Poco X8 Pro 5G અને Poco X8 Pro Max 5G ભારતમાં ફ્લિપકાર્ટ મારફતે વેચાણ માટે ઉપલબ્ધ થશે .
Photo Credit: Flipkart/ Poco
કંપની દાવો કરે છે કે Poco X8 Pro Max 5Gની બેટરી ત્રણ દિવસ ચાલશે .
ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની આજે ભારતીય બજારમાં એક નવું સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. નવું આવનારું Poco X8 Pro Series જેમાં Poco X8 Pro અને Pro Max 5G સામેલ છે . Xiaomi ની સબ બ્રાન્ડેડ કંપની Poco એ આ વાતની ખાતરી આપી છે કે આ નવું ફોન ઈ-કોર્મસ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે . લોન્ચ પહેલા જ બંને મોડેલની કિંમત , RAM અને સ્ટોરેજની માહિતી ઓનલાઇન લીક થઇ ગઈ છે . Poco દ્રારા Poco X8 Pro 5G અને Pro Max 5G ના મુખ્ય સ્પેસિફિકેશન્સ અને સુવિધાઓ જાહેર કર્યા પછી તરત જ લીક થઇ હતી .
કિંમત અને સ્ટોરેજ :
લીક થયેલી માહિતી અનુસાર આ Poco X8 Pro 5G ની શરૂઆતની કિંમત લગભગ રૂપિયા 33,999 હોઈ શકે છે જે 8GB +256GB અને 12GB +256GB સ્ટોરેજ વિકલ્પમાં આવી શકે છે .આ ફોનના ટોપ વેરિઅન્ટની કિંમત રૂપિયા 37,999 સુધી હોઈ શકે છે .
બીજી બાજુ Pro Max 5Gની કિંમત રૂપિયા 41,999થી શરૂ થવાની શક્યતા છે .જે 8GB +256GB વેરિઅન્ટ માટે છે , જયારે 12GB +256GB વેરિઅન્ટ માટે રૂપિયા 45,999 સુધી ચૂકવવા પડે .
Poco X8 Pro series Pricing India w/out offers🚨🚨🚨
— PassionateGeekz.com (@passionategkeez) March 16, 2026
X8 Pro
8 + 256 : 33,999
12+ 256 : 37,999
X8 Pro Max
12+ 256: 41,999
12+ 512 : 45,999
Iron man coming at 43,999 w/out offers!
40,999 with offers!
Price hike is Real!!!
X8 Pro series starts at 30K with bank offers!
રિપોર્ટ મુજબ Poco X8 Pro 5Gનું ખાસ આયર્ન મેન એડિશન પણ લોન્ચ થઇ શકે છે . જેની કિંમત લગભગ રૂપિયા 43,999 હોઈ શકે . આના સાથે જ ગ્રાહકોને રૂપિયા 3,000 સુધીનો બેંક ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે .
બેટરી અને ચાર્જિંગ :
Poco X8 Pro 5Gમાં 6,500mAh બેટરી મળી શકે છે , જયારે આના Pro Max મોડેલમાં 9,000mAhની મોટી બેટરી મળી શકે .આ બંને સ્માર્ટફોન 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે , પરંતુ રિવર્સ વાયર્ડ ચાર્જિંગ માત્ર Pro Max માં જ ઉપલબ્ધ છે .
પ્રોસેસર :
Poco X8 Pro Max 5G માં 3nm આધારિત Media Tek Dimensity 9500s ચિપસેટ આપવામાં આવી છે, જયારે Poco X8 Pro 5G માં 4nm આધારિત Dimensity 8500 Ultra પ્રોસેસર મળશે .
કેમેરા ફીચર્સ :
આ બંને સ્માર્ટફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ મળી રહેશે , જેમાં 50MP નો મુખ્ય સેન્સર સામેલ હશે . જે ડેઇલી ફોટોગ્રાફી માટે સારો અનુભવ આપશે .
Poco X8 Pro Series આજે સાંજે 5:30 વાગ્યે ભારતમાં લોન્ચ થઇ શકે છે જેને ફ્લિપકાર્ટ મારફતે ખરીદી શકાશે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Amazfit Cheetah 2 Ultra
Starts from ₹54,999
JBL Tune 780NC Wireless Headphones
Starts from ₹7,999
iPhone 18 Pro Series Could Bring Back Silver Colour, New Leak Suggests
Oukitel WP600, WP70 Ultra and WP63 Rugged Phones With Up 20,000mAh Battery Unveiled Ahead of IFA 2026