OnePlus 15 અને OnePlus 13s ને નવું અપડેટ મળ્યું , માર્ચ 2026 સિક્યુરિટી પેચ ઉમેરાયો

ચાલતા વાહનોમાં ફોનનો ઉપયોગ કરતી વખતે ઉલ્ટી કે ઉબકા ઘટાડવા માટે OnePlus13s માં નવી ટેક્નોલોજી મળી રહેશે

OnePlus 15 અને  OnePlus 13s ને નવું અપડેટ મળ્યું , માર્ચ 2026 સિક્યુરિટી પેચ ઉમેરાયો

Photo Credit: Gadget 360

ભારતમાં OnePlus 15 વપરાશકર્તાઓને CPH2745_16.0.5.700 અપડેટ મળશે

હાઇલાઇટ્સ
  • OnePlus 15 વપરાશકર્તાઓને CPH2745_16.0.5.700 અપડેટ મળવાનું શરૂ
  • ફોનને સુરક્ષિત બનાવશે અને બગ્સને ઠીક કરવામાં મદદ કરશે
  • કન્ટેન્ટ પોર્ટલમાં પણ સુધારા
જાહેરાત

ભારતમાં OnePlus 15 અને  OnePlus 13s  માટે OxygenOS 16.0.5.700 સોફ્ટવેર અપડેટ ધીમે ધીમે અપડેટ થવાનું શરૂ થઇ ગયુ છે . આ અપડેટ્સ સાથે માર્ચ 2026નો Android સિક્યુરિટી પેચ પણ આપવામાં આવ્યો છે . આ તમારા ફોનને સુરક્ષિત બનાવશે અને બગ્સને ઠીક કરવામાં મદદ કરશે . આ નવા  અપડેટમાં કેટલાક ઉપયોગી  ફીચર્સ આપવામાં આવે છે . સૌથી પહેલા વાત ટાઈમરની તો હવેથી યુઝર્સ એકસાથે ઘણા ટાઈમર્સ સેટ  કરી શકશે જે ખાસ કરીને  રસોઈ અને મલ્ટીટાસ્કિંગ કરતી વખતે ખુબ જ ઉપયોગી બને છે ., દરેક ટાઇમર માટે અંદાજિત સ્ટોપ ટાઈમ પણ દેખાશે , જેથી તમને સમયને મેનેજ  કરવું વધુ સરળ બને છે .

કન્ટેન્ટ પોર્ટલમાં પણ સુધારા કરવામાં આવ્યા છે . જેથી એપ ક્લોન કરતા લોકો માટે કન્ટેન્ટ શેર કરવું સરળ બની જશે . આ એક જ એપના બે એકાઉન્ટ વાપરે  છે .

ભારતમાં OnePlus 15 વપરાશકર્તાઓને CPH2745_16.0.5.700 અપડેટ મળવાનું શરૂ થયુ છે , જયારે યુરોપ અને અન્ય વૈશ્વિક બજારોમાં CPH2747_16.0.5.700 વર્ઝન  અપડેટ થઇ રહ્યું છે . બીજી તરફ  OnePlus13s માટે ભારતમાં CPH2723_16.0.5.700 ફર્મવેર ઉપલબ્ધ બન્યું છે  . આ નવી અપડેટ  બંને સ્માર્ટફોન્સમાં માર્ચ 2026નો Android છે જે તમારા ડિવાઇસને વધુ સુરક્ષિત બનાવે છે . 

OnePlus 15માં નવું "Automatically Open Received Files " ઓપ્શન મળશે . આનાથી તમે આ નક્કી કરી શકો છો કે કોઈ ફાઈલ આવે ત્યારે તે જાતે ખુલવી જોઈએ કે નહીં . આ પણ ઉપયોગી બદલાવ છે .બીજી બાજુ જોઈએ તો OnePlus 13 માં "Motion Cues " નામનું નવું ફીચર આપવામાં આવ્યું છે . જો મુસાફરી કરતા તમને ચક્કર કે ઉલ્ટી જેવું થાય તો આ ફીચર તેને ઘટાડવામાં મદદ કરી શકે .

હાલમાં આ અપડેટ ક્રમબદ્ધ  રીતે રિલીઝ થઈ રહ્યું છે જેનાથી બધા યુઝર્સ સુધી પહોંચવામાં થોડો સમય લાગશે . જો તમને અપડેટ મળ્યું ન હોય તો તમે આ રીતે  અપડેટ ચેક કરી શકો છો . આના માટે  Setting >System >System Updates માં મેન્યુઅલી ચેક કરી શકાશે . આ અપડેટ કરતા પહેલા Wi-Fi સાથે કનેક્ટ થવું અને ફોનમાં  બેટરી હોવી જરૂરી છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X500 Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના
  2. Xiaomi 17T Geekbench પર જોવા મળ્યો , Dimensity 8500 ચિપ અને 12GB RAMની સંભાવના
  3. 200MP કેમેરા અને 7000mAh બેટરી સાથે આવી શકે Vivo X Fold 6, Xiaomi પણ તૈયાર
  4. દૂરના તારામંડળમાંથી આવેલ 3I /ATLAS માં ભારે પાણીની અનોખી શોધ
  5. હવે અજાણ્યા કોલ્સ ઓળખવા સરળ બનશે , BSNL લાવી રહ્યું છે નવી CNAP સેવા
  6. મલયાલમ ફિલ્મ પ્રતીચાયામાં વારસો બચાવવા પુત્રનો રાજકારણમાં પ્રવેશ 
  7. 4,500 પ્રકાશ વર્ષ દૂર મળેલા " Interstellar Ice " થી જીવનના રહસ્યો ખુલ્યા
  8. WhatsApp Android માટે લાવશે નોટિફિકેશન બબલ્સ , મલ્ટીટાસ્કિંગ થશે વધુ સરળ
  9. Jio યુઝર્સ માટે નવો ગેમિંગ પ્લાન : 2GB દૈનિક ડેટા સાથે સબ્સ્ક્રિપ્શન બંડલ
  10. WhatsApp પર Airtel , Jio અને Vi રિચાર્જ હવે સરળ , એપ છોડયા વગર કરો પેમેન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »