ કાર્ડ સાથે 2,000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ તો મળે જ છે .

આ ફોન ભારતમાં હવે Amazon . iQOO ઓનલાઇન સ્ટોર અને Vivoના સ્ટોર પરથી પણ ખરીદી શકાય છે . જે પ્રિઝમેટિક ગ્રીન અને ટાઇટન બ્લેક જેવા બે કલરમાં મળી રહેશે .

Latest and Breaking News on NDTV

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ :

 iQOO Z11  X 5G ડયુઅલ સિમ પર આધારિત છે . તે Android 16 ના OriginOS 6 પર ચાલે છે . કંપનીએ આના માટે બે વર્ષ સુધી OS અપડેટ અને ચાર વર્ષ  સુધી સુરક્ષા  અપડેટ આપશે .

આ ફોનમાં 6.76 ઈંચનું LCD ડિસ્પ્લે છે જે 120Hz સુધીના રિફ્રેશ રેટ , 382ppi પિક્સેલ ડેન્સિટી અને 1,200 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે .

પરફોર્મન્સ માટે આ ફોનમાં 4nm આધારિત Media Tek Dimensity  7,400 turbo ચિપસેટ આપવામાં આવ્યું છે . તેમાં 8GB સુધી LPDDRx RAM અને 256GB સુધી UFS 3.1 સ્ટોરેજ મળે છે . સુરક્ષા માટે સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે .

હવે વાત કરીએ કેમેરાની તો આ ફોનમાં 50MPનો મુખ્ય કેમેરા સાથે 2MP બોહેક કેમેરા પણ આપવમાં આવ્યું છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે તેમાં 32MP ફ્રન્ટ કેમેરા છે .

આ ફોનમાં 7,200mAhની મોટી બેટરી આપવામાં આવી છે ., જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . આ ફોનનું  માપ 166.6*78.4*8.4mm છે અને તેનો વજન લગભગ  219 ગ્રામ છે 
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Realme P4 Lite 5G નો લોન્ચ 19 માર્ચે ડિઝાઇન , બેટરી અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર
  2. iQOO Z11 X 5G સેલ શરૂ : એમેઝોન પર મળશે ડિસ્કાઉન્ટ
  3. ફ્લિપકાર્ટ પર ડીલ : Motorola Edge 60 Fusion 5G હવે 18,999 રૂપિયા સુધી ખરીદો
  4. Vivo X300 Ultraમાં સિનેમા સ્ટાઇલ વિડીયો રિકોર્ડિંગ ફીચર્સ , 30 માર્ચે લોન્ચ થવાની શક્યતા
  5. Apple iOS 27 માં Liquid Glass ડિઝાઇન પહેલા જેવી જ , Foldable iPhone માટે ખાસ ફીચર્સ
  6. હબલ અને યુક્લિડ ટેલિસ્કોપે 'કેટ્સ આઈ નેબ્યુલા ' નું અદભૂત નવું દ્રશ્ય કેદ કર્યું
  7. એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone વિશે નવા લીક્સ :1TB સુધી સ્ટોરેજ અને પ્રીમિયમ કિંમતની સંભાવના
  8. Snapdragon 7 ચિપ અને Glyph લાઇટિંગ સાથે Nothing Phone 4a Series વેચાણમાં
  9. Poco X8 Pro Seriesની સંપૂર્ણ વિગતો
  10. Realme 16T 5G, Realme P4R 5Gટૂંક સમયમાં ભારતમાં આવી શકે: કલર અને સ્ટોરેજની વિગતો સામે આવી
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »